દુનિયા માં ઘણા લોકો મચ્છર કરડવાથી બીમાર પડી જતા હોય છે. તેવામાં ઘણા લોકોને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો વધુ ફેલાતા હોય છે. તેવામાં ઘણા લોકો મચ્છરથી છુટકાળો મેળવવા માટે બજારમાં મળતી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે.
ઘણા લોકો મચ્છર મારવાનો સ્પ્રે, ઈલેક્ટ્રીક રેકેટ, અગરબત્તી, ધૂપ, ઓલઆઉટ વગેરે નો ઉપયોગ કરતા હોય છે. આ બધી વસ્તુનો ઉપયોગ કરવાથી તેમાંથી આવતી સુગંઘથી મચ્છર તો મરી જાય છે. પરંતુ તેની સુગંધ આપણા શ્વાસ દ્વારા આપણા શરીરમાં જાય છે જેના થી આપણા શરીરને નુકસાન થઈ શકે છે.
મચ્છરો ને દૂર કરવા માટે આપણી આજુ બાજુ વાળી જગ્યાએ કચરો, ગંદકી, પાણી ભરેલના રહે તેનું ખુબ જ ઘ્યાન રાખવું જોઈએ. જો આ બઘી વસ્તુનું ઘ્યાન રાખવામાં આવે તો આપણી આસપાસ મચ્છરનો ઉપદ્રવ ઓછો થશે. જેના કારણે મચ્છર વધારે જન્મ લેતા નથી.
આપણા ઘરમાં મચ્છરને દૂર રાખવા હોય તો બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર જ મચ્છરને મારવા અને ભગાડવા હોય તો આજે અમે તમારા માટે કુદરતી નુશખો લાવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી તમારા ઘરમાં મચ્છર પણ નહીં રહે અને તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ નહીં થાય.
મચ્છરને મારવા માટે આપણે જે નુસખો અજમાવાનો છે તેના માટે આપણે બે વસ્તુની જરૂર પડશે. આ માટે તમારે લીમડાનું તેલ અને કપૂર ની જરૂર પડશે. લીમડાનું તેલ બનાવવા માટે સૌથી પહેલા લીમડાના થોડા પાન લઈ લો હવે એક પેન માં એકે ગ્લાસ પાણી નાખીને ગરમ કરવા મુકો, ત્યાર પછી તેમાં લીમડાના પાન નાખીને ઉકળવા દો.
બરાબર ઉકાળીને અડધું થઈ જાય ત્યાર પછી તેને ગાળી લેવું. હવે આ તેલનો ઉપયોગ કરવો, હવે ત્ચાર થી પાંચ કપૂરની ગોટી લઈને તેને પીસી ને ભૂકો બનાવી લો, હવે તે ભૂકાને લીમડાના બનાવેલ તેલમાં મિક્સ કરીને બરાબર હલાવી દો.
હવે એક ઓલઆઉટ નું મશીન લઈ લેવું. ત્યાર પછી તેમાં નીચે જે ડબી આવે છે તે ડબી માં આ કપૂર અને લીંબડાનું મિક્સ કરેલ તેલ તેમાં નાખી દો. હવે તે ડબ્બીને ઓલઆઉટ મશીન માં ફિટ કરીને ચાલુ કરી લો.
આ કુદરતી ઉપાય તમારા ઘરમાં આવતા મચ્છર ને દૂર રાખવામાં મદદ કરશે અને મચ્છરનો નાશ પણ કરશે. આ માંથી આવતી સ્મેલ આપણા સ્વાસ્થ્ય ને કોઈ પણ નુકશાન પહોંચાડશે નહીં. માટે ઘરના મચ્છરને ભગાડવા માટે આ ખુબ જ અસરકારક સાબિત થશે.
જો તમે પણ મચ્છર કરડવાથી બીમાર થઈ જાઓ છો અને બજારમાં મળતી પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર મચ્છરને દૂર કરવા હોય અને બીમારીથી બચવું હોય તો આ લીમડાની તેલ અને કપૂર ખુબ જ કારગર નીવડશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.