હાડકા અને સાંધાના દુખાવા કેલ્શિયમ ની ઉણપને કારણે થતા હોય છે. આપણા શરીર માટે કેલ્શિયમ હોવું ખુબ જ જરૂરી છે. આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ થવાના કારણે હાડકા નબળા પડે છે.
હાડકા નબળા પડવાથી સાંધાના દુખાવા, કમરના દુખાવા, ઘુંટણના દુખાવા જેવી સમસ્યા થાય છે. અત્યરના સમયમાં મોટા ભાગે ઘણા લોકો કેલ્શિયમની ઉણપના શિકાર જોવા મળે છે જેના કારણે 40-45 વર્ષની ઉંમરે શરીરમાં દુખાવા થવાનું શરુ થઈ જાય છે.
ઘણા લોકો કેલ્શિયમની ઉણપ થવાના કારણે કેલ્શિયમની ભરપૂર ગોળીઓનું સેવન કરે છે. પરંતુ દવા નું સેવન કર્યા વગર જો યોગ્ય કેલ્શિયમ યુક્ત આહાર નું સેવન કરવામાં આવે તો કેલ્શિયમની ઉણપ ખુબ જ સરળતાથી દૂર કરી શકાય છે.
આપણા હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ યુક્ત આહારનું સેવન કરવું જોઈએ. જેથી આપણા શરીરને પૂરતું કેલ્શિયમ મળી રહે. કેલ્શિયમ મુખ્યત્વે દૂધ, દહીં, લીલા શાકભાજી, ડેરી પ્રોડક્ટ, ફળો વગેરે માંથી સરળતાથી કેલ્શિયમ મળી આવે છે.
કેલ્શિયમની ઉણપ નાના બાળકોમાં વધુ જોવા મળે છે જેથી તેમના હાડકા નબળા થઈ જાય છે અને તેમનો વિકાસ પણ અટકી જાય છે. માટે નાના બાળકોના તંદુરસ્તી જાળવી રાખવા માટે કેલ્શિયમ યુક્ત આહારનું સેવન કરાવવું જોઈએ.
આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જવાથી ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુ વિશે જણાવીશું જેનું સેવન કરવાથી આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરશે.
દૂઘ: દૂધ માં ભરપૂર કેલ્શિયમ મળી આવે છે. જે હાડકાને મજબૂત બનાવી રાખવાનું કામ કરે છે. ગાયનું દૂધ, ભેંસનું દૂધ, બકરીનું દૂધ દરેકમાં કેલ્શિયમની માત્રા સારી મળી આવે છે. માટે કોઈ પણ દૂઘનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થશે.
દૂઘને પોષ્ટીક આહાર માનવામાં આવે છે. માટે દરરોજ સવારે અને રાત્રે એક એક ગ્લાસ દૂધ નું સેવન કરવું જોઈએ. જેથી આપણા શરીરમા કેલ્શિયમની ઉણપ હોય તો તે દૂર થઈ જાય છે. આ આ ઉપરાંત દૂધનું સેવન કરવાથી આપણા શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે. આ ઉપરાંત શારીરિક નબળાઈ, થાક વગેરેને દૂર કરવામાં મહત્વ પૂર્ણ સાબિત થશે.
દહીં: દહીં માં કેલ્શિયમ સારી માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત તેમાં વિટામિન-બી12, પોટેશિયમ, વિટામિન-બી જેવા તતવો મળી આવે છે. દહીં સ્વાદ માં ખાટું અને સ્વાદિષ્ટ લાગે છે. માટે ભોજન સાથે તેનું સેવન કરી શકાય છે. દહીં આપણા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તેનું સેવન કરીને કેલ્શિયમની ઉણપ પુરી કરી શકાય છે.
કાળા તલ: કાળા તલ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. કાળા તલમાં કેલ્શિયમ રહેલ છે જે આપણા શરીરમાં કેલ્શિયની ઉણપ ને પુરી કરીને હાડકાને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. માટે કાળા તલનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત સાંધાના દુખાવા પર કાળા તલ ના તેલની માલિશ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મેળવી શકાય છે.
આમ જોવા જઈએ લીલા શાકભાજી દરેક ઋતુમાં મળી આવે છે પરંતુ શિયાળા માં ભરપૂર માત્રામાં લીલા શાકભાજી મળી આવે છે. લીલા શાકભાજીમાં કેલ્શિયમ ઉપરાંત અન્ય પોષક તત્વો મળી આવે છે આપણા શરીરને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. માટે હંમેશા લીલા શાકભાજી મળે તો તેનું સેવન જરૂર કરી લેવું જોઈએ.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.