ઘાઘર, ખરજવું એ ચામડીનો એક રોગ છે. આ રોગ થવાથી શરીરમાં ખુબ જ ખંજવાળ આવે છે. શરીરમાં ઘાઘર થવાથી તેની આજુબાજુની ચામડી પણ તેનો ચેપ લાગે છે. ઘાઘર મોટાભાગે શરીરના ગુપ્ત જગ્યાએ જ વઘારે થાય છે.
જો નાહવામા બરાબર કાળજી લેવામાં ના આવે તો ચામડીના રોગો થવાની શક્યતા ખુબ જ વઘી જાય છે. જો શરીરમાં તીખું અને તરેલું વઘારે પ્રમાણમાં ખાવામાં આવે તો ચામડીનો રોગ વઘવા લાગે છે. ઘાઘર શરીરના કોઈ પણ ગુપ્ત જગ્યાએ થઈ શકે છે.
જેમાં તે ઉપસેલા ઝીણા દાણા જેવું થઈ જાય છે. તે જગ્યા પર ખુબ જ ખંજવાળ આવે છે. આ રોગ ખુબ જ ચેપી છે. આ રોગ કપડાં પહેરવાથી, રૂમાલ, ઓઢવાનું વગેરે એકબીજાનું વાપરવાથી આ રોગ ફેલાય છે.
આ રોગ થાય તો તો અનેક દવા કરવા છતાં મૂળમાંથી મટતો નથી. માટે આજે અમે એવા કેટલાક ઘરેલુ આયુર્વેદિક ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમે ખુબ જ આસાનીથી અને મૂળમાંથી ચામડીના રોગને દૂર કરી શકશો.
પેશાબ: સૌથી પહેલા એક કાચની બોટલમાં પેશાબને ભરી લેવાનો છે. ત્યાર પછી તે બોટલને 3 દિવસ દિવસ સુઘી ખોલવાની નથી. ત્રણ દિવસ પછી તે બોટલને ખોલીને તે પેશાબને ઘાઘર થયું હોય તે જગ્યા પર લગાવો. આ પેશાબનો ઉપયોગ દિવસમાં બે-ત્રણ વખત કરવાનો છે. આ ઉપાય ત્રણ થી ચાર દિવસ કરશો તો તમને ફરક દેખાવા લાગશે.
નીલગીરીનું તેલ: ઘાઘર ફુગથી થતો રોગ છે. એક ચમચી નીલગીરી તેલ લઈને તેમાં સામાન્ય પાણી મિક્સ કરીને રૂ ની મદદથી ઘાઘર પર લગાવેલ રહેવા દો. નીલગીરીનું તેલમાં ફુગનાશક તત્વ મળી આવે છે. જે ઘાઘર ને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે. માટે ચામડીમાં થતા ઘાઘર પર નીલગિરીનું તેલ ખુબ જ અસરકારક સાબિત થશે.
ગાજર: સૌથી પહેલા ગાજરને બારીક જીણો સમારી લો, ત્યાર પછી તેમાં મીઠું મિક્સ કરીને હલાવી લો, હવે તેને ઘાઘર થયું હોય તે જગ્યા પર લગાવીને કપડાથી વીંટી લો. આમ કરવાથી ઘાઘર આવતી ખંજવાળ દૂર થશે અને ઘાઘર ઘીરે ઘીરે મટી જશે.
ગલગોટાનું ફૂલ: આયુર્વેદ અનુસાર ઘાઘર મટાડવા માટે આ ખુબ જ અસરકારક છે. આ ફૂલમાં એન્ટી ફૂગ નાશક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જે ઘાઘરને મૂળમાંથી દૂર કરે છે. માટે બે ફૂલ લઈને તેમાં પાણી મિક્સ કરીને તેને પીસીને પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને ઘાઘર પર લગાવીને રહેવા દો. આ ઉપાય કરવાથી ઘાઘર માં આવતી ખંજવાળમાં રાહત થશે.
લસણ: લસણમાં ઘાઘરની સમસ્યા ને દૂર કરે છે. માટે લસણ ની બે થી ત્રણ કળી લઈને તેને પીસીને પેસ્ટ તૈયાર કરો અને પછી તે પેસ્ટને ઘાઘર પર લગાવી દો. ત્યાર પછી તેના પાર રૂમાલ વડે બાંઘી લો. આ ઉપાય કરવાથી ઘાઘરમાં આવતી ખંજવાળ દૂર થાય છે અને ઘાઘર મટે છે.
તુલસી: તુલસી અનેક રોગને દૂર કરવા માટે ખુબ જ કારગર છે. માટે તુલસીના થોડા પાન લઈને તેની પેસ્ટ બનાવીને ઘાઘર વાળી જગ્યાએ લગાવવાથી ઘાઘરમાં રાહત થાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.