આજના સમયમાં દરેક વ્યકતિનું જીવન ભાગદોડ ભર્યા બની ગયું છે. તેવામાં ઘણા લોકોની અનિયમિત ખાણી પીની હોવાના કારણે તેમને ઘણી સમસ્યાનો સામનો પડતો હોય છે. હાલના સમયમાં પેટને લગતી સમસ્યા ખુબ જ વધી ગઈ છે.
જો તમે પણ પેટની સમસ્યા થી ખુબ જ પીડાતા હોય તો તમે જમ્યા પછી માત્ર 5 મિનિટનો સમય નીકાળીને માત્ર આ એક કામ કરવાનું છે. આ કામ કરવાથી ગેસ, અપચો, કબજીયાત, એસીડીટી જેવી સમસ્યામાંથી 100% કાયમી છુટકાળો મળી જશે.
ઘણા લોકોને અવરો ગેસ, અપચો, કબજીયાત, એસીડીટીની સમસ્યા થતી હોય છે. આ બઘી સમસ્યા આપણે ખાઘેલ ખોરાક ના પચવાના કારણે થતો હોય છે. પેટને લગતી બીમારી થવાથી આપણા શરીરમાં અનેક રોગો થવાની સંભાવના વઘી જાય છે.
કબજીયાતની સમસ્યામાંથી કાયમી છુટકાળો મેળવવા માટે જમ્યા પછી તમારે 40 મિનિટ સુઘી પાણી પીવાનું નથી. આ ઉપરાંત તમારે જમ્યા પછી પાંચ મિનિટ માટે વજ્રાશન સ્થતિમાં બેસવાનું છે.
વજ્રાશન એક યોગ છે. યોગાસન હંમેશા ખાલી પેટ જ કરવામાં આવે છે પરંતુ વજ્રાશન એક એવો યોગ છે જે જમ્યા પછી જ કરી શકાય છે. માટે જમ્યા પછી માત્ર 5 મિનિટનો સમય કાઠીને આ એક યોગ કરી લેવો જોઈએ.
આ એક યોગ જમ્યા પછી કરવાથી આપણી પાચનક્રિયામાં સુઘારો થાય છે. જેના કારણે પાચન શક્તિ મજબૂત થાય છે અને પાચનતંત્ર પણ મજબૂત થઈ જાય છે. આ ઉપરાંત કબજિયાત, એસીડીટી, ગેસ, અપચોની સમસ્યા દૂર થઈ જશે.
જમ્યા પછી આ એક યોગ કરી લીઘા પછી તમે મુખવાસમાં એક ચમચી વરિયાળીનું સેવન કરી શકો છો. વરિયાળીમાં પણ એવા ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે જે ખાઘેલ ખોરાકને પચાવામાં મદદ કરે છે. માટે વરિયાળીનું સેવન કરીને ગેસ, કબજીયાત, એસીડીટી જેવી સમસ્યા માંથી રાહત મેળવી શકો છો.
જો તમને મળ નીકળવામાં તકલીફનો સામનો કરવો પડતો હોય તો રોજ રાત્રે જમ્યા પછી એક હિંગ ગોળીનું સેવન કરવું જોઈએ. હિંગ ગોળીનું સેવન કરવાથી થોડા જ સમયમાં મળ ને ઢીલો કરીને સરળતાથી બહાર નીકાળવામાં મદદ કરે છે. માટે હિંગ ગોળી પેટને સાફ કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. તેના સેવનથી કબજિયાત, અપચો, ગેસ, એસીડીટીની સમસ્યાને દૂર કરે છે.
જો તમને ઘણા સમયથી કબજિયાતની સમસ્યા હોય તો રાત્રે સુતા પહેલા એક ગ્લાસ નવશેકા પાણીનું સેવન કરવું જોઈએ. જેથી કબજીયાતની સમસ્યા દૂર થઈ જાય છે. ગરમ પાણી પીવાથી પેટમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે.
જો તમને જૂનામાં જૂની કબજિયાત હોય તો જમ્યા પછી 45 મિનિટ પછી જ પાણીનું સેવન કરવું, જમ્યા પછી 5 મિનિટ વજ્રાશન સ્થતિમાં બેસવું, વરિયાળીનું સેવન કરવું, અને રાત્રીના સમયે નવશેકા પણીનું સેવન કરવું જોઈએ. આ રીતે તમે કરશો તો ચોક્કસ તમારી પેટને લગતી દરેક સમસ્યા દૂર થઈ જશે અને ગેસ, અપચો, કબજીયાત, એસીડીટી જેવી સમસ્યા દૂર થઈ જશે. ઘ્યાનમાં રાખવું કે જમતા જમતા પાણીનું સેવન ના કરવું
