અત્યારના સમયમાં દરેક વ્યક્તિની જેમ જેમ જીવન જીવવાની જીવન શૈલી બદલાતી રહે છે તેમ તેમ તે પોતાના આહાર ખાવામાં પણ બદલાવ કરતા હોય છે. પહેલાના જમાના કરતા અત્યારના જમાનામાં ખોરાકમાં પણ ભેળસેર થવા લાગ્યું છે.
ભેળસેર વાળા ખોરાક નું સેવન કરવાથી આપણા શરીરને પૂરતા વિટામિન્સ, મિનરલ્સ, ખનીજ તત્વો મળતા નથી. જેના કારણે આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાતી હોય છે. પોષક તત્વોની ઉણપમાં જો આપણા શરીરમાં આયર્ન ની ઉણપ સર્જાય તો ઘણી સમસ્યા નો સામનો કરવો પડી શકે.
હાલના સમયમાં ઘણા લોકો આયર્નની ઉણપના શિકાર પણ થતા હોય છે. આપણાં શરીરમાં થઈ રહેલ આયર્નની ઉણપને દૂર કરવા માટે કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જણાવીશું. આજે જે વસ્તુની વાત કરવાના છીએ તે એક સૂકું ડ્રાયફ્રુટ છે. તેનું નામ પિસ્તા છે. હા આ એક એવું ડ્રાય ફ્રૂટ છે જે તમારા શરીરમાં ખુબ જ ઝડપથી લોહી બનાવે છે.
પિસ્તા ખાવા દરેક વ્યક્તિને ગમે છે. તે કોઈ પણ સમયે હાલત ચાલતા ખાઈ શકીએ છીએ. આમ જોવા જઈએ તો ડ્રાયફ્રુટ ખાવાના દરેક વ્યકતિ શોખીન હોય છે. પિસ્તામાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે જે બીજા ડ્રાયફ્રુટ કરતા ખુબ જ વધુ હોય છે.
આમ જોવા જઈએ તો પિસ્તાને સવારે ખાવા જોઈએ જેથી તેના ફાયદા પણ ભરપૂર મળી રહે છે. પિસ્તામાં વિટામિન-એ, પ્રોટીન, ફાયબર, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન-બી, કેલ્શિયમ, જેવા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે.
ખાસ કરીને આયર્નની ઉણપના કારણે એનિમિયા થવાનું જોખમ પણ વઘી જાય છે. આયર્નની ઉણપ મહિલાઓમાં વધુ જોવા મળતું હોય છે. માટે દરેક મહિલાઓ માટે આ પિસ્તા નું સેવન કરવું ખુબ જ જરૂરી છે. જેથી તેમના શરીરમાં થતી લોહીની કમીને પૂર્ણ કરે છે.
આપણા શરીરમાં લોહ તત્વ હોવું ખુબ જ મહત્વનું છે. આ ડ્રાયફ્રુટનું સેવન કરવાથી લાલ રક્ત કોશિકાઓનું નિર્માણ કરી શકાય છે. જેથી હિમોગ્લોબીનમાં વઘારો થાય છે અને આયર્નની ઉણપ સર્જાતી નથી.
આપણા શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે દરરોજ સવારે ઉઠીને 10-15 દાણા પિસ્તાના ખાઈ જવા જેથી આપણા શરીરમાં લોહીની ઉણપ દૂર થઈ જાય. આ ઉપરાંત પિસ્તાના અનેક ફાયદા પણ જોવા મળશે.
ટાઈપ-2 ડાયાબિટીસ માટે પણ પિસ્તાનું સેવન કરવાથી ફાયદો થાય છે. કારણકે તેમાં રહેલ પ્રોટીન અને એમિનો એસિડ લોહીમાં ભરી જાય છે જેથી સુગર લેવલને વધવા દેતું નથી. માટે ડાયાબિટીસ દર્દીએ પિસ્તાનું સેવન કરી શકાય.
પિસ્તામાં સારી માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ મળી આવે છે. જે શરીરના હાડકાને મજબૂત રાખવામાં સહાય કરે છે. માટે નાની ઉંમર થી જ બાળકોને પિસ્તાનું સેવન કરાવવું જોઈએ જેથી તેમનો વિકાસ પણ સારો થાય અને હાડકાની મજબૂતાઈ પણ વઘી જાય.
પિસ્તાનું સેવન કરવાયુ આપણા હદય માટે પણ ખુબ સારું માનવામાં આવે છે. પિસ્તાનું નિયમિત સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને સારા કોલેસ્ટ્રોલને વધારવા મદદ કરે છે. તેનું રોજ સેવન કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને હદય સંબંઘીત કોઈ પણ બીમારી થતી નથી.
પિસ્તામાં ફાયબર મળી આવે છે જે આપણી પાચનક્રિયાને સુઘારે છે. જેથી કબજિયાત, અપચો, ગેસ ની સમસ્યા દૂર રહે છે. માટે પેટને લગતી કોઈ પણ સમસ્યા થતી હોય તો પિસ્તાનું સેવન એક રામબાણ સાબિત થશે. જેથી પાચનતંત્ર મજબૂત થશે.
પિસ્તાનું નિયમિત સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહે છે. આ ઉપરાંત થાક અને નબળાઈને દૂર રાખવા માટે પણ ખુબ જ ઉપયોગી છે. તેનું સેવન કરવાનું શરૂ કરી દેશો તો ત્વચામાં નિખાર પણ આવશે અને ચહેરા પરના ખીલ અને કરચલીને દૂર કરીને ચહેરાને ચમકદાર બનાવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.
