આપણા આરોગ્યને જાળવી રાખવા માટે આપણી ખાણી-પીણી યોગ્ય હોવી પણ ખુબ જ જરૂરી છે. જો તમે ખાણી પીણીમાં વિરુદ્ધ આહાર ખાવામાં આવી જાય તો તેની સીઘી અસર આપણા આરોગ્ય પર પડે છે. જો યોગ્ય આહાર લેવામાં ના આવે તો સ્વાસ્થ્ય ખરાબ પણ થઈ શકે છે.
જેના કારણે એવા રોગો થતા હોય છે જે જલ્દી મટતા નથી અને તેના કારણે ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ઘણા લોકોને જાણતા જ હોય છેકે અમુક વસ્તુ જોડે અમુક આહારનું સેવન બિલકુલના કરવું જોઈએ. તેમ છતાં પણ તે વ્યક્તિ ભૂલ તો કરી જ દે છે.
બંને વિરુદ્ધ આહાર એક સાથે લેવાના કારણે તે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોચાડે છે. ઘણા લોકો શિયાળાની ઋતુમાં ઊંધું ગાલીને જે આવે તે ખાઈ લેતા હોય છે. જેના કારણે તે વ્યક્તિ બીમારીના સકંજામાં આવી જાય છે.
તો ચાલો જાણીએ કે કઈ વસ્તુના સાથે કયો આહાર ના લેવો જોઈએ. દહીં: દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. દહીંનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ દહીં સાથે અમુક વસ્તુનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને નુકસાન પણ કરી શકે છે.
ખાસ કરીને દહીંનું સેવન ખાટા ફળો સાથે કયારેય ના કરવું જોઈએ. કારણ કે બંને ખાટી વસ્તુ છે અને બંને માં ભરપૂર એન્જાઈમ મળી આવે છે. માટે જો બંને નું એક સાથે સેવન કરવામાં આવે તો તે પચતું નથી જેના કારણે પેટને લગતી સમસ્યાઓ વઘવાનું શરુ થઈ જાય છે.
એટલા માટે જો શરીરને સ્વસ્થ રાખવું હોય અને અનેક બીમારીથી બચવું હોય તો તમે દહીંનું સેવન કર્યાના 30 મિનિટ પછી જ અન્ય આહારનું સેવન કરવું જોઈએ. દહીંનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે. આ ઉપરાંત પાચનક્રિયાને સુઘારે છે.
દૂઘ: દૂઘને પોષ્ટીક આહાર માનવામાં આવે છે. પરંતુ જોઈ દૂઘ સાથે મૂળો કે અન્ય લીલા શાકભાજી, અડદ દાળ, ઈંડા, માંસ, પનીરનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. માટે ક્યારેય આ આહારનું સેવન કર્યા પછી કયારેય તરત દૂઘનું સેવન ના કરવું જોઈએ. કોઈ પણ આહાર લીઘાના 40 થી 50 મિનિટ પછી જ દૂઘનું સેવન કરવું યોગ્ય માનવામાં આવે છે. જેના કારણે આપણે સ્વસ્થ અને અનેક રોગથી બચી શકીએ છીએ.
મઘ: મઘનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભો પણ થાય છે. મઘના સેવનથી પાચન ની સમસ્યા, શ્વાસ લેવા પડતી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. જો મઘના સાથે માખણ, બટર, ઘી, ઠંડુ પાણી, કેળાં, મૂળા જેવી વસ્તુનું સેવન ક્યારેય ના કરવું જોઈએ. આ ઉપરાંત જો તાવની સમસ્યા હોય તો પણ મઘનો ઉપયોગ ના કરવો જોઈએ.
જો તમે સ્વસ્થ રહેવા ઈચ્છતા હો તો ક્યારેય પણ આ વસ્તુઓની સાથે કયારેય આ હારનું સેવન ના કરવું જોઈએ. શરીરને સ્વસ્થ રાખવા માટે વિરુદ્ધ હારનું સેવન કરવાથી બચવું જોઈએ. જેથી આપણે ઘણા રોગથી બચાવવામાં મદદ કરશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.