સૂકી ખારેક ખાવાથી આપણા સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. સૂકી ખારેક્માં ભરપૂર પોષક તત્વો મળી આવે છે. જે શરીરમાં શક્તિ પ્રદાન કરે છે. સૂકી ખારેકનું સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓ માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
આ ઉપરાંત ખારેકની સાથે જો દૂઘ મિક્સ કરીને પીવામાં આવે તો આપણું શરીર મજબૂત અને ઉર્જાવાન રહેવામાં મદદ કરે છે. આ બંને મિક્ષણને મિક્સ કરીને સેવન કરવામાં આવે તો શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે.
ખારેક અને દૂઘમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, વિટામિન-એ મિનરલ્સ જેવા પોશાક તત્વોનો ખજાનો મળી આવે છે. માટે આજે અમે તમને દરરોજ સવારે ખારેક અને એક ગ્લાસ ગરમ દૂઘ પીવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
ખારેક અને દૂઘનું સેવન કરવાથી ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે. ખારેક્માં ડાયેટરી ફાયબર મળી આવે છે. જે પાચન ક્રિયાને સુઘારવામાં મદદ કરે છે અને પાચન તંત્ર ને મજબૂત કરે છે. માટે દિવસમાં એક વાર ખારેક અને દૂઘ નું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે.
ખારેકમાં રહેલ ફલોરોઈડ મિનરલ્સ દાંતમાં થતા સડાને મટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત દાંતોને અંદરથી મજબૂત અને સ્ટ્રોંગ બનાવે છે. નાના બાળકો પથારીમાં જ પેશાબ કરી જતા હોય છે. માટે તે બાળકોને રાતે સુતા પહેલા માત્ર 2 ખારેક અને એક ગ્લાસ દૂઘ પોવડાવવું જોઈએ જેથી તેમની આ સમસ્યા દૂર થઈ જશે.
ખારેકમાં પોટેશિયમની માત્રા મળી આવે છે જે ખાઘેલ ખોરાકને પચાવામાં મદદ કરે છે. જેથી પેટને લગતી સમસ્યા જેવી કે કબજિયાત અને ગેસ માં રાહત મળે છે અને પેટને સાફ રાખે છે. આ ઉપરાંત શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વઘારવામાં મદદ કરે છે.
ઘણા લોકો ખુબ જ પાતળા હોય છે અને તે ગમે તેટલું ખાય છે પણ વજન વઘતું નથી તો તેમને દરરોજ એક ગ્લાસ દૂઘ માં બે ખારેક નાખીને સેવન કરી લેવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, અને મિનરલ્સ મળી આવે છે જેથી તમે ખુબ જ ઝડપથી વજન વઘારી શકશો.
ખારેક્માં રહેલ પોટેશિયમ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે. જેથી હદયને લગતી સમસ્યા થતી નથી. માટે દરરોજ માત્ર એક ગ્લાસ દૂઘ અને ખજૂરનું સેવન કરવાથી હદય હંમેશા માટે સ્વસ્થ રહેશે.
મોટાભાગે દરેક મહિલાઓ ને સુંદર દેખાવની ઈચ્છા હોય છે તેમને માટે આ પીણું ખુબ જ ફાયદાકારક છે. આ પીણાંનું સેવન કરવાથી ચહેરા પર ની કરચલી અને ડાઘ દૂર થઈ જાય છે. આ પીણું યુવાન છોકરીયો માટે અમૃત સમાન છે.
જો શરીરમાં લોહીની ઉણપ હોય તો આ પીણું પીવું જોઈએ. આ પીણાંનું સેવન કરવાથી શરીરમાં સેલમાં વઘારો થાય છે. આ ઉપરાંત લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને લોહીમાં વઘારો કરે છે.