આ માહિતીમાં તમને ફુદીનાના પાંદડા ખાવાના ફાયદા જણાવીશું. ફુદીના વિષે બધા લોકો પરિચિત હશે. ખાસ કરીને ફુદીનાનો ઉપયોગ મહિલાઓ પાણીપુરી બનાવવામાં કરે છે. પાણીપુરી નું પાણી સ્વાદિષ્ટ બનાવવા માટે ચોક્કસ ફુદીનાનો ઉપયોગ બધા લોકો કરે છે.
ફુદીનાનો ઉપયોગ સ્વાદ વધારવાની સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદાકારક છે. ફુદીનાનો ઉપયોગ એક ઔષધી સાથે સાથે તેનો ઉપયોગ એક જડીબુટ્ટી તરીકે થાય છે. ફુદીનાનો ખાસ કરીને ઉપયોગ એન્ટીબાયોટિક દવાઓમાં કરવામાં આવે છે.
માથાના દુખાવામાં ફુદીનાની પેસ્ટ બનાવી લાગવાથી ઝડપથી રાહત થાય છે. ફુદીનામાં મેન્થોલ અને મેથોન હોય છે, જ્યારે આ તમારી ત્વચાને સ્પર્શ કરે છે તો ત્યારે કુલિંગ ઇફેક્ટનો અનુભવ થાય છે. ફુદીનાની પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ ફુદીનાના પાનને ક્રશ કરી લો અને તેની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તેને માથા ઉપર લગાવો.
પેસ્ટ લગાવ્યા બાદ કુલિંગનો અનુભવ થશે સાથે સાથે તમારા માથાના દુખાવામાં ઝડપથી રાહત મળશે. ગેસ ઉપર 8 થી 10 ફુદીના ના પાનને 1 કપ પાણી માં નાખી ગરમ કરી, પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળી, તેને નીચે ઉતારી લેવું. ત્યારબાદ પાણીને ગાળી લેવું અને તેમાં એક ચમચી મધ ઉમેરી સેવન કરવું. આ પ્રયોગ કરવાથી ખંજવાળ અને ગળામાં થતો દૂખાવો દૂર થાય છે.
પેટમાં ગેસની તકલીફ માટે એક કપ ગરમ પાણી અડધી ચમચી ફુદીના નો રસ નાંખી, તેનું સેવન કરવાથી ગેસ માં રાહત મળે છે. શરદીના કારણે નાક બંધ થઇ જાય ત્યારે તાજા ફુદીના ના પાન ને સૂંઘવાથી નાક ખુલી જાય છે.
ફુદીના ના પાનને ચાવી ચાવીને ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે. ફુદીનાનો ઉપયોગ માઉથ ફ્રેશનર અને ટુથપેસ્ટ પણ કરવામાં આવે છે. ફુદીનાના પાણીથી કોગળા કરવામાં આવે તો પણ મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.
ફુદીનાનું સેવન જીરું, કાળા મરી અને હીંગ સાથે કરવાથી પેટમાં થતો ગેસનો દુખાવામાં રાહત થાય છે. જયારે પણ કોઈ કારણોસર છોલાઈ જાવ અથવા યો ઘા પડે ત્યારે તાજા ફુદીનાના પાંદડા લઈને તેને વાટીને લગાવવાથી ઘા ઝડપથી ભરાઈ જાય છે.
વાતાવરણ બદલાવવાના કારણે થતી શરદી ખાંસી અથવા જૂની શરદી માટે થોડો ફુદીનાનો રસ લઇ તેમાં મરી અને થોડું સંચળ ભેળવીને લેવાથી શરદી અને ખાંસીમાં રાહત થાય છે. તમે ઈચ્છો તો ફુદીનાની ચા બનાવીને પણ પી શકો છો તેનાથી પણ રાહત થાય છે.
હેડકી આવવાની શરુ થાય અને બંધ થવાનું નામ ના લે ત્યારે કેટલાક તાજા ફુદીનાના પાંદડાને ચાવી ચાવીને ખાવાથી હેડકી થોડી જ મિનિટોમાં બંધ થઇ જાય છે. હેડકી માટે આ એકદમ સરળ ઉપાય છે.
શરીર ઉપર ધાધર, ખંજવાળ, અથવા બીજા અન્ય પ્રકારના કોઈ ચામડીના રોગ હોય તો તાજા ફુદીનાના પાંદડાને સારી રીતે વાટી અને તેના લેપને પ્રભાવિત ત્વચા પર લગાવવાથી ખુબ ઝડપથી આરામ મળે છે. જે લોકોની ત્વચા ચિકાસ વારી રહેતી હોય તે લોકો માટે ફુદીનામાથી બનેલું ફેશિયલ પણ ઘણું સારું રહે છે.
આ પ્રયોગ માટે 2 મોટી ચમચી સારી રીતે વાટેલા ફુદીનાના પાંદડા, 2 ચમચી દહીં અને 1 મોટી ચમચી ઓટમીલ આ બધાને ભેળવીને એક લેપ બનાવી લો અને આ લેપને તમારા ચહેરા પર 10 થી 15 મિનીટ સુધી લગાવીને રાખો, ત્યારબાદ તમારા ચહેરા ને ઠંડા પાણીથી ધોઈ લો. આ પ્રયોગને અઠવાડિયામાં 2 વાર કરવાથી તમારી તૈલીય ત્વચા સરખી થઇ જાય છે.
સાથે જ તમારા ચહેરા પરથી ખીલ અને કરચલીઓ પણ દુર થઈ જશે. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.