આજકાલની ભાગદોઢ વારી જીંદગીમાં આપણી ખરાબ જીવનશૈલી ને કારણે ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. તમે જરૂર ઇચ્છતા હશો કે તમારું સ્વાસ્થ્ય સારું રહે પરંતુ તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી અને ઘણી બધી નાની મોટી બીમારીઓનો ભોગ બનો છો.
પાચનક્રિયા ખરાબ હોવાને કારણે પેટમાં ઘણી બધી સમસ્યાઓ થાય છે જેવી કે પેટમાં દુખાવો, પેટમાં ગેસ, અપચો, કબજિયાત, પેટ સરખી રીતે સાફ થવું વગેરે. આ દરેક સમસ્યા તમે ઘરેલુ ઉપાયથી દૂર કરી શકો છો. આ ઉપાય માટે તમારે દવાખાને જવાનું જરૂર નથી. તો ચાલો જાણીએ આ ઉપાયો વિષે.
અજમો અને સંચળ : અજમો અને સંચળ નો ઉપયોગ કરીને પેટના દુખાવાને તરત જ મટાડી શકાય છે. આ ઉપાય માટે થોડો અજમો અને ચપટી સંચળ લેવું. આ બંને ને તમારી હથેળીમાં લઇ બરાબર ચોળીને મિક્સ કરી લેવું. ત્યારબાદ તેને મોઢામાં નાખી અને પાછળથી તરતજ હુંફાળું ગરમ પાણી પી લેવું. આ ઉપાય કરવાથી માત્ર પાંચ મિનિટમાં તમારો દુખાવો ગાયબ થઇ જશે.
હિંગ : રસોડામાં રહેલી હિંગ પણ પેટના દુખાવાએ દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. હિંગનો ઉપયોગ કરીને પેટની ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકાય છે. આ ઉપાય માટે અડધી ચમચી હિંગને એક ગ્લાસ પાણીમાં નાખીને પી જવું. પેટના દુખાવામાં તમે હિંગનો લેપ પેટ પર કરી શકો છો.
દહીં : દહીંને આયુર્વેદમાં ખુબજ ગુણકારી માનવામાં આવ્યું છે. દહીંને પાચનની બધી સમસયાઓ માટે ઉપટમ માનવામાં આવે છે.પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે 1 કપ દહીંમાં થોડું મીઠું અને કોથમીરનો રસ નાખી જમતા પહેલા એક કલાકમાં આ મિશ્રણ પીવાથી પેટની બધી સમસ્યાઓ દુર થાય છે.
જાયફળ અને લીંબુ : પેટના દુખાવામાં જાયફળ અને લીંબુ રામબાણ સાબિત થઇ શકે છે. પેટમાં દુખાવાની સમસ્યા માટે સૌથી પહેલા જાયફળને બરાબર વાટી લો. વાટી લીધા પછી તેમાં લીંબુનો રસ મિક્સ કરીને જ્યુસ બનાવો. ત્યારબાદ આ જ્યુસ પી જાઓ. પેનો દુખાવો તરત જ દૂર થઇ જશે.
તુલસી પાન : તુલસીને આપણે માતા તરીકે પૂજીએ છીએ. તુલસી ઘણા બધા રોગો મટાડવામાં ફાયદાકારક છે. તળસીનો ઉપયોગ ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવવામાં થાય છે. પેટના દુખાવા માટે તુલસીના થોડા પાનને એક કપ પાણીમાં નાખી તેને ઉકાળો, ત્યારબાદ આ પાણી હૂંફાળું થાય ત્યારે પી જવું. થોડાજ સમસ્યામાં પેટનો દુખાવો મટી જશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.