આપણા સ્વાસ્થ્ય માટે ઈલાયચી ખુબ જ લાભદાયક છે. તેનો ઉપયોગ રસોઈમાં અનેક રીતે કરવામાં આવે છે. ઈલાયચીનો ઉપયોગ આહારમાં અને ચા નો સ્વાદ વઘારવા માટે થાય છે. તેમાં આયર્ન, વિટામિન-બી, કેલ્શિયમ, વિટામિન-સી જેવા વિટામિન મળી આવે છે.
નાના દેખાતા આ ઈલાયચીના દાણા આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાયક છે. ઈલાયચીનો ઉપયોગ કરીને અનેક રોગમાં રાહત મેળવી શકાય છે. આજે આ આર્ટિકલમાં ઈલાયચી થી થતા ફાયદા વિશે જણાવીશું.
પાચનક્રિયાને સુઘારવા માટે ઈલાયચી ખુબ જ ફાયદાકારક છે. ખઘેલા ખોરાક ના પચવાના કારણે ગેસ, કબજિયાત, અપચો જેવી સમસ્યા થતી હોય છે તેને દૂર કરવા માટે ઈલાયચી ખુબ જ લાભદાયક છે. ઈચયચીનું સેવન કરવાથી પાચનક્રિયા ઝડપી બને છે.
ઘણા લોકો બોલતા હોય ત્યારે તેમના મોં માંથી દુર્ગઘ આવતી હોય છે તે દુર્ગઘ ને દૂર કરવા માટે ઈલાયચીનું સેવન કરવું જોઈએ. જેથી મોંમાં માંથી આવતી દુર્ગઘ આસાનીથી દૂર થઈ જાય.
ઈલાયચી ખુબ જ ગરમ હોય છે. માટે તે કફનાશકનું કામ કરે છે. માટે જો છાતીમાં, ફેફસામાં કે ગળામાં કફ જામી ગયો હોય તો તેને દૂર કરવા માટે ઈલાયચીનું સેવન કરવું જોઈએ. જેથી કફ સરળતાથી ગળફા વાટે બહાર નીકળી જાય.
આ માટે એક ગ્લાસ પાણી તેમાં એક ઈલાયચી અને એક આદુંનો નાનો ટુકડો, બે લવીંગ અને તુલસીના ચાર પાન મિક્સ કરીને પાણીને ગરમ કરી લો, ત્યાર પછી થોડું ઠંડુ થાય ત્યારે તેને પીં જવું. આ ઉકાળો પીવાથી ગમે તેવો કફ દૂર થઈ જાય છે.
પેશાબમાં થતી બળતરાને દૂર કરવા માટે પણ ઈલાયચી ખુબ જ ફાયદાકારક છે. આ માટે સૌથી પહેલા એક ઈલાયચીને ફોલીને તેને પીસી લો, ત્યાર પછી તેને એક ચમચી મઘ માં મિક્સ કરીને ખાઈ લો. આમ કરવાથી પેશાબમાં થતી બળતરા દૂર થઈ જશે.
ઈલાયચીની ચા નું સેવન કરવાથી શરીરમાં રહેલ અશુદ્ધિ બહાર નીકળી જાય છે. જેના કારણે આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. ઉપરાંત રક્ત પરિભ્રમણ પણ ખુબ જ સારું થાય છે. ઈલાયચીની ચા લોહીને શુદ્ધ કરે છે.