આપણા શરીર માટે સૌથી જરૂરી હવા પછી કોઈ બીજી જરૂરીયાત વસ્તુ હોય તો તે છે શુધ્ધ પાણી છે. આપણા શરીરના પોષણ અને રક્ષણ માટે ખાદ્ય પદાર્થો ઉપરાંત જો પાણી ગરમ હોય તો કેટલાય ફાયદા વધુ કરે છે. ઠંડા પાણી કરતા ગરમ પાણી પીવાથી શરીરના ઘણા બધા નાના મોટા રોગો દૂર થઈ શકે છે.
પરંતુ કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન કરવું નુકશાનકારક સાબિત થઇ શકે છે તેથી જો વધારે પડતું ગરમ પાણી પીવામાં આવે તો મોઢામાં ચાંદા પડવાની સમસ્યા થઈ શકે છે. વિશેષજ્ઞોનું માનીએ દરરોજ સવારે નરણા કાંઠે ગરમ પાણી પીવાથી પેટમાં કબજિયાતની સમસ્યા રહેતી નથી.
ગરમ પાણી પીવાથી પેટ હંમેશા સાફ રહે છે. જો તમે ત્વચાની બીમારીથી પરેશાન હોવ તો દરરોજ સવારે ગરમ પાણી પીવું એ અકસીર ઈલાજ છે. રોજ સવારે ગરમ પાણી પીવાથી ત્વચા પર ચમક આવી છે..
જયારે પણ ગરમ પાણી પીવો ત્યારે ધ્યાન રાખવું જે પાણી વધુ ગરમ ન હોય. વધુ ગરમ પાણી પીવાથી હોઠ કે મોઢાની અંદરના ભાગમાં દાઝી જવાની શક્યતા રહે છે આ સાથે જો સતત ગરમ પાણી પીવામાં આવે તો શરીરની એકાગ્રતા અસંતુલિત થઇ શકે છે.
દરરોજ સવારે નારણાકાંઠે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી શરીર માં લોહીનું પરિભ્રમણ તેજ થાય છે સાથે તમારા શરીર નું તાપમાન વધી જાય છે અને શરીરમાં પસીનો આવે છે. આ પસીનો થવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો પસીના દ્વારા બહાર નીકળી જાય છે. જુદા જુદા સોફ્ટ ડ્રીન્કસ ની જગ્યા એ નવસેકું પાણી પીવાથી શરીરને જલ્દી એનર્જી મળે છે.
જયારે પણ પાણી ગરમ કરો છો ત્યારે જો પાણી વધારે પડતું ગરમ થઈ જાય છે તો તેને થોડા સમય સુધી ઠંડુ થવા દો અને પછી હૂંફાળું થોડું ઠંડુ થાય પછી પાણી પીવું. મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કે જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું પાણી પીવાથી દુખાવામાં રાહત મળી શકે છે.
આ સાથે માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દુખાવો થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીવાથી માસિકનું દર્દ દૂર થાય છે આ સાથે સાથે શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ ખુબજ રાહત મળે છે..
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.