હાલમાં થતા વાતાવરણમાં બદલાવના કારણે ઘણી વાયરલ બીમારી થવાનું જોખમ રહેતું હોય છે. વધારે પડતા ધૂળ અને માટી કે ધુમાડા પ્રદુષણ કારણે તેના નાના સુક્ષમ કણો આપણે શ્વાસ લેવાથી આપણા શરીમાં આવે છે.
આપણા શ્વાસનળી માં થઈને તે બધા રજકણો આપણા ફેફસામાં જમા થાય છે. જેના લીઘે વાયરલ નાની મોટી બીમારી ના શિકાર થઈ જતા હોય છે. માટે આપણે વાયરલ બીમારીથી દૂર રહેવા રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ.
આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય પ્રોટીન યુક્ત આહારનું પણ સેવન કરવું જોઈએ. જો આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો આપણા શરીરથી રોગો ઘણા દૂર રહેશે. રોગપ્રતિકારક શક્તિને ધરે બેસીને જ કેટલાક ઘરઘથ્થું ઉપાય કરીને પણ મજબૂત બનાવી શક્ય છે.
આ માટે આજે અમે રોગપ્રતિકારક શકતીને મજબૂત કરવાના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. આ ઉપાય ખુબ જ સરળ અને 100% અસરકારક સાબિત થશે. જેથી આપણું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહે અને નિરોગી રાખવામાં મદદ કરશે.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાના ઘરેલુ ઉપાય: રોગપ્રતિકારક શકતીને ઝડપથી વઘારવા માટે હર્બલ ઉકાળો ખુબ જ કારગર સાબિત થશે. આ માટે તુલસીના 5 પાન, આદુંનો એક ટુકડો, બે કાળામરી પાવડર, 5 નંગ સૂકી દ્રાક્ષ આ બધાને એક ગ્લાસ પાણી નાખીને એક પેનમાં ઉકાળી લેવું.
ત્યાર પછી અડધું થઈ જાય ત્યારે નીચે ઉતારીને થોડું પીવા લાયક થઈ જાય ત્યારે આ ઉકાળો પી જવો. આ ઉકાળો પીવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે. આ ઉપરાંત આપણા શરીરમાં થતા અનેક રોગ સામે લડવાની ક્ષમતા આપે છે.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે એક કપ દૂધ માં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી સવારે અને રાત્રીના સમયે પી જવું. દૂધ અને હળદરનું સેવન આપણા શરીરમાં ભરપૂર એનર્જીનો સંચાર થાય છે. આ ઉપરાંત રોજ આ પીણું પીવાથી શરદી, ખાંસી, કફ ની સમસ્યા ક્યારેય થશે નહીં.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી હોય તો દરરોજ ગોળનું સેવન કરવું જોઈએ. આ માટે દિવસમાં ત્રણ વખત દેશી ગોળનું સેવન કરવું જોઈએ. દેશી ગોળનું સેવન કરવાથી 60 વર્ષ ની ઉંમરે પણ સાંઘાના દુખાવા રહેશે નહીં. દેશી ગોળ આપણા શરીરને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરશે.
રોજ લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ. આપણા શરીરને જરૂરી હોય તેવા દરેક પોષક તત્વો લીલા શાકભાજીમાં મળી આવે છે. આ ઉપરાંત રોજ ફળોનું સેવન કરવું જોઈએ. ખાટા ફળોનું સેવન કરવાથી ખુબ જ ઝડપથી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે. માટે રોજ ફળો અને લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ.
આપણા શરીરને હંમેશા તંદુરસ્ત બનાવી રાખવા માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ. આ માટે આખા દિવસ દરમિયાન 7 કલાકની ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. ઊંઘ પુરી થવાથી આપણો આખો દિવસ સારો રહેશે અને થાક નબળાઈની સમસ્યા રહેશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.
