મોટાભાગે કમરના દુખાવાથી ઘણા લોકો પીડાતા હોય છે. કમરનો દુખાવો સતત એક જગ્યાએ બેસી રહેવાથી થતો હોય છે. આ ઉપરાંત વઘારે પડતી કસરત કરવાથી કે પછી વઘારે પડતા વજન ઉપાડવાથી કમરમાં દુખાવો થાય છે.
કમરનો દુખાવો નાના મોટા દરેક ને થાય છે. ઘણા લોકો ઓફિસમાં એક જગ્યાએ સતત બેસીને કામ કરતા હોય છે તેમને દુખાવો વધારે રહેતો હોય છે. માટે તેમને બેસીને કામ કારનું રહેતું હોય તો દર એક કલાકે ઉભા થઈ ને પાંચ મિનિટ માટે આંટા મારવા જોઈએ. અથવા ઉભા રહેવું.
કમરના દુખાવા રાહત મેળવવા માટે ઘણા લોકો મેડીકલમાં મળતી દવાઓ, આયુર્વેદિક દવાઓ, આયુર્વેદિક ઉપાય, તેલની માલિશ વગેરેનો ઉપયોગ કરીને કમરના દુખાવામાં રાહત મેળવવા માટે પ્રયત્નો કરતા હોય છે.
માટે આજે અમે તમને કમરના દુખાવામાં રાહત મેળવવાના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી કમરના દુખાવા માં ઘણી રાહત મેળવી શકો છો.
હળદર: હળદર આયુર્વેદિકનો રાજ કહેવામાં આવે છે. હળદર ઘણા રોગોને મટાડવામાં ખુબ જ ઉપયોગી છે. માટે જો તમને કમરના દુખાવાથી પરેશાન રહેતા હોય તો દરરોજ રાત્રે ગરમ દૂઘમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી કમરના દુખાવામાં રાહત મેળવી શકાય છે. દરરોજ પીવાથી કમરનો દુખાવો થોડા જ દિવસમાં દૂર થઈ જશે.
લસણ: લસણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત કમરના દુખાવાને દૂર કરવા માટે દસ લસણ લઈને તેને પરાખાણીમાં પીસી લો. હવે તે પીસેલા લસણ ને કમર પર મૂકી લગાવી દો. હવે તે જગ્યાએ ટુવાલને પીઠ પર બાંઘી રાખો. એક- બે કલાક રહેવા દો. જેથી કમરનો દુખાવો દૂર થઈ જશે.
ગરમ પાણી: સૌથી પહેલા થોડું પાણી ગરમ કરી લો ત્યાર પછી તેમાં મીઠું મિક્સ કરી લો, હવે તે પાણીથી નઈ લેવું. જો કમરનો દુખાવો રહેતો હોય તો દરરોજ આવી રીતે નાહવાથી દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત ગરમ પાણીમાં મીઠું નાખીને શેક કરવાથી કમરનો દુખાવો ઓછો થઈ જાય છે.
તેલ થી માલિશ કરવી: કમરના દુખાવામાં તેલથી માલિશ કરવાથી ઘણી રાહત થાય છે. માટે સરસોનું તેલ, બદામનું તેલ, ઓસથી બેસ્ટ માનવામાં આવે છે. માટે કમરના દુખાવાની જગ્યાએ લગાવીને માલિશ કરવાથી કમરના દુખાવા દૂર થાય છે. દરરોજ આખા શરીર પર માલિશ કરવાથી આપણા સ્નાયુઓ મજબૂત થાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.