આજકાલની દોડાદોડ વારી અને અનિયમિત જીવનધોરણ ને લીધે પેટની સમસ્યા વધુ જોવા મળે છે. ખાવાની ખોટી આદતો જેવી કે તળેલું, શેકેલું અને વધુ મસલાદાર ખાવાના ઉપયોગને લીધે એસીડીટી ની સમસ્યા થાય છે. ખાસ કરીને ખાવાનો અનિયમિત સમય પણ એસીડીટી થવાનું કારણ છે.
એસીડીટી થવી એ પાચન તંત્રનો રોગ ગણી શકાય છે એટલા માટે તેની સારવાર વહેલી તકે થવી ખુબજ જરૂરી છે. આ સમસ્યામાં સારવાર કરવામાં આવે તો તમારા આંતરડા પર તેની અસર થઇ શકે છે અને પેટમાં સોજો પણ આવી શકે છે. એસીડીટી એટલે શું ઘણા લોકો જાણતા નથી.
તેમને જણાવીએ કે પેટમાં જયારે સામાન્ય થી વધુ પ્રમાણમાં એસીડ નીકળે છે તો તેને એસીડીટી કહેવામાં આવે છે. એસીડીટી થાય તો તેના માટે ઘરેલુ ઉપાય કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. તો ચાલો જાણીએ એસીડીટી માટેના કેટલાક ઘરેલુ ઉપાય વિષે.
સાકર અને દૂધ: સાકર અને દૂધ એસીડીટી દુર કરવા માટેનો ઉત્તમ ઉલાજ છે. દુધમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે. જો ઠંડા દૂધમાં સાકર ખાંડીને અથવા તો સાકર ને વાટીને દૂધમાં ઓગાળી પીવામાં આવે તો એસીડીટી મટી જાય છે. આ પ્રયોગ કરવાથી જો તમને ખાટા ઓડકારો અને ગળામાં બળવાની સમસ્યા રહેતી હોય તો તે પણ દૂર થાય છે.
ત્રિફળા ચૂર્ણ: એસીડીટીની સમસ્યામાં ત્રિફળા ચૂર્ણ રામબાણ સાબિત થઇ શકે છે. ત્રિફળા ચૂર્ણને દૂધ સાથે લેવાથી એસીડીટી દુર થાય છે. આ સાથે ત્રિફળા ચૂર્ણ આંખના રોગો, મોતિય બિંદ અને હાઈ બ્લડપ્રેશર માં પણ ફાયદાકારક સાબિત થાય છે.
વરીયાળી, આમળા અને ગુલાબ: વરીયાળી, આમળા અને ગુલાબના ફૂલનું ચૂર્ણ બનાવી અને તેને સવાર અને સાંજ અડધી અડધી ચમચી લેવામાં આવે તો પણ એસીડીટીમાંથી છુટકારો મેળવી શકાય છે. શિયાળામાં મળતા મૂળાને સલાડ તરીકે અથવા તો મૂળા ઉપર કાળા મરી અને કાળું મીઠું છાંટીને ખાવાથી પણ એસીડીટી દૂર થાય છે.
ફુદીનાના પાન: ફુદીનાના પાન શરદી, ઉધરસ જેવી શરીરમાં થતી નાની મોટી સમસ્યામાં રામબાણ સાબિત થાય છે આ સાથે તે એસીડીટી ને દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. ફુદીનાના થોડા પાંદડાને પાણીમાં નાખીને ઉકાળી લેવા અને રોજ ખાધા પછી આ પાણીનું સેવન કરવું. આ ઉપાય કરવાથી એસીડીટી દૂર થશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.