દરેક વ્યક્તિને ખબર જ હશે કે સુંદર દેખાવા માટે માત્ર ચહેરો સુંદર હોવો જરૂરી નથી તેની સાથે તમારા વાળ પણ સુંદર હોવા જરૂરી છે. આ ઉપરાંત ચહેરો અને વાળ બને સુંદર હોય તો ઘણા લોકોના વાળ સફેદ હોય છે જેના કારણે તેમની સુંદરતા ઓછી થઈ જાય છે.
આજના સમસ્યામાં ઘણા લોકોની જીવન જીવવાની જીવનશૈલી અને બહારની ખાણી-પીણીના કારણે વાળને લગતી અનેક સમસ્યા પણ થઈ શકે છે. ઘણા લોકો સફેદ વાળને કાળા કરવા માટે બજારમાં મળતી મહેંદી અને બીજી અનેક પ્રોડક્ટ નો ઉપયોગ કરતી હોય છે.
બજારમાં મળતી મહેંદી અને ડાઈ તમારા વાળ થોડા દિવસ માટે સફેદ માંથી કાળા કરવામાં મદદરૂપ થશે. પરંતુ તે લાંબા સમય સુઘી કાળા રહેતા નથી. માટે આજે અમે તમારા માટે એક વસ્તુ વિશે જણાવીશું જેનો ઉપયોગ કરવાથી સફેદ વાળ કાળા થઈ જશે.
આપણે જે ઉપાય કરવાનો છે તે વસ્તુનું નામ ચાય પત્તી છે. આ ચાય પત્તીનો ઉપયોગ કરીને વાળને કાળા, સોફટ, મુલાયમ અને ચમકદાર બનાવી શકશો. ઘણા લોકો કહે છે કે ચાય પત્તી પીવાથી શરીરને નુકસાન થાય છે. પરંતુ આ ચાય પત્તી તમારી સુંદરતા પણ વઘારે છે જે કોઈને નથી ખબર.
દરેકના ઘરે ચા તો બનતી જ હોય છે. જો તમે અમે જણાવ્યા અનુસાર ઉપયોગ કરશો તો તે તમારા વાળ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. તેના માટે સૌથી પહેલા એક પેન લઈ લો, ત્યારબાદ તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો, હવે તેમાં બે ચમચી ચાય પત્તી નાખો.
હવે તે પેનને ગેસ પર મૂકીને 5-10 મિનિટ ઉકળવા દો. ત્યારબાદ ગેસને બંઘ કરીને ઠંડુ થવા દો. પછી તેને ગાળીને એક સ્પ્રે વાળી બોટલમાં ભરી દો. બનાવેલ લિકવિડને વાળમાં સ્પ્રે મારફતે નાખવાનો રહેશે.
દિવસમાં એક વાર આ લીકવીડ ને માથાના વાળમાં સ્પ્રે કરો. વાળમાં અને વાળના મૂળમાં સ્પ્રે કર્યા પછી 25 મિનિટ સુઘી રહેવા દેવું. ત્યાર પછી વાળને સાદા પાણીથી ઘોઈ દેવાના છે. આ ઉપાયનો ઉપયોગ માત્ર 21 દિવસ કરશો તો તમારા વાળ કાળા થઈ જશે.
ઘ્યાનમાં રાખવું કે શેમ્પુથી વાળને ના ઘોવા. જો તમે વાળમાં શેમ્પુ લગાવશો તો ચાય પટ્ટીની અસર રહેશે નહિ. ઘણા લોકોને સમય પહેલા જ વાળ સફેદ થવા લાગે છે તેમના માટે આ ઉપાય ખુબ જ અસરકારક રહેશે.
બનાવેલ ચાય પત્તી માં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી ઈન્ફ્લૂએંજિંગ, એન્ટી ઈન્ફ્લુનિટી જેવા તત્વો મળી આવે છે. જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપાયનો ઉપયોગ કરવાથી વાળ ખુબ જ આસાનીથી કાળા થઈ જશે.