આજના આધુનિક યુગમાં દરેક વસ્તુમાં બદલાવ થઈ રહ્યો છે. આજના સમયમાં ખાવાપીવાની આદતથી લઈને કપડાં પહેરવામાં ઘણો બદલાવ થઈ ગયો છે. પહેલાના જમાનામાં દરેક વ્યક્તિ જમીન પર બેસીને જ ભોજન કરતો હતો.
હાલમાં પણ ઘણા લોકો જમીન પર બેસીને જ ભોજન લેતા હોય છે. પરંતુ ઘણા લોકોને ઉભા રહીને અને ડાઈનિંગ ટેબલ પર બેસી રહીને જ ભોજન કરવાનું વઘારે પસંદ કરે છે. પરંતુ જો અત્યારના સમયમાં જો કોઈ વ્યક્તિ નીચે બેસીને જમે છે તો કોઈ વ્યક્તિ જોઈ જાય તો તેને તુચ્છ નજરથી જોતા હોય છે.
જો તમે પણ ઉભા રહીને, ખુરશીમાં બેસીને ભોજન કરવું એ બેસ્ટ માનતા હોય તો તે તમારી માન્યતા સાવ ખોટી છે. જો તમે જમીન પર બેસીને ભોજન ગ્રહણ કરો છો તેના ઘણા અદભુત ફાયદા પણ થાય છે. જે ઘણા લોકો હજી જાણતા જ નથી હોતા. માટે આજે અમે તમને જમીન પર બેસીને ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
જો તમે ભોજન કરવા માટે જમીન પર પલાઠી વાળીને બેસો તો તે એક આસન થાય છે. જે શાંતિનો અહેસાસ કરાવે છે. ન ઈચ્છે બેસવાથી કરોડરજ્જુ પણ સીઘી રહે છે અને માનસિક સ્વાસ્થ્ય ને સ્વસ્થ પણ રાખે છે.
નીચે બેસીને ભોજન લેવાથી શરીરમાં જે કઈ પણ તણાવ હોય કે ચિતા હોય તે દૂર થઈ જાય છે. નીચે બેસીને જામતી વખત ખાસ ઘ્યાનમાં રાખવું કે વઘારે આગળની તરફ નમીને ના જમવું જોઈએ.
ઘણા લોકોને પલોઠી વાળવામાં સમસ્યા રહેતી હોય તો તેમને અર્ધ પજ્ઞાસન અવસ્થામાં બેસીને ભોજનને ગ્રહણ કરવું જોઈએ. આ અવસ્થામાં બેસીને જમવાથી ખોરાક આસાનીથી પચી જાય છે. આ ઉપરાંત પેટને લગતી અનેક સમસ્યા પણ દૂર થાય છે જેથી વજન પણ વઘતું નથી.
જયારે તમારે પલાઠી વાળીને ભોજન ગ્રહણ કરો ત્યારે કમરથી નીચેના હાડકામાં દબાણ થતો હોય છે. જેના કારણે બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત શ્વાસ લેવામાં પડતી તકલીફ પણ દૂર થઈ જાય છે.
જમીન પર બેસીને જમવાથી હદય પણ સ્વસ્થ રહે છે અને યોગ્ય રીતે કામ કરે છે. આ ઉપરાંત જો કોઈ હદયને લગતી સમસ્યા હોય તો નીચે બેસીને જમવાથી સમસ્યા દૂર થાય છે.
ઘણા લોકો ઉભા રહીને અને ખુરશીમાં બેસીને ડાઈનિંગ ટેબલ પર જમતા હોય છે તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ તે જ વ્યકતિ જમીન પર પલાઠી વાળીને ભોજન ગ્રહણ કરશે તો તેમને ચોક્કસ ફરક જોવા લાગશે.
આ ઉપરાંત તેમને અપચો, ગેસ, કબજિયાત જેવી બીમારીઓ પણ દૂર થશે અને પાચનક્રિયામાં સુધારો થશે અને પાચન તંત્ર પણ મજબૂત રહેશે. આ ઉપરાંત મગજમાં લોહી સરળતાથી પહોંચી શકશે.
હવે તમે પણ જમીન પર પલાઠી વાળીને ભોજન ગ્રહણ કરવાના અદભુત ફાયદા વિશે જાણી ગયા છો. તો તમે પણ તેનો ફાયદો ઉઠાવવા માંગતા હોય તો જમીન પર બેસીને જ ભોજન ગ્રહણ કરવાની આદત પાડી દેજો. જેથી તમને ખુબ જ ફાયદો થાય અને સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.