પથરી થવી એક એવી સમસ્યા છે જેને શબ્દોમાં વર્ણન કરી શકીએ તેમ નથી. પથરી જેને થાય છે તેને ખુબજ અસહ્ય પીડાથી પસાર થવું પડે છે. પથરી એક ક્રિસ્ટલ સ્ફટિકનો બનેલો નક્કર સમૂહ હોય છે જેને આપણે ક્ષાર તરીકે જાણીએ છીએ. ક્રિસ્ટલ મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે.

આમાં કેલ્શિયમ ઓક્ઝીલેટ સૌથી મુખ્ય છે. પથરી થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. આ કારણોમાં પહેલું અને મહત્વનું કારણ પાણી છે. જો શરીરમાં જરૂરી પાણી પીવામાં ન આવે તો પથરી બનાવની સંભાવના વધુ રહે છે.

જરૂર કરતા પાણી ઓછું પીવાના કારણે પેશાબ ઘટ્ટ થાય છે અને જેમાં રહેલા ક્ષાર ધોવાઈને બહાર નીકળવાની જગ્યાએ કીડનીમાં અને કિડનીમાંથી બહાર નીકળતી પેશાબની નળીઓમાં જમાં થવા લાગે છે અને પછી ઘણા બધા ક્રિસ્ટલ ભેગા થઈને પથરીનું સ્વરૂપ લે છે.

આ સાથે તમને જણાવીએ કે પથરી થવાનું બીજું કારણ વધુ પડતું ક્ષારવાળું પાણી માનવામાં આવે છે. જે પાણી તમે પીવો છો તે પાણી વધુ ક્ષારવાળું હોય તો પથરી થવાની સંભાવના રહે છે. આ સાથે જે લોકોનું વજન વધારે છે અને પેટની આજુબાજુ ચરબીનું પ્રમાણ ખુબ જ વધુ છે તેવા લોકોને પથરી બનવાનું જોખમ ઘણું વધી જાય છે.

તમને જણાવીએ કે કળથીનો પ્રયોગ પથરીના ઈલાજ માટે ખુબ જ ઉપયોગી છે એટલે કે કળથીનો ઉપયોગ કરીને તમે તમારી પથરીને મટાડી શકો છો. ઘણા લોકોએ કળથીનું નામ સસાંભળ્યું હશે. કળથી ત્રણ પ્રકારની મળે છે.

જેમાં કાળી કળથી, સફેદ કળથી અને લાલ કળથી એમ ત્રણ પ્રકારની કળથી નો સમાવેશ થાય છે. આ ત્રણેય કળથીમાં કાળી કળ પથરીના ઇલાજમાં ખુબ જ ઉપયોગી છે. હવે જાણીએ કાળી કળથી નો ઉપાય કેવી રીતે કરવો: સૌ પ્રથમ રાત્રે સૂતી વખતે 50 ગ્રામ કાળી કળથી ને 800 મિલી પાણીની અંદર પલાળી દેવી.

સવારે ઉઠીને આ કળથીને બરાબર મસળી નાખવી. સારી રીતે કળથીને મસળી લીધા બાદ કળથીને કપડાથી ગાળી લેવી. ત્યાબાદ આ પાણીને પી લેવું. આ રીતે આ પ્રયોગ દોઢથી બે મહિના સુધી કરવાથી તમારી પથરી ચોક્કસ મટી જશે. આ પ્રયોગ કરતા થોડો સમય વધુ લાગે છે પરંતુ પથરી 100 ટકા મટી જાય છે.

કારેલા ખાવા ઘણા લોકો ઓછું પસંદ કરે છે કારણકે કરેલા સ્વાદમાં ખુબ કડવા હોય છે, પરંતુ તમને જણાવીએ કે કડવા કરેલા પથરીમાં રામબાણ ની જેવું કામ કરે છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નામના તત્વ હોય છે, જે પથરીને બનતા રોકે છે.

જે લોકોને પથરીની સમસ્યા છે જે લોકોએ બે નાની ચમચી કારેલાના રસને સવાર સાંજ 10 1થી 12 દિવસ પીવો. આ ઉપાય કરવાથી નાના નાના કણોમાં પથરી તૂટીને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

જે લોકોનું વજન વધુ હોય અને વજન ઘટાડવા માટેનું ઓપરેશન કરાવેલું હોય, તેવા લોકોને પણ પથરીની સમસ્યાનું જોખમ વધી જાય છે. જે લોકોના ઘરે બે કે તેથી વધુ લોકોને પથરી થઇ હોય તેવા લોકો જો કાળજી ન લે તો તેમને પણ પથરી થઈ શકે છે. તમને જણાવીએ કે અમુક પ્રકારના ખોરાક લેવાથી પણ પથરીની સમસ્યા પેદા થઈ શકે છે.

પથરી થાય તો અજમાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. અજમો પથરીમાં બમણો લાભ કરાવે છે. અજમાનું સેવન કરવાથી પેશાબ વધુ આવે છે અને તે પથરીના ઉત્પતિનો નાશ કરે છે, એટલે કે પથરી ફરી વખત બનવા દેતું નથી. આ ઉપાય માટે રોજ સવારે એક ચમચી અજમાને ગરમ પાણી સાથે લો.

આ ઉપાયથી એક મહિનામાં પથરીમાંથી છુટકારો મળે છે. જે લોકોને પથરી થઈ હોય તે જાણે જ છે કે પથરી ની સમસ્યામાં અસહ્ય દુખાવો થાય છે. પથરીનો દુખાવો મોટાભાગે પેટના નીચેના ભાગમા અથવા કમરના નીચેના ભાગમાં, ડાબી અથવા જમણી અથવા બંને બાજુ થાય છે.

મોટા ભાગે જોવા મળે છે કે જયારે પથરી તેની જગ્યાએથી ખચતી હોય ત્યારે દુખાવો ખુબ જ વધારે પ્રમાણમાં થાય છે. જયારે પણ આ દુખાવો થાય છે ત્યારે ઘણા લોકો જમીન પર આળોટે છે તો ઘણા લોકો નીચે બેસી પણ શકતા નથી.

જયારે પણ પથરી ની સંભાવના હોય ત્યારે પેશાબ લાલ અથવા કાળા કલરનો થવો, ઉલટી અને ઠંડી લાગવી અને વારંવાર પેશાબની જવાની ઈચ્છા થાય છે. ઘણી વાર થરીને લીધે તાવ પણ આવે છે. જો પથરી મોટી હોય અને પેશાબની નળીને બ્લોક કરી દે, તો કિડનીમાં દબાણ વધી જાય છે અને તેના લીધે કીડનીને પણ નુકશાન થઈ શકે છે.

જે લોકોને પથરી થઇ હોય તેવા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પથરીનાં દર્દીએ વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પાણી શરીરમાં રહેલા દરેક પ્રકારના હાનીકારક દ્રવ્યોને પેશાબ દ્વારા બહાર કાઢવામાં મદદ કર છે. જો તમે પાણી વધુ ના પી શકો તો તમે બીજા જ્યુસ જેવા કે લીંબુ સરબત, મોસંબી અને નારંગીના જ્યુસ વધારે પ્રમાણમાં પી શકો છો.

આ સાથે ખોરાકમાં પણ કાળજી રાખવી જરૂરી છે. ખોરાકમાં કેલ્શિયમથી ભરપુર ખોરાક જેવા કે દૂધ, દહીં, માખણ, ઘી, છાશ, લીલા શાકભાજી વગેરે જેવી વસ્તુનું બને તેમ વધારે પ્રમાણમાં લેવી. પથરીના દર્દીએ માછલી, ઈંડા જેવી માંસાહારી વસ્તુઓ ખાવાની બંધ કરી દેવી જોઈએ કારણકે તે તમને નુકશાન કરી શકે છે.

પથરીના દર્દમાં ઘરગથ્થું ઉપાય તરીકે તુલસીનો રસ અને મધને મિક્સ કરીને સેવન કરવાથી પથરીનો દુખાવો ઓછો થાય છે અને પથરીની સાઈઝ ઘટાડવા માટે પણ આ ઉપાય ઉપયોગી સાબિત થઇ શકે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *