અત્યારના સમયમાં દરેક વ્યક્તિની જીવન શૈલી ભગદોડ ભરી થઈ ગઈ છે. તેવામાં ઘણા લોકો પોતાની મોજીલી જિંદગી જીવતા હોય છે. જેના કારણે તે પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ઘ્યાન આપી શકતા નથી. જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ આપણી દરેક વ્યકતિની જરૂરિયાત પણ વઘતી જાય છે.

જેટલી જરૂરિયાત વધે છે તેટલીજ બીમારીઓ પણ વઘતી જાય છે. મોટાભાગે આપણા શરીરમાં એવી ઘણી બીમારી છે જે પહેલાના જમાનામાં વૃધ્ધો એટલે કે 65-70 વર્ષની ઉંમરે જે સમસ્યા થતી હતી તે સમસ્યા અત્યારના સમયમાં 35-40 વર્ષની ઉંમરે પણ વધુ જોવા મળી રહી છે.

અત્યારના સમયમાં ચાલી રહેલ આધુનિક ટેક્નોલોજીના જમાનામાં 35-40 વર્ષ ની ઉંમરે ઘણા લોકો સાંઘાના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. હાલમાં ચાલી રહેલ મોજીલી જીવન શૈલીમાં કોઈ પણ ઉંમરે સાંઘાના દુખાવા થઈ શકે છે.

જો નાની ઉંમર માં જ સાંઘાના દુખાવા થવા લાગે તો જેમ જેમ ઉંમર વધવા લાગે તેમ તેમ દુખાવા વધુ થવા લાગે છે. જેના કારણે વૃદ્ધા વસ્થામાં ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

જો આપણા શરીરમાં નાની ઉંમરમાં જ આહાર લેવામાં કેલ્શિયમ ની ઉણપ હોય તો આપણા શરીરમાં હાડકા નબળા પડે છે જેથી સાંધાના દુખાવા થવાનું શરુ થઈ જાય છે. સાંઘાના દુખાવા થવાથી માલિશ કરવાનું તેલ અને દવાઓ પણ મળી આવે છે જેથી રાહત મેળવી શક્ય છે.

જો આપણે આપણા રોજિંદા આહારમાં પૂરતું ઘ્યાન આપી શું તો આપણા શરીરને જરૂરી એવા દરેક પોષક તત્વો આહાર માંથી જ સરળતાથી મેળવી શકીશું. માટે આજે અમે તમને સાંધા ના દુખાવામાં રાહત મેળવવાના કેટલાક ઉપાય જણાવીશું જેની મદદથી તમે સાંઘાના દુખાવા રાહત મેળવી શકશો.

લસણ: લસણ ગઠિયાના દુખાવા ખુબ જ ફાયદાકારક છે. આ માટે બેઠી ત્રણ લસણ ની લઈને તેને એરંડિયાના તેલમાં ફ્રાય કરીને જ્યાં દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવવો. જો તમે સાંઘાના દુખાવા ખુબ જ પરેશાન કરતા હોય તો આ આ ફ્રાય કરેલ લસણ ખુબ જ અસરકારક સાબિત થશે.

સૂંઠ: સૂંઠ એક આયુર્વેદિક ઔષધિનું કામ કરે છે. આદુને સૂકવીને તેનો પાવડર બનાવવા માં આવે તેને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઢ સાંધાના દુખાવા ખુબ જ ફાયદાકારક છે. તેનું સેવન કોઈ પણ સમયે કરી શકો છો. જો શરીરમાં કોઈ પણ દુખાવો જેવો કે કમરનો, ઘુંટણનો, સાંઘાનો દુખાવો હોય તો દિવસમાં બે વખત સૂંઠ ની અડઘી ચમચી ફાકી જવાની છે. જેથી દુખાવામાં ઝડપથી રાહત મળી રહે.

એંરડાનું તેલ: સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે એરંડિયાનું તેલ ખુબજ કારગર સાબિત થશે. માટે સવારે અને રાત્રે સુતા પહેલા આ તેલથી માલિશ કરવાની છે. જેથી થોડા જ દિવસમાં દુખાવા રાહત મળી જશે.

જો તમને પણ સાંઘાના દુખાવા નાની ઉમર થતા હોય તો તમે પણ યોગ્ય અને પોષ્ટીક આહારનું સેવન કરવું જોઈએ. સાથે આ ઉપાયનો ઉપયોગ કરીને તમે હાડકાને મજબૂત બનાવીને સાંઘાના દુખાવામાં રાહત મેળવી શકો છો. આ ઉપરાંત સાંધાના દુખાવા થવા દેવા ના હોય તો આ વસ્તુનું 20 વર્ષની ઉંમરથી સેવન કરવાનું ચાલુ કરી દેવું જેથી 35-40ની ઉંમરે હાડકા મજબૂત થાય અને 60 વર્ષની ઉંમરે પણ સાંઘા દુખાવાની સમસ્યા થશે નહીં.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *