આજના સમયમાં બધા લોકો સવારથી ઉઠીને પૈસા કમાવવા દોડી પડે છે પરંતુ પોતાના કિંમતી શરીર માટે થોડો પણ સમય ફાળવી શકતા નથી જેના કારણે સ્વાસ્થ્ય લગતી ઘણીં બધી સમસ્યાઓ થાય છે. હાલના સમયમાં વાળની સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળે છે.
વધુ પડતો તણાવ, પ્રદુષણ, અનિયમિત આહાર અને કેમિકલ વાળી પ્રોડક્ટના કારણે વાળ ખરવાની સમસ્યા એકદમ સામન્ય બની ગઈ છે. વાળ સફેદ થવા, વાળના બે ભાગ થવા, વાળ ખરવા, જેવી અનેક તકલીફો થવા લાગી છે. આજના લોકો બજારુ વસ્તુનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે પરંતુ તે ભૂલી જાય છે કે બજારુ પ્રોડક્ટ માં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જે તમને
લાંબા સમયે નુકશાન કરાવે છે. વાળની સમસ્યા થવા પાછળનું કારણ સૌથું મોટું કારણ કેમિકલયુક્ત ઓઈલ કહી શકાય છે. જો બજારુ પ્રોડક્ટ છોડીને ઘરેલુ ઉપાય કરવામાં આવે તો તમારા વાળને પહેલા જેવા ઘાટ્ટા કાળા, મજબુત અને શાઈની બનાવી શકાય છે. ઘરેલુ ઉપાયો દ્વારા તમે વાળાને હેલ્ધી રાખી શકો છો. ચાલો તો જાણીએ વાળને મજબુત રાખવાના ઘરેલું ઉપચાર વિષે.
કુવારપાઠું : કુવારપાઠું જેને એલોવેરાના જેલ પણ કહેવામાં આવે છે. કુવારપાઠુંના ઉપયોગથી તમારા ચહેરાની અને વાળાની અનેક બધી સમસ્યાઓને દુર કરી શકાય છે. કુવારપાઠું વાળને કુદરતી ચમક આપવાનું કામ કરે છે, અને તેના ઉપયોગથી વાળની સમસ્યાઓ જેવી કે વાળ ખરવા, માથાનો ખોડો, વાળ ના બે ભાગ થવા જેવી સમસ્યા દુર શકાય છે.
કુવારપાઠું એટલે કે એલોવેરા જેલમાં ભરપુર માત્રામાં એમીનો એસીડ, વિટામીન અને પોષક તત્વો હોય છે જે વાળ અને ચામડી માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. 1 ચમચી એલોવેરા જેલને વાળના મૂળમાં લગાવી અને 1 કલાક પછી વાળને ધોઈ લો. એલોવેરા જેલ લગાવવાથી માથાનો ખોડો અને વાળ ખરવાની સમસ્યા દુર થાય છે.
લીંબુ : વાળને સ્મુધ અને ચમકતા કરવા માટે લીંબુનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપાય માટે સૌ પ્રથમ વાળને દેશી શેમ્પુથી ધીઓ લીધા પછી 1 થી 2 લીંબુનો રસ કાઢી એક કપ પાણીમાં મિક્સ કરો. ત્યાર બાદ તેને વાળ પર લગાવો અને ઓછામાં ઓછી 4 થી 7 મિનીટ રહેવા દો.
ત્યારબાદ વાળને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આમ કરવાથી એક નેચરલ કંડીશનીંગ જેવું કામ થાય છે અને વાળ સ્મુધ અને ચમકતા બને છે. લીંબુના રસ અને પાણીના મિશ્રણને માથાના વાળમાં લગાવાથી વાળનું ઇન્ફેકશન પણ મટે છે.
દહીં : દહીંને મોટાભાગે ખાવામાં ઉપયોગ લેવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ કરીને વાળને કાળા, લાંબા અને આકર્ષક બનાવી શકીએ છીએ. આ ઉપાય માટે દહીં, મધ અને સફરજ સીડર સરકો ઉમેરીને પેસ્ટ બનાવો. પેસ્ટ બનાવ્યા પછી આ પેસ્ટને વાળમાં લગાવી 20 થી 25 મિનીટ સુધી રહેવા દો.
ત્યારબાદ પાણીથી વાળને ધોઈ નાખો, આ કરવાથી તમારા વાળ લાંબા, કાળા અને આકર્ષક બનશે. જો વાળ સફેદ થવાની સમસ્યા હોય તો નિયમિત દહીં અને છાસના વધુ સેવનથી વાળ સફેદ થતા અટકાવી શકો છો.
બીટ : બીટ લોહીમાં વધારો કરવાની સાથે વાળ ખરવાની સમસ્યામાં પણ ખુબ જ ઉપયોગી થાય છે. આ માટે સૌ પ્રથમ બીટના પાન અને મહેંદી મિક્સ કરીને પેસ્ટ બનાવવી. ત્યારબાદ આ પેસ્ટને નિયમિત રીતે વાળમાં લગાવવી. આ ઉપાય કરવાથી તમારા વાળ ખરતા ઓછા થશે. આ સાથે બીટના પાન અને હળદર પાવડર સાથે મિક્સ કરીને માથામાં લગાવાથી પણ વાળ ખરવાની સમસ્યામાં લાભ થાય છે.
મીઠો લીમડો : મીઠા લીમડાના ઉપયોગ રસોઈ બનાવવામાં ખુબજ કરવામાં આવે છે. મીઠા લીમડામાં ભરપુર માત્રામાં વિટામીન-B12 અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે વાળને કાળા , મજબૂત અબે ચમકદાર બનાવવામાં ફાયદાકારક સાબિત થાય છે. આ માટે મીઠા લીમડાના પાનને બરાબર ક્રશ કરીને પેસ્ટ બનાવી લો.
આ પેસ્ટને વાળ પર લગાવો અને 20 થી 25 મિનીટ સુધી રહેવા દો. ત્યારબાદ પાણીથી વાળને ધોઈ લો, આમ કરવાથી વાળ ઘાટ્ટા, લાંબા અને ચમકદાર બનશે તથા વાળની બીજી ઘણી બધી સમસ્યાઓ દુર થશે.
ઇંડા : ઘણા લોકો ઈંડાનો ઉપયોગ કરતા હોય છે. ઈંડાની સફેદ પરતના ઉપયોગથી તમારા વાળને વાળ સિલ્કી અને મુલાયમ બનાવી શકો છો. 2 થી 3 ઈંડાની સફેદ પરતને જૈતુનના તેલમાં મિક્સ કરી લો, આ મિશ્રણને વાળ પર લગાવી એક કલાક સુધી રહેવા દો, ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઈ લો. આ ઉપાય કરવાથી વાળ સિલ્કી અને મુલાયમ થશે.
ગાજર : ઘણાં લોકો જાણતા હશે કે ગાજરમાં ભરપુર માત્રામાં બીટા કેરોટીન હોય છે જે વાળની શાઈનીંગ અને વાળના મૂળને મજબુત રાખવાની સાથે ડ્રાય થતા બચાવે છે. બે ચમચી ગાજરનો રસ વાળના મૂળમાં લગાવી અને એક કલાક પછી વાળને ધોઈ લેવા. આમ કરવાથી તમારા વાળને પોષણ મળશે અને વાળ હેલ્ધી બનશે.
આ રીતે ગાજરના રસના ઉપયોગ કરવાથી વાળનો ગ્રોથ વધે છે અને વાળ નેચરલ કાળા બને છે. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.