દરેક વ્યકતિની જીવન જીવવાની જીવન શૈલી અલગ અલગ હોય છે. હાલમાં દરેક વ્યકતિ પોતાના અલગ અલગ કામમાં ખુબ જ વ્યસ્ત હોય છે. તેવામાં ઘણી વખત તેમને ઘણી પરેશાનીઓ આવતી હોય છે.
ખાસ કરીને ઘણા લોકો ઓફિસનનું કામ, ઘરનું કામ, વ્યવહારિક કામ જેવા અનેક કામ કરતા હોય છે. પરંતુ તેવામાં ઘણા લોકો ઓફિસના કામમાં વધારે પડતા લોડના કારણે કામ ના પૂરું કરી શકવાના હોવાથી તે વ્યક્તિ ખુબ જ ડિપ્રેશન માં આવી જતા હોય છે.
કામનું વધારે પ્રેશર આવી જવાથી ઘણા ટેન્શન માં આવી જતા હોય છે. જેથી માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળતી હોય છે. માનસિક અને શારીરિક સમસ્યા ને દૂર કરવા માટે યોગ કરવા જોઈએ.
અત્યારના સમયમાં નાના મોટા દરેક વ્યકતિ હતાશા, નિરાશા, ચિંતા, ડિપ્રેશન જેવી સમસ્યામાં જલ્દી આવી જતા હોય છે. માટે યોગ નિષ્ણાત અનુસાર જાણવા મળ્યું છે કે માનસિક બીમારીની સમસ્યા ને દૂર કરવા માટે યોગ એક ઉત્તમ વિકલ્પ છે.
યોગ કરવાથી મન શાંત થાય છે જેથી ડિપ્રેશન, તણાવ, ચિંતા વેગેરેને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમારે દરરોજ 10 મિનિટ આ બે યોગ કરવા પડશે. જે તમારા માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખશે. માટે આજે અમે તમને બે યોગ કરવાના ફાયદા વિશે જણાવીશું. આ યોગ તમારી માનસિક બીમારીને દૂર કરવામાં મદદ કરશે.
પ્રણાયામ યોગ: દરરોજ પાંચ મિનિટ આ યોગ કરવાથી મન શાંત થાય છે. આ યોગ સવારે વહેલા ઉઠીને ગાર્ડન માં કે ખુલી જગ્યાએ કરવાનો છે જેથી આપણા શરીરમાં શુદ્ધ ઓક્સિજન મળી રહે. યોગ કરવાથી મગજની કાર્યપ્રણાલી સારી રીતે કામ કરે છે. જેથી મગજ શાંત થાય છે.
આ યોગ કરવાથી માનસિક બીમારી માં રાહત મળે છે. આ ઉપરાંત આ યોગ કરવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. લોહીનું યોગ્ય પરિવહન થાય છે. દરરોજ આ યોગ કરવામાં આવે તો આપણો કહો દિવસ ઉર્જાવાન રહે છે. આ યોગ તમે રાત્રે સુતા પહેલા પણ કરી શકો છો જેથી સારી ઊંઘ લાવવામાં મદદ મળે છે.
ઘ્યાન મુદ્રા: દરરોજ 5 મિનિટ ઘ્યાન કરવાથી આપણા મગજમાં આવતા ખરાબ વિચારો દૂર થાય છે. દરરોજ સવારે ઉઠીને 5 મિનિટ કરવાથી મન શાંત થાય છે અને સારા વિચાર લાવવામાં મદદ કરે છે. શરૂઆત માં કરતા થોડું કઠિન લાગશે પરંતુ દરરોજ કરવાથી તેનો સારો ફાયદો જોવા મળશે. તે માનસિક તણાવ અને ટેંશન ને દૂર કરવામાં મદદ કરે છે. ઘ્યાન કરતી વખતે માત્ર ઘ્યાન કરવામાં જ ઘ્યાન રાખવાનું છે.
દરરોજ યોગ કરવાથી મગજના સેરોટોનિન હોર્મોન્સ ની માત્રાને વઘારે છે. જે ચિંતાને મુકત કરવામાં મદદ કરે છે. દરરોજ યોગને હંમેશા માટે દિવસની શરૂઆતમાં 10 મિનિટ કરવાથી હંમેશા ખુશ અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. આ ઉપરાંત માનસિક બીમારીને દૂર કરવામાં માટે આ યોગ ખુબ જ અસરકારક સાબિત થાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.