અત્યારના સમયમાં જોવા જઈએ તો દરેક વ્યક્તિ પોતાના લાઈફમાં ખુબ જ વ્યસ્ત હોય છે. ઘણા લોકો તેમના કામ માં એટલા બઘા વ્યસ્ત હોય છે જેના કારણે તે પોતાના માટે સમય પણ કાઠી શકતા નથી. ઘણા લોકોની અમુક ખરાબ આદતોના કારણે પણ ઊંઘ આવતી નથી.

જેમકે મોડા સુઘી મોબાઈલ વાપરવો, ઊગતા પહેલા કોઈ પણ વ્યસન કરવું, તણાવ, ટેન્શન, ભરપેટ ખાઈ લેવું જેવા અનેક કારણોના લીઘે ઊંઘ ના આવવાની સમસ્યા થઈ શકે છે.

અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે બહુ જ મહેનત કરતા હોય છે. ઘણા લોકો બહુ જ મોટા બિઝનેસ અને ધંઘા ઓ કરતા હોય છે. તેમને માત્રને માત્ર પૈસા જ દેખાતા હોય છે. તેમનું આખું જીવન પૈસા કમાવામાં વ્યસ્ત હોય છે.

પૈસા કમાવવા માટે તેમને ઘણું ટેન્શન પણ હોય છે. જેના કારણે તે વ્યક્તિ રાત્રે 6 કલાકની ઊંઘ પણ લઈ શકતા નથી. એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ જોડે ગમે તેટલા પૈસા હોય કરોડો રૂપિયા, ગાડી, બંગલાઓ દરેક વસ્તુ હોય છે પરંતુ જો તે વ્યક્તિ માત્ર 6 કલાક ઘસઘસાટ ઊંઘ લઈ ના શકે તે વ્યક્તિ જીંદગીમાં ખુશ હોતો જ નથી.

આ વ્યક્તિઓને ઊંઘ ના આવવાના કારણે ઘણી વખત ઊંઘ ની ગોળીઓ લેવી પડતી હોય છે. ઊંઘ ની ગોળીઓ ખાવાથી તેની અસર આપણા આરોગ્ય પર પડી શકે છે. ઊંઘ પુરી ના થવાના કારણે પાચનના રોગો, હાર્ટ ને લગતા રોગો, મગજની કમજોરી જેવી અનેક સમસ્યા થતી હોય છે.

માટે ઓછા માં ઓછી 6 કલાક ની ઘસઘસાટ ઊંઘ તો લેવી જ જોઈએ. સારી ઊંઘ લેવાથી આપણા શરીરમાં કમજોરી, નબળાઈ, તણાવ, ચિંતા વગેરે દૂર થઈ જાય છે. માટે દિવસમાં એક વખત ઘસઘસાટ ઊંઘ લેવી જ જોઈએ.

જો તમને ઊંઘ લાવવા માટે ગોળીઓ ખાવી પડતી હોય અને ગોળીઓ ખાઘા વગર જ ઘસઘસાટ ઊંઘ મેળવવી હોય તો આજે અમે તમને એક આયુર્વેદિક દેશી ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ કરવાથી ઘસઘસાટ ઊંઘ આવી જશે.

આયુર્વેદિક ઉપાય બનાવવાની રીત: સોટી પહેલા એક ગ્લાસ દૂઘને ગરમ કરવા મૂકી દો, હવે તેમાં એક ચમચી અશ્વાગંઘા ચૂરણ અને એક ચમચી ગંઠોળા પાવડર, એક ઈલાયચી નાખીને 5 મિનિટ ઉકાળો. હવે તેને નીચે ઉતારીને થોડું ઠંડુ થાય ત્યારે તેને પી જવાનું છે.

આ પીણાંનું સેવન રાત્રે સુવાના 15 મિનિટ પહેલા કરી લેવું. જેથી પથારીમાં સુતા બરાબર જ ઘસઘસાટ ઊંઘ આવી જશે. તેમાં રહેલ અશ્વાગંઘા આપણા મગજ ને શાંત કરે છે. જેથી કુદરતી રીતે ઊંઘ લાવવામાં મદદ કરે છે.

ઊંઘ ની ગોળીઓ ખાઘા કરતા આ એક પીણાંનું સેવન કરવાથી ખુબ સારી ઊંઘ લાવવામાં મદદ કરશે. આ પીણું આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ પીણું પીવાથી આપણા સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર થતી નથી.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *