ફળોનું સેવન કરવું આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આપણાં શરીરને સ્વસ્થ રાખવા માટે ડોક્ટર પણ સલાહ આપતા હોય છે. દરેક સીઝનમાં અલગ અલગ ફળો આવતા હોય છે.

પરંતુ અમુક ફળો એવા પણ હોય છે જે બારેમાસ મળી આવતા હોય છે. બારેમાસ મળી આવતા એવા ફળ વિશે આજે મેં તમને જણાવીશું. દરેક સીઝન માં મળી આવતા ફળ નું નામ સફરજન છે.

હા સફરજન એક એવું ફળ છે દરેક સીઝનમાં આસાનીથી મળી આવે છે. સફરજનમાં એવા કેટલાક પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે. માટે જ આપડે બીમાર પડીએ ત્યારે ડોક્ટર પણ સફરજન ખાવાનું કહેતા હોય છે.

રોજ એક સફરજન નું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. સફરજનમાં કેલ્શિયમ, વિટામિન-સી, વિટામિન-એ, વિટામિન-બી1, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન, ફાયબર, જેવા અનેક પોષક તત્વોનો ખજાનો મળી આવે છે.

ઘણા લોકો સફરજનની છાલ નીકાળીને સેવન કરતા હોય છે. પરંતુ સફરજન ને હંમેશા છાલ સાથે જ ખાવું જોઈએ કારણકે છાલમાં સારી માત્રામાં ગુણ મળી આવે છે. પરંતુ જો તમે તેને છોલીને ખાસો તો તેમાંથી 25-30% જેટલા ગુણ ઓછા થઈ જશે. માટે હંમેશા સફરજનને છાલ સાથે જ સેવન કરવું જોઈએ.

આજે અમે તમને રોજ એક સફરજન ખાવાના ફાયદા વિશે જણાવીશું. આમ તો સફરજન આયર્ન થી ભરપૂર ખજાનો માનવામાં આવે છે. રોજ સફરજનનું સેવન કરવાથી હૃદય, મગજ, લીવર, ફેફસા, હોજરી, હાડકા દરેક અંગ માટે આ ફળને ઉત્તમ માનવામાં આવે છે.

આયર્ન ની ઉણપ હોય તો સતત સાત દિવસ સેવન કરવાથી શરીરમાં થયેલ આયર્ન ની કમીને પૂર્ણ કરીને હિમોગ્લોબીનની માત્રામાં વઘારો કરે છે. રોજ સફરજન નું સેવન કરવાથી મગજ ની કોશિકાઓને યોગ્ય કામ કરવામાં પ્રેરિત કરે છે. જેથી મગજ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત આપણી માટે પણ સફરજન સારા માનવામાં આવે છે.

કારણકે તેમાં ભરપૂર વિટામિન-એ અને વિટામિન-સી, વિટામિન-બી મળી આવે છે જે આપણી આંખોનું તેજ વઘારે છે. ઉંમર વઘતા મોતીયો અને આંખોમાં આવતી કમજોરીને રોકે છે. માટે આંખો માટે પણ સફરજન ખુબ જ ફાયદાકારક છે.

રોજ સફરજનનું સેવન કરવાથી હૃદયને લગતી બીમારી પણ દૂર રહે છે. માટે હૃદયને સ્વસ્થ રાખવા માટે રોજ સફરજન નું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત કમજોર પડેલ હાડકાને પણ મજબૂત રાખવામાં ફાયદાકારક છે. માટે રોજ તેનું સેવન કરવાથી આપણા હાડકા ના દુખાવા અને સાંધાના દુખાવામાં દૂર કરવા માટે પણ ખુબ જ અસરકારક સાબિત થશે.

આપણા શરીરની સ્થૂળતા ને ઘટાડવા માટે પણ તે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે. જેથી તેનું સેવન આહારમાં કરવાથી વજન ઘટાડવામાં મદદ મેળવી શકાય છે.

એવું કહેવામાં આવે છે કે જે વ્યકતિ રોજ એક સફરજન ખાઈ લે છે એ ક્યારેય દવાખાનનું પગથિયું હતો જ નથી. હા તે વાત એકદમ સાચી છે. માટે જ ડોક્ટર પણ સફરજન ખાવાની સલાહ આપે છે. માટે રોજ સફરજન ને આહારમાં સમાવેશ કરવો જોઈએ.

લીવરમાં જામેલ ટોક્સિનને દૂર કરવા માટે પણ સફરજન ફાયદાકારક છે. રોજ સફરજનનું સેવન કરવાથી આપણી ઘમનીઓ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તેના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે અને સારા કોલેસ્ટ્રોલને બનાવામાં મદદ કરે છે. આપણા શરીરમાં લોહીનું સારું પરિભ્રમણ થવાથી આપણું હૃદય પણ સ્વસ્થ રહે છે.

રોજ સફરજન નું સેવન કરીને કેન્સર સામે લડી શકાય છે. સફરજનમાં એવા કેટલાક પોષક તત્વો મળી આવે છે કેન્સર જેવી મોટી બીમારી સામે લાડવામાં મદદ કરે છે. અહીંયા જણાવેલ મુદ્દાઓ સામાન્ય માહિતી છે. જો તમે કોઈ પ્રકારની બીમારીથી પીડિત છો, તો પહેલા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *