દરેક મહિલાઓને સૌથી વઘારે એક જ સમસ્યા હોય છે. તે સમસ્યા વાળની જ હોય છે. અત્યારના સમસ્યા દરેક વ્યક્તિ વાળની સમસ્યા થી જજુમી રહ્યું છે. જો વાળ સુંદર અને કાળા ના હોય તો તેની સીઘી અસર આપણા દેખાવ પર પડે છે. માટે વાળને કાળા અને મજબૂત બનાવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય નો ઉપયોગ કરવો જોઈએ.
મોટાભાગે વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા, વાળમાં ખોડો થઈ જવી, વાળમાં સફેદ થઈ જવા, વાળમાં વાળે વાળે ગૂંચો થઈ ને તૂટી જવા, વાળ ટૂંકા હોવા જેવી સમસ્યાઓ વધુ જોવા મળતી હોય છે. આજે આ આર્ટિકલમાં અમે તમને એવી કેટલીક વસ્તુ વિશે જણાવીશું જેનો ઉપયોગ કરીને તમે તમારા વાળને કાળા અને સુંદર બનાવી દેશો.
ઘણા લોકો સફેદ વાળને કાળા કરવા માટે ડાઈ અને કલરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ બજારુ વસ્તુ મોંઘી અને કેમિકલ યુક્ત હોય છે. જેનો ઉપયોગ કરવાથી વાળ સફેદ તો થાય છે પરંતુ લાંબા સમયે વાળને નુકસાન પહોંચાડી શકે છે. હવે કેટલાક દેશી ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરીને વાળને આસાનીથી કાળા બનાવી શકાય છે.
1. સૌથી પહેલા એક પેનમાં થોડું નાખો, હવે તેમાં બે ચમચી ચા પત્તી મિક્સ કરીને પાંચ મિનિટ સુઘી ઉકાળી લો. હવે ઉકળી જાય પછી તે ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળી, ત્યાર પછી તે પાણીની મદદથી વાળને ઘોઈ લેવા. વાળ ઘોયા પછી વાળમાં એક-બે દિવસ સુઘી શેમ્પુનો ઉપયોગ ના કરવો જોઈએ.
આ ઉપાય અઠવાડિયા એક કે બે વખત કરી શકો. આ ઉપાય કરવાથી તમારા વાળ કાળા ભમર થઈ જશે. 2. શુદ્ધ દેશી ગાયનું ઘી નો ઉપયોગ કરીને પણ વાળને કાળા બનાવી શકાય. આ માટે બે ચમચી જેટલું દેશી ઘી લઈને ગરમ કરી લો, ત્યાર પછી થોડું ઠંડુ થઈ જાય ત્યારે વાળમાં અને વાળના મૂળમાં લગાવી દો. દરરોજ આ દેશી ગાયના ઘી નો ઉપયોગ કરવાથી વાળ 15 દિવસમાં જ કાળા થવા લાગશે.
3. વાળને કાળા ભમર કરવા માટે દૂધીનો રસ બે ચમચી, કાળા તલનું તેલ બે ચમચી લઈ લો, બંને મિક્સ કરીને વાળના મૂળમાં અને વાળમાં લગાવી દો. આયુર્વેદમાં કાળા તલના તેલને વાળ માટે સૌથી શ્રેસ્ટ માનવામાં આવે છે.
4. નાહવાના 15-20 મિનિટ પહેલા ડુંગળીના ટુકડા કરીને તેનો રસ અને પેસ્ટ બનાવો, ત્યાર પછી તેનો રસ અને પેસ્ટ બંને વાળમાં અને વાળના મૂળમાં લગાવીને પાંચ મિનિટ માલિશ કરો. આ ઉપાય કરવાથી વાળ ખરતા અટકી જશે અને વાળને પૂરતું પોષણ મળશે અને વાળ સફેદ થતા અટકી જશે અને વાળ કાળા પણ બની જશે.
5. સૌથી પહેલા જામફળના થોડા પાન લઈ લો, જયારે તમે નાહવા જાઓ એના 10-15 મિનિટ પહેલા પાનને પીસી લેવા, ત્યાર પછી તેને માથામાં લગાવીને બે મિનિટ માલિશ કરીને વાળમાં લગાવી રાખો અને નાહવા જાઓ ત્યારે વાળને ઠંડા સાદા પાણીથી ઘોઈ લેવા. આમ દરરોજ કરવાથી વાળ કાળા અને ભરાવદાર થઈ જશે.
6. રાત્રે સુતા પહેલા એક મુઠી જેટલા મેથી દાણા પલાળીને આખો રાત રહેવા દો, ત્યાર પછી તેને પીસીને પેસ્ટ બનાવી લો, ત્યાર પછી તે પેસ્ટમાં નારિયેળ તેલ મિક્સ કરીને વાળમાં અને વાળના મૂળમાં લગાવી દો. એક કલાક પછી આયુર્વેદિક શેમ્પુની મદદથી વાળને ઘોઈ દેવા. આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવો. થોડાજ દિવસમાં વાળ કાળા અને ભરાવદાર થઈ જશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહે