આજે અમે તમને એક એવા ડ્રાય ફ્રૂટ વિશે જણાવીશુ જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આપણા શરીરને ખુબ જ ઉપયોગી અને અનેક રોગોમાં ફાયદાકારક એવી કાળી સૂકી દ્રાક્ષ ખાવાના ફાયદા વિશે જણાવીશું.
આમ તો દ્રાક્ષ બે પ્રકારની આવે છે પરંતુ તેમાં સૌથી વધુ કાળી દ્રાક્ષ આપણા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે. આમ તો દરેક વ્યક્તિએ દ્રાક્ષ તો ખાઘી જ હશે. અમે તમને જણાવી દઈએ કે કાળી દ્રાક્ષ ને રાત્રે પલાઈને સવારે ખાવાથી તેના ઘણા બધા ફાયદા પણ થાય છે.
કાળી દ્રાક્ષ ને પલાળીને રાખવા માટે રાત્રે સુતા પહેલા એક વાટકીમાં પાણી લઈ લેવું ત્યાર પછી તે પાણીમાં સૂકી કાળી દ્રાક્ષના 10 દાણા નાખીને આખી રાત પલાળીને રાખો, ત્યાર પછી સવારે ઉઠીને તે દ્રાક્ષ ને ચાવી ચાવીને ખાઈ જવી અને તેનું પાણી પણ ઉપરથી પી જવું.
કાળી સૂકી દ્રાક્ષમાં કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ જેવા ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીર માટે ખુબ જ જરૂરી માનવામાં આવે છે. માટે રોજ આ પલાળેલી દ્રાક્ષને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
આ પલાળેલી દ્રાક્ષનું સેવન કરવાથી બ્લડપ્રેશર ને કંટ્રોલ કરવા, હાડકાને મજબૂત કરવા, કોલેસ્ટ્રોલ, ત્વચા માટે વાળ ખરતા અટકાવવા જેવી અનેક સમસ્યા માં આ દ્રાક્ષ નું સેવન ખુબ જ ફાયદાકારક છે. હવે પલાળેલી સૂકી કાળી દ્રાક્ષ ના ફાયદા વિશે જણાવીશું.
લોહી શુદ્ધ કરે: લોહીને શુદ્ધ કરવા માટે નું સીથી બેસ્ટ ડ્રાયફ્રુટ માનવામાં આવે છે. આમ તો આપણા લોહીમાં ઘણી બધી અશુદ્ધિ ઓ મળી આવે છે. તે અશુદ્ધિને દૂર કરવા માટે રોજ આ દ્રાક્ષ નું સેવન કરવું જોઈએ જેથી લોહીની દરેક અશુદ્ધિને દૂર કરીને લોહીને શુદ્ધ રાખવામાં મદદ કરે છે.
ત્વચા નિખારવા: દ્રાક્ષમાં એવા ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે. જે આપણા ચહેરા પર થયેલ ખીલ, કરચલી, ડાઘ, કાળા પણું વગેરે ને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે. આ પલાળેલી કાળી દ્રાક્ષનું સેવન કરવાથી લોહીની અશુદ્ધિ દૂર થઈ જવાથી ચહેરાની ચમક પણ પછી આવી જશે અને ત્વચા સંબધિત અનેક સમસ્યા પણ દૂર થઈ જશે.
સાંઘાના દુખાવા: આપણા હાડકાને પૂરતા પ્રમાણમાં પોટેશિયમ અને કેલ્શિયમ મળી રહે તે જરૂરી છે. માટે દ્રાક્ષ માં આ બે તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે જેથી તેનું સેવન કરીને હાડકાને મજબૂત બનાવી શક્ય છે. તેના સેવનથી સાંઘાના દુખાવા, ગોઠણના દુખાવા, કમરના દુખાવામાં રાહત મળશે.
લોહીની ઉણપ દૂર કરે: આપણા શરીરમાં લોહ તત્વ હોવું ખુબ જ જરૂરી છે. આ માટે જો રોજે આ કાળી દ્રાક્ષનું સેવન કરવામાં આવે તો શરીરમાં લાલ રક્ત કણોની સંખ્યામાં વઘારો થાય છે. શરીરમાં લોહીનું પ્રમાણ જળવાઈ રહેવાથી આપણા શરીરમાં કોઈ પણ અંગમાં લોહીની ઉણપ સર્જાતી નથી. માટે દ્રાક્ષને સવારે ખાવી ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે. મહિલાઓ માટે તો કાળી દ્રાક્ષ એક અમૃતની ખજાનો માનવામાં આવે છે. માટે મહિલાઓએ તો ખાસ તેનું સેવન કરવું જોઈએ.
વાળ ખરતા રોકે: અટીરાના સમયમાં મોટાભાગે ઘણા લોકો વાળ ખરવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. માટે જેમને વાળ ખરતા હોય તેમને રોજ આ કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. કારણકે તેમાં એવા કેટલાક પોષક તત્વો મળી આવે છે જે આપણા વાળને પૂરતું પોષણ પૂરું પડે છે. જેથી આપણા વાળ ખરતા અટકે અને વાળની મજબૂતાઈ પણ વઘી જાય છે.
બ્લડપ્રેશર ને કંટ્રોલમાં રાખે: આમ તો ઘણા લોકો બ્લડપ્રેશર ની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય છે. માટે તેમને બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે કાળી સૂકી દ્રાક્ષ ને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
કોલેસ્ટ્રોલ: આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ લેવને જાળવી રાખવું ખુબ જ જરૂરી છે. કોલેસ્ટ્રોલ લેવલમાં વઘારો થવાથી વ્યક્તિને હાર્ટઅટેક અને સ્ટ્રોક નો હુમલો પણ આવી શકે છે. માટે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખવા માટે સૂકી કાળી દ્રાક્ષનું એવાં કરવું જોઈએ. જેથી આ ગંભીર બીમારીથી બચી શકાય.
અહીંયા જણાવેલ મુદ્દાઓ સામાન્ય માહિતી છે. જો તમે કોઈ પ્રકારની બીમારીથી પીડિત છો, તો પહેલા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે