અત્યારના સમયમાં મોટાભાગના લોકો બ્લડપ્રેશરની સમસ્યાથી પરેશાન છે. હાઈ બ્લડપ્રેશર ખુબ જ ચિંતા જનક બીમારી કહેવાય છે. હાઈ બ્લડપ્રેશર ને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. જો કંટ્રોલમાં ના રહે તો હૃદયને નુકસાન કરી શકે છે. જેના કારણે બ્રેન સ્ટ્રોક, અને હાર્ટ અટેક થવાનું જોખમ વઘી જાય છે.
હાઈ બ્લડપ્રેશર થવાના લક્ષણો: ખાસ કરીને જો તમારા ઘબકાળા વઘી જવા, વધારે પડતું માથું દુખવું, ચક્કર આવવા જેવી સમય થઈ શકે છે. આ સમસ્યા થી બચવા માટે આપણી લાઈફસ્ટાઈલ અને આહારમાં પર ઘ્યાન આપવું જરૂરી છે. માટે આજે અમે તમને હાઈ બ્લડપ્રેશર ને કંટ્રોલમાં રાખવા માટે ના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું.
લસણનું સેવન: લસણ હાઈ બ્લડપ્રેશરમાં ખુબ જ અસરકારક સાબિત થશે. લસણમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ શરીરમાં રહેલા ફ્રી રેડીકલને ખતમ કરે છે. જેના કારણે હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેતું હોય છે. લસણનું સેવન કરવાથી લોહી પાતળું થાય છે. જેથી લોહીનું પરિભ્રમણ ખુબ જ સારું થાય છે. માટે દરરોજ સવારે લસણની એક કે બે કળીનું સેવન કરવું જેથી હાઈ બ્લડપ્રેશર હંમેશા કંટ્રોલમાં રહે.
વઘારે પ્રમાણમાં પાણી પીવું: સોડિયમ યુક્ત ખોરાક વઘારે લેવામાં આવે તો હાઈ બ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે છે. માટે ત સમસ્યા થી છુટકાળો મેળવવા માટે બને તેટલું વધારે પાણી પીવાની આદત રાખવી જોઈએ. જેથી સોડિયમ યુક્ત મીઠાને બહાર નીકાળવામાં મદદ કરે છે.
ત્રિફળા ચૂરણ: ત્રિફળા ચૂરણનું શરીરના અનેક રોગ દૂર કરવા માટે સૌથી શ્રેસ્ટ ઓષઘી છે. રાત્રે સુતા પહેલા ગરમ પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂરણ નાખીને સેવન કરવાથી હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઓષઘીને અઠવાડિયામાં 2 વાર લઈ લેવું જોઈએ. જેથી હદય રોગથી બચાવમાં મદદ કરે છે.
પોટેશિયમ વાળો આહાર લેવો: તમારે આહારમાં પોટેશિયમ વાળો ખોરાક વઘારે પ્રમાણમાં લેવો જોઈએ. જેમકે તરબૂત, બટાકા, ટામેટા, શક્કરિયા, સંતરા વગેરેનો હારમાં સમાવેશ કરવો ખુબ જ જરૂરી છે. હાઈ બલ્ડપ્રેશર ની સમસ્યા ને દૂર કરવા માટે પોટેશિયમ યુક્ત આહાર લેવો જોઈએ.
આલ્કોહોલ અને ધુમ્રપાનનું સેવન ના કરવું: આ બંને વસ્તુનું સેવન કરવાથી હાઈ બલ્ડપ્રેશર માં ઝડપથી વઘારો થાય છે. આ વસ્તુનું સેવન કરવાથી રક્તસંચાર યોગ્ય થતો નથી. વઘારે પડતા આલ્કોહોલ ના કારણે હાર્ટને લગતી બીમારી નું જોખમ વઘી જાય છે. માટે હાઈ બલ્ડપ્રેશરની સમસ્યા ને દૂર કરવા આ વસ્તુ નું સેવન કરવાની આદત સુઘારવી જોઈએ.
સવારે ઉઠીને ચાલવું: દરરોજ સવારે ઉઠીને ચાલવાથી શરીર તંદુરસ્ત રહે છે. સવારે 6 વાગે ઉઠીને ચાલવાની આદત રાખવી જોઈએ જેથી શરીર હંમેશા સ્વસ્થ અને હેલ્ધી રહે. દરરોજ ચાલવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. લોહીનું સારી રીતે પરિભ્રમણ થવાના કારણે હાઈ બલ્ડપ્રેશર ની સમસ્યા કંટ્રોલમાં રહે છે.
શ્વાસ ઊંડો લેવો: સવારે વહેલા ઉઠીને ગાર્ડન માં કે ઘાબા પર બેસીને ઊંડો શ્વાસ લઈને બહાર કાઠવો જોઈએ. આમ કરવાથી ફેફસાને શુદ્ધ ઓક્સિજન માલીબા રહેશે જેના કારણે લોહી ઝડપથી પરિવહન કરવા લાગશે. સવારે શુદ્ધ ઓક્સિજન લેવથી આખો દિવસ ઉર્જાવાન રહેવામાં મદદ કરે છે.
માટે હાઈ બલ્ડપ્રેશર માં રાહત મેળવા માટે 15-20 મિનિટ શાંતિથી બેસીને ઊંડા શ્વાસ લેવા જોઈએ. અમે જણાવેલ ઉપાયનો ઉપયોગ કરીને હાઈ બ્લશપ્રેશરની સમસ્યામાં રાહત મેળવી શકો છો. આ ઉપરાંત તમે આ ઉપાયનો ઉપયોગ કરતા પહેલા તમે તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લઈને આ સમસ્યા માં રાહત મેળવી શકો છો.