જો હેડકી આવે તો કહેવામાં આવે છે કે કોઈ તમને યાદ કરી રહ્યું છે. પણ વાસ્તવમાં એવું કઈ હોતું નથી. જો કંઈક ગરમ ખાધા પછી ઠંડુ ખાવામાં આવે, સિગરેટ પીવાની આદત હોય અથવા તો વધારે પડતું ટેન્શન લેવામાં આવે તો પણ હેડકી આવે છે.
જયારે આપણે નિરંતર શ્વાસ લઈએ છીએ ત્યારે હવા ફેફસામાં જાય છે અને ત્યાંથી આવતી રહે છે. આ ક્રિયાની સાથે એ પરડો પણ હલે છે જે છાતી અને પેટની વચ્ચે હોય છે. પરંતુ ક્યારેક-ક્યારેક આ પ્રવાહની અંદર ગરબડ સર્જાઇ જાય છે, જેનાથી ડાયફ્રોમ કંપવા લાગે છે અને એડકી આવે છે.
આ કંપનને કાબુમાં લેવા માટે હવાનો પ્રવાહ સહજ બનાવવાના ઘણા ઉપાયો છે જેવા કે ઠંડું પાણી પીવું, સાત ઘૂંટડા પાણી પીવું તો હેડકી મટી જશે. અહીંયા જણાવેલ બધા ઘરેલું ઉપાય છે. આ સાથે ખાંડ ખાવી, કેટલીક સેકંડ માટે શ્વાસ રોકી દેવો, બરફનો ભૂક્કો ગળી જવો વગેરે.
આમાંની કોઇ પણ એક ઉપાય કરવાથી હેડકીમાં આરામ મળશે. અહીંયા બતાવેલા ઘરેલુ ઉપાય ઘણા લોકોએ કર્યા પણ હશે અને હેડકીમાં રાહત પણ મેળવી હશે. જમતી વખતે ઉતાવળે ભોજન ગળી જવાથી, દારૂ પીવાથી, વધારે મરચાવાળું ખાવાથી વગેરેથી હેડકી આવી શકે છે.
હેડકી આવે ત્યારે ગળા પર ઠંડા પાણીમાં પલાળેલું કપડું રાખી દેવું, ઝડપથી ફાયદો થશે. જો તમને આલ્કોહોલને કારણે હેડકી આવી રહી છે તો એ માટે લીંબૂ અસરકારક ઉપાય છે. લીંબૂને ચોથા ભાગમાં કાપીને મોઢામાં નાખી દો અને તેને ધીરે ધીર ચાવતા રહો, હેડકી તરત જ ઠીક થઈ જશે.
એક રિસર્ચ પ્રમાણે જો હેડકી આવે ત્યારે એક ચમચી મધ અસરકારક સાબિત થાય છે. હેડકી આવે તો એક ગ્લાસ ઠંડુ પાણી પી જવું. તમે અમુક લોકોને એમ કહેતા પણ સાંભળતા હશો કે પાણી પીતી વખતે નાક પણ બંધ કરવું જોઈએ.
મોઢામાં આંગળી મુકવાથી પણ હેડકી બંધ થઈ શકે છે. પણ ખાસ ધ્યાન રાખવું કે તમે શાંતિથી આ કરો, ઉતાવળ કરવામાં તમને ખાંસી પણ થઈ શકે છે. જો પીનટ બટર ખાવામાં આવે તો પણ હેડકી બંધ થઇ શકે છે. જ્યારે પીનટ બટર તમારા દાંત અને જીભથી અન્નનળીમાં જાય છે તો તેનાથી શ્વાસ લેવાની પ્રક્રિયા પણ પ્રભાવિત થાય છે, જેનાથી હેડકી રોકાઈ જાય છે.
દસ થી બાર વાર પેપર બેગમાં શ્વાસ અંદર અને બહાર છોડવાથી પણ હેડકી રોકાઈ શકે છે. આનાથી લોહીમાં કાર્બન ડાયોક્સાઈડનું લેવલ વધે છે જે નર્વ્સને રિલેક્સ કરે છે. જ્યારે પણ હેડકી આવે ત્યારે થોડા સેકન્ડો માટે શ્વાસ રોકી લેવા. આ નુસ્ખો ઘણો જૂનો છે અને આનાથી હેડકી રોકવામાં મદદ મળે છે.
હેડકી શરુ થાય ત્યારે તરત જો સુઈને અથવા બેસીને ગૂંઠણને છાતી સુધી લાવવામાં આવે તો ફેફ્સા પર પ્રેશર આવે છે અને હેડકી રોકાઈ જાય છે. તેનાથી માંસપેશીઓની સંકોચાવવુ દૂર થાય છે. હેળકી આવતા તુલસી અને ખાંડ ખાઈને પાણી પી લેવું.
પાણી સાથે થોડી હળદર ફાકી જવાથી હેડકી બંધ થાય છે. જો સરગવાના પાનનો રસ પીવામાં આવે તો પણ હેડકી બંધ થઇ જાય છે. જાયફળને ચોખાના ધોવાણમાં પીરસીને પીવાથી હેડકી બંધ થાય છે.
ગોળ અને સુંઠને ગરમ પાણીમાં નાંખવાથી હેડકી બંધ થાય છે.ગોળના પાણીમાં સુંઠ ઘસી થોડે થોડે વારે સુંઘવાથી હેડકી બંધ થાય છે. શેરડીનો રસ પીવામાં આવે તો પણ હેડકી બંધ થાય છે.
ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે. તુલસીનો રસ 12 ગ્રામ અને મધ 5 ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે. જીરૂ ખાવાથી હેડકી બંધ થાય છે. આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી પણ હેડકી બંધ થાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.