અત્યારના સમયમાં ઘણા લોકો પેટની સમસ્યા થી પીડાઈ રહ્યા છે. પરંતુ આપણા શરીરમાં એવું કેટલાક અંગ જેને ચોખા અને સ્વસ્થ રાખવા પણ ખુબ જ જરૂરી છે. આપણા શરીરનું મહત્વ નું અંગ એટલે કિડની.
આમ તો આપણા શરીરમાં મોટા ભાગના દરેક અંગ બે હોય છે. તે માંથી એક અંગ કિડની પણ છે. કિડની પણ બે હોય છે. જો આપણા શરીરમાં એક કિડની ફેલ થઈ જાય છે તો બીજી કિડની પર જીવન જીવી શકાય છે.
પરંતુ આપણા શરીરમાં રહેલ બંને કિડની સાફ અને ચોખી રહે તે જરૂરી છે. પરંતુ કિડનીમાં ટોલસીક તત્વો વધુ પ્રમાણમાં જમા થઈ જવાથી કિડનીને લગતી સમસ્યા થઈ શકે છે. આપણે બધા જાણીએ છીએ કે જેમ લીવર અને હદય આપણા શરીરનું ઉપયોગી અંગ છે તેટલું જ ઉપયોગી અંગ કિડની પણ છે.
આપણા શરીરમાં રહેલ બ્લડને સાફ રાખવાનું કામ કિડની કરે છે. લોહીને સાફ રાખવા માટે કિડનીની અંદર નેફોન્સ નામની રચના આવેલી છે. કિડનીને સાફ રાખવામાં ના આવે તો તેમાં ઝેરી તત્વોનું પ્રમાણ ખુબ જ વધવા લાગે છે જેના કારણે તેની અસર આપણા વાળ, ત્વચા, આખો જેવા શરીરના બીજા અનેક અવયવો પર તેની અસર જોવા મળતી હોય છે.
કિડનીમાં થતા ઈન્ફેક્શનના કારણે શારીરિક કમજોરી પણ થઈ શકે છે. જેથી ઘણી મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. ઘણા લોકોને બહારના ફાસ્ટ ફૂડ, જંકફૂડ, તીખું, તળેલું, ધુમ્રપાન, દારૂ પીવું, વધારે પ્રમાણમાં મીઠા વાળું ખાતા હોય તેમને કિડની નબળી થઈ જવાની શક્યતા વધુ જોવા મળે છે.
આ ઉપરાંત બહારનું જકફૂડ, ફાસ્ટ ફૂડ, તીખું અને તળેલું ખાતા નથી તેમને પણ થોડા થોડા સમયે કિડનીની સફાઈ કરવી જોઈએ. જેથી દરેક વ્યકતિ લાબું જીવન જીવી શકે છે. માટે આજે અમે તમને કિડનીની સફાઈ કરવા માટેના એક ઘરેલુ ઉપાય જણાવીશું. મહિના માં આ ઉપાય એક કે બે વખત કરીને કિડનીને સાફ કરી શકો છો.
તરબૂચના બીજ: કિડનીની સફાઈ કરવા માટે તરબૂચના બીજ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે તમારે તરબૂચના બીજને પહેલા તડકામાં સુકવી લેવાના છે. બરાબર સુકાઈ જાય ત્યારે તે બીજને મિક્સર માં ક્રશ કરીને પાવડર બનાવી લેવાનો છે.
હવે એક ગ્લાસ પાણી લઈને ગરમ કરવા મુકો અને એક ચમચી તરબૂચ પાવડર મિક્સ કરી લો. હવે તેને 5 મિનિટ માટે ઉકળવાં દો. ત્યાર પછી પાણીને ઠંડુ થવા દો. હવે તે પાણીને ગાળીને પી જવાનું છે.
આ પીણાંનું સેવન એક મહિના એક-બે દિવસ કરવાનું છે. આ પાણીનું સેવન સવારે અને સાંજે કરવાનું છે. તમારી કિડનીમાં જમા થયેલ ઝેરી બેક્ટેરિયાનો નાશ કરી શકાય છે. જેના કારણે કિડની સાફ રહે છે. કિડનીની સફાઈ કરવા માટે આ ઉપાય ખુબ જ સરળ અને ઉપયોગી સાબિત થશે.
મેગ્નેશિયમ, ઝીંક, વિટામિન્સ,મિનરલ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે. આ ડ્રિન્કના સેવન કરવાથી શરીરમાં શારીરિક કમજોરી, થાક, નબળાઈ હોય તો તેને દૂર કરીને શરીરમાં ભરપૂર ઉર્જા ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.