કેળું દરેક વ્યક્તિનું પ્રિય ફળ છે. દરરોજ એક કેળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. માટે આરોગ્ય નિષ્ણાત પણ દરરોજ એક કેળું ખાવી સલાહ પણ આપે છે. કેળામાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે.
કેળામાં કેલ્શિયમ, પોટેશિયમ, પ્રોટીન, વિટામિન, ઝીંક, એમિનો એસિડ, વિટામી-સી, વિટામિન-ઈ વિટામિન-બી, વિટામિન-બી1 જેવા પોશાક તતવો ભરપૂર માત્રામાં મળી આવે છે. તે ત્વચાને સુંદર બનાવવા માટે અને જવાન બનાવી રાખવામાં માટે પણ ખુબ જ ફાયદાકારક છે.
કેળાંમાં પોટેશિયમ મળી આવે છે જે શુષ્ક ત્વચાને ભેજવાળી બનાવી રાખે છે. આ ઉપરાંત એમાં રહેલ ઝીંક અને લેકટિન્સ ચહેરા પરના ખીલને દૂર કરે છે. આ ઉપરાંત તેમાં રહેલ અનેક પોષક તત્વો ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે.
કેળાંનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ ઉપરાંત તેને ચહેરા પર લગાવામાં આવે તો ચહેરો સુંદર થાય છે. માટે આજે અમે તમને કેળાંનો ફેસ માસ્ક કેવી રીતે બનાવવો અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે જણાવીશું.
પાકા કેળાં અને લીંબુનો ફેસ માસ્ક: સૌથી પહેલા એક કેળું લઈને તેના ટુકડા કરીને ક્રશ કરી લો, ત્યાર પછી તેમાં અડઘા લીંબુનો રસ મિક્સ કરો અને એક ચમચી મઘ ઉપરીને બરાબર હલાવીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 20 થી 25 મિનિટ રહેવા દો.
ત્યાર પછી ચોખા ઠંડા પાણીથી ચહેરાને ઘોઈ લો. આ ફેસમાસ્ક નો ઉપયોગ અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આ ફેસમાસ્ક લગાવ્યા પછી તમારા ચહેરા પર ચોટેલ કચરો દૂર થાય છે, અને ચહેરા પરના ખીલ ને દૂર કરીને ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી દેશે.
પાકા કેળાં અને ચોખાનો લોટ: સૌથી પહેલા એક કેળું લઈને તેના નાના ટુકડા કરીને ક્રશ કરી લો, ત્યાર પછી તેમાં બે કે ત્રણ ચમચી ચોખાનો લોટ ઉમેરો, હવે તેમાં એક ચમચી મઘ ઉમેરીને બરાબર હલાવીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને હવે ચહેરા પર લગાવી ને 30 મિનિટ રહેવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરાને ઘોઈ દેવું.
પાકું કેળું અને નારિયેળ તેલ: સૌથી પહેલા એક પાકા કેળાંના નાના ટુકડા કરીને ક્રશ કરી લો, ત્યાર પછી તેમાં એક ચમચી નારિયેળ તેલ અને બે ચમચી મઘ મિક્સ કરીને બરાબર હલાવીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 30 મિનિટ રહેવા દો, ત્યાર પછી ચહેરાને સાદા ઠંડા પાણીથી ઘોઈ દો. આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી ચહેરો સુંદર દેખાવા લાગશે.
પાકું કેળું અને ચંદન પાવડર: અડઘા કેળાંના નાના ટુકડા કરીને ક્રશ કરી લો, ત્યાર પછી તેમાં અડધી ચમચી ચંદન પાવડર અને ત્રણ ચમચી તાજું દૂઘ મિક્સ કરીને પેસ્ટને તૈયાર કરો, આ પેસ્ટને ચહેરા પર લગાવીને 5 મિનિટ માલિશ કરો અને 30 થી 40 મિનિટ રહેવા દો, ત્યાર પછી ચહેરાને સાદા ઠંડા પાણીથી ઘોઈ દો. આ ઉપાયનો ઉપયોગ કરવાથી ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાવી દેશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.