જો તમારું વજન જરૂર કરતા વધુ છે અને તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો આ માહિતી તમારા માટે કામની સાબિત થઇ શકે છે. વજન વધવા માટે આપણી ખાવાની ખોટી આદતો અને ખોટી લાઈફસ્ટાઈલ જવાબદાર હોય છે. હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો વજન વધારે હોવાને કારણે શરીરમાં અનેક બીમારીઓ જન્મ લઇ શકે છે.
આજના સમયમાં વધારે વજન અને વધારે શરીર હોવું એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. વજન વધારે હોવું એક એવી સમસ્યા છે કે જેનો ઈલાજ દરેક વ્યક્તિ શોધતો જ હોય છે. ઘણા ઉપાયો કર્યા પછી પણ ઘણા લોકોને આ સમસ્યામાંથી છુટકારો મળી શકતો નથી.
ફાંદ વધવાથી ઘણા લોકો શરમ અનુભવતા હોય છે. વજન ઘટાડવા માટે જો આયુર્વેદનો સહારો લેવામાં આવે તો વજનને આસાનીથી ઘટાડી શકાય છે. જો શરીરનું નિયમિત શુદ્ધિકરણ કરવામાં આવે તો વજનની સમસ્યાને ઠીક કરી શકાય છે. આ માટે ઘરેલુ ઉપાય કારગર સાબિત થાય છે.
તુલસી અને અજમાનું ડ્રીંક: અજમો અને તુલસી બંને સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તુલસી એક આયુર્વેદિક ઔષધી માનવામાં આવે છે. અજમા અને તુલસીનું વસ્તુનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યના લાભો પણ મળે છે. તુલસી અને અજમામાં રહેલા પોષકતત્વોને લીધે તેના ડ્રીંકથી વજન ઉતારવામાં મદદ મળે છે.
તુલસી મેટાબોલીઝ્મને વધારે છે, તેમજ ગેસ્ટ્રીક જ્યુસને રીલીઝ કરવામાં મદદ કરે છે. આ રીતે થતી પ્રક્રિયાને લીધે તુલસી અને અજમાનું જ્યુસ શરીરમાં રહેલી વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.
તુલસી અને અજમાનું ડ્રીંક બનાવવા માટે એક ગ્લાસ પાણી લેવું. આ પાણીમાં 1 ચમચી અજમો નાખવો. આ અજમાને પાણીમાં આખી રાત પલળવા દેવો. સવારે તેમાં 5 થી 7 તુલસીના પાંદડા નાખીને તેને ગરમ કરવું. જયારે પાણી બળીને અડધું થાય ત્યારે ગેસ પરથી ઉતારી લેવું અને પછી ગાળી લેવું.
જયારે પાણી પીવાલાયક ગરમ રહે ત્યારે ધીરે ધીરે તેનું સેવન કરવું. આ રીતે ગરમ કરીને તુલસી અને અજમાનું ડ્રિક પીવાથી શરીરમાં ખુબ ફાયદો થાય છે. શરદી અને ખાંસીના ઈલાજ માટે પણ તુલસીનો ઉપયોગ ઘરેલુ ઉપચાર તરીકે કરવામાં આવે છે.
શરીરમાં કોઈ જગ્યાએ ઈજા થાય ત્યારે તુલસીના પાંદડા અને ફટકડીને સાથે લગાવવાથી ઘા દૂર થાય છે. તુલસીમાંથી બનાવેલું આ ડ્રીંક શરીરમાં થતા સાંધાના દુખાવા, વાયરલ ચેપ, એસીડીટી, કબજીયાતમાં પણ ઉપયોગી છે. આ ડ્રીંક નું સેવન કરવાથી સાંધાના દુખાવા પણ શાંત રહે છે.
આ સાથે જો તમે કેટલીક ટિપ્સ અનુસરો છો તો પણ તમારું વજન ઘટી શકે છે. જો તમારું વજન વધુ છે તો સવારે ઊઠીને ચાલવા જવું અને વ્યાયામ કરવો. સૂવાના બે કલાક પહેલા ભોજન કરી લેવું. રાતે બને તેમ સામાન્ય અને હળવો ખોરાક લેવો જે ઝડપથી પચે શકે.
આ સાથે સાથે વજન ઘટાડવા માટે આહાર યોજનામાં પોષક તત્વોને સમાવેશ કરો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.