અત્યારના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગતા હોય છે. ખાસ કરીને યુવા પેઠી તો સુંદર દેખાવા માટે ઘણા બધા બ્યુટી પોડકટનો ઉપયોગ પણ કરતા હોય છે. ખાસ કરીને યુવતી અને મહિલાઓ માં સુંદર દેખાવાનો ક્રેઝ ખુબ જ વઘી ગયો છે.

આજુ બાજુમાં કોઈ ને સુંદર જોવે તો તેમને જલન પણ થતી હોય છે. જેના કારણે તે પણ સુંદર દેખાવા માટે અનેક બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. આમ તો લોકો ચહેરાને સુંદર બનાવવા માટે ફેસવોશ અને ક્રીમનો ઉપયોગ કરતા હોય છે.

ઘણા લોકો બ્યુટી પાર્લરમાં જઈને ફેશિયલ પણ કરાવતા હોય છે. બજારુ બ્યુટી પ્રોડક્ટમાં કેમિકલ મળી આવે છે જેના કારણે તેમનો ચહેરો ઝડપથી સુંદર દેખાવા લાગે છે. પરંતુ તે સુંદરતા થોડા સમય માટે જ રહે છે.

બજારમાં મળતી પ્રોડક્ટ અને બ્યુટી ટ્રીટમેન્ટ નો ઉપયોગ કરવાથી આપણા ચહેરાને લાંબા સમયે નુકસાન પણ થઈ શકે છે. બજારમાં મળતી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી અને વધારે પડતા પ્રદુષણ ના કારણે આપણા ચહેરાની ચમક પણ ઓછી થવા લાગે છે.

આપણા ચહેરાને સુંદર બનાવી રાખવા માટે આપણે રોજિંદા જીવનમાં કેટલાક ફેરફાર પણ લાવવા જોઈએ જેથી આપણે ચહેરાની સુંદરતા પાછી લાવી શકીએ છીએ. આપણે ચહેરાને સુંદર બનાવવા માટે દિવસની શરૂઆતમાં કેટલાક ફેરફાર લાવવા જોઈએ. જે ચહેરાની પ્રાકૃતિક ચમક લાવવામાં મદદરૂપ સાબિત થશે.

તો ચાલો જાણીએ આપણે દિવસની શરૂઆતમાં શું કરવું જોઈએ જેથી આપણી ચહેરાની સુંદરતા પાછી આવી જાય. રોજ સવારે ઉઠીને પહેલા તો એક ગ્લાસ પાણી ગરમ કરીને પી જવું જોઈએ. જેથી આપણા શરીરમાં રહેલ હાનિકારક ઝેરી બેક્ટેરિયાની નાશ થાય છે. ગરમ પાણીનું સેવન કરવાથી લોહીમાં રહેલ અશુદ્ધિ પણ દૂર થાય છે. લોહીનું શુદ્ધ થવાથી આપણા ચહેરાની ચમક પણ પાછી આવી જાય છે.

ચહેરાને સુંદર, મુલાયમ બનાવી રાખવા માટે રોજ એક ગ્લાસ પાણીનું સેવન દિવસ ની શરૂઆતમાં કરવું જોઈએ. ત્યાર પછી આંખો અને ચહેરાને સાદા ઠંડા પાણીથી ઘોઈ દેવા જોઈએ. ચહેરા અને આંખોને સાદા પાણીથી ઘોવાથી આંખોને ઠંડક મળે છે અને ચહેરા પર ચોંટેલ ધૂળ અને માટીના બેક્ટેરિયા દૂર થઈ જાય છે.

ત્યાર પછી એક બાઉલમાં ચાર થી પાંચ ચમચી દૂઘ લઈ લો, તેમાં બે ચમચી ચણા નો લોટ અને એક ચમચી હળદર પાવડર મિક્સ કરીને બરાબર હલાવી દો. હવે આ પેસ્ટને રૂ ની મદદથી ચહેરા પર લગાવી દો. ત્યાર પછી હળવા હાથે તેની માલિશ કરીને 20 મિનિટ રહેવા દો.

ત્યાર પછી ચહેરાને સાદા પાણીથી ઘોઈ દેવો અને ચહેરાને ચોખા રૂમાલથી સાફ દેવો. ચહેરાને સાફ કરવા માટે એક રૂમાલ અલગ જ રાખવો જોઈએ. જો તમે આ રીતે સવારે 30 મિનિટનો સમય નીકાળીને ચહેરાને સાફ રાખશો તો ચહેરો પ્રાકૃતિક રીતે ચોખ્ખો દેખાવા લાગશે. ચહેરાની સુંદર, મુલાયમ, અને ચમકદાર બનાવી રાખવા માટે સવારની તમારી આ 30 મિનિટ ખુબ જ ઉપયોગી સાબિત થશે.

વઘારે પૈસા બજારુ પ્રોડક્ટ અને બ્યુટી ટ્રીટમેન્ટમાં ખર્ચ કર્યા વગર જ રસોડામાં રહેલ આ વસ્તુનો ઉપયોગ કરીને ચહેરાની કુદરતી ચમક મેળવી શકાય છે. દરેક વ્યક્તિ આસાનીથી કરી શકે તેવો સરળ ઘરેલુ ઉપાય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *