અત્યારના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિને વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થઈ ગયા છે. મોટાભાગે યુવતીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ઘણી યુવતીઓ વાળને કાળા, ભરાવદાર, લાંબા અને ચમકદાર બનાવા ઈચ્છતી હોય છે.
પરંતુ વાળ ખરવાના કારણે પાતળા અને આચ્છા થઈ જાય છે. જેથી તે વાળમાં કોઈ પણ પ્રકારની હેર સ્ટાઈલ કરી શક્તિ નથી. આ સમસ્યાને દૂર કરવા માટે ઘણા લોકો અનેક ફોર્મ્યુલા પણ અપનાવતા હોય છે.
માટે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરીને તમારે એક અઠવાડિયામાં બે ઈંચ વાળને વઘારી શકો છો. આ ઉપરાંત વાળને મજબૂત અને ચમકદાર પણ બનાવી દેશે.
પહેલો ઉપાય: સૌથી પહેલા સરસવનું તેલ, એરંડિયાનું તેલ અને નારિયેળનું તેલ આ બઘાને સરખા ભાગે લઈને બરાબર મિક્સ કરો. ત્યાર પછી આ તેલને આંગળી વડે વાળના મૂળ અને વાળમાં લગાવીને મસાજ કરો.
આ તેલથી વાળમાં માલિશ કર્યા પછી 4 કલાક રહેવા દેવું. ત્યાર પછી ચોખા સાદા ઠંડા પાણીથી વાળને ઘોઈ દેવા. અઠવાડિયામાં આ ઉપાય 3 વખત કરવાથી વાળ ખરતા બંઘ થશે અને વાળ લાંબા અને ભરાવદાર થશે.
બીજો ઉપાય: સૌથી પહેલા 10 ચમચી કાચા આમળાનો રસ, 10 ચમચી સરસવનું તેલ, 5 ચમચી લીમડાના પાનનો પાવડર, 5 ચમચી મેથી દાણાનો પાવડર અને 5 ચમચી બ્રાહ્મણીના પાનનો રસ કાઠીને બઘાને મિક્સ કરીને એક બાઉલમાં આખી રાત ભરી રાખો. ત્યાર પછી બીજા દિવસે તે મિક્ષણને ગેસ પર ગરમ કરવા મૂકી દો.
હવે 5 મિનિટ પછી તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય પછી તેને એક બોટલમાં ભરી દો. ત્યાર પછી તે તેલને વાળના મૂળમાં લગાવીને થોડી વાર માલિશ કરો. આ તેલનો ઉપયોગ અઠવાડિયા 3 વાર લગાવી શકાય. આ તેલનો ઉપયોગ કરવાથી વાળને પોષક તત્વો મળી આવે છે આ ઉપરાંત વાળ મજબૂત અને લાંબા બનશે.
ત્રીજો ઉપાય: જે વ્યક્તિઓ વાળ ખરવાથી પરેશાન થઈ ગયા છો તેમના માટે મેથીના દાણા ખુબ જ અસરકારક સાબિત થશે. માટે સૌથી પહેલા મેથી દાણાને રાત્રે પાણીમાં પલાળીને આખી રાત રહેવા દો. ત્યાર પછી સવારે તે પલાળેલી મેથીને પીસી લો, ત્યાર પછી તેમાં થોડું દહીં મિક્સ કરીને બરાબર મિક્સ કરો.
આ મિક્ષણને વાળના મૂળમાં લગાવી દો. એક કે બે કલાક પછી વાળને ચોખા પાણીથી ઘોઈ દેવા. આ મિક્ષણને અઠવાડિયામાં બે વખત લગાવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે. આ ઉપરાંત વાળ મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.