અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પોતાને સ્વસ્થ રાખવા માટે અને અનેક બીમારીના શિકાર થી બચવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા ઘણા પ્રયત્નો કરે છે. કારણે જો આપણા શરીરમાં ઈમ્યુનિટી પાવર વઘારે હશે તો આપણા શરીરમાં કોઈ પણ વાયરલ બીમારી આપણી આસપાસ પણ આવશે નહીં.
માટે કેટલાક નિષ્ણાતો અનુસાર જાણવા મળ્યું છે કે જો ઈમ્યુનીટી પાવર ને બુસ્ટ કરવું હોય તો આહારમાં કેટલાક શાકભાજી અને ફળો નું સેવન કરવું જોઈએ. જે આપણી ઈમ્યુનિટીને વઘારે અને આપણા શરીરને ઘણી બીમારીથી બચવામાં મદદ કરશે.
આમ જોવા જઈએ તો આપણા શરીરમાં ઈમ્યુનિટી વધારવી હોય તો વિટામિન-સી યુક્ત આહારનું સેવન કરવાનું શરુ કરવું જોઈએ. જે પાણી રોગપ્રતિકારક શક્તિ પણ અને મેટાબોલિઝમ ને પણ વઘારે છે. જેથી આપણા શરીર અનેક વાયરલ રોગથી બચાવે છે.
માટે આજે અમે તમને એવા કેટલાક ફળ વિશે જણાવીશું જેનું સેવન કરવાથી સરળતાથી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે. તો ચાલો જાણીએ ફળો વિશે વધુ માહિતી.
મોસંબી: આ ફળ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને ખાટું છે. જેમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી આવે છે. આ ઉપરાંત તે ફળમાં ફાયબર, પોટેશિયમ, જેવા તત્વોનો સ્ત્રોત પણ મળી આવે છે. માટે તેનું નિયમિત સેવન કરવાથી ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે. આ ઉપરત તે મોટાપાની સમસ્યા ને પણ દૂર કરવામાં મદદ કરે છે. માટે મોસંબીનું નિયમિત પણે સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
લીંબુ: લીંબુ દેખાવમાં ખુબ જ નાનું છે પરંતુ તેમાં ઔષઘીય ગુણ મળી આવે છે. લીંબુ ખાટું હોય છે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી આવે છે. આ માટે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ અને એક ચમચી મઘ મિક્સ કરીને પીવાથી સહરીરમાં ઈમ્યુનિટી વઘે છે.
આમળા: દરરોજ એક આમળાનું સેવન કરવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે. તેમાં વિટામિન-સી, આયર્ન, એન્ટીઓક્સીડેન્ટ જેવા તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે.તેનું નિયમિત સેવન કરવાથી ચહેરા પરની કરચલીને દૂર કરીને જવાન બનાવી રાખવામાં મદદ કરે છે.
પપૈયા: પપૈયામાં વિટામિન-સી અને ફાયબર સારી માત્રામાં મળી આવે છે જે આપણી પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત આપણા શરીરમાં ઈમ્યુનીટી પાવર વધારવામાં પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમાં રહેલ તત્વ આપણા શરીરને ડીટોક્સ કરવાનું કામ કરે છે.
શરીરને મજબૂત અને અનેક રોગો સામે લડી શકે તેવું બનાવવા માટે દરરોજ આ માંથી કોઈ પણ એક ફળનું સેવન કરવું જોઈએ. જેથી આપણા શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ દૂર થાય. આ ઉપરાંત દરરોજ આ ખાટા ફળનું સેવન કરવાથી આપણા શરીરમાં ભરપૂર એનર્જી મળી રહેશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.