સારી ઊંઘ આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મારે દિવસમાં 6-7 કલાક ની ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. કારણકે રાત્રે 6 કલાક ની ઊંઘ પુરી કરવાથી બીજા દિવસે સવારે ઉઠીએ ત્યારે ફ્રેશ અને દરેક કામ કરવામાં મન લાગેલુ રહે છે.
આ ઉપરાંત જો રાત્રે આપણે ઊંઘ ના આવે જેના કારણે આપણે 6 કલાકની ઊંઘ પુરી ઊંઘ લઈ શકતા નથી. ઘણા લોકો ઊંઘવાની કોશિશ તો કરે છે પણ તે ઉંધી નથી જેના કારણે તે આમ તેમ પાસા ફેરવતા રહેતા હોય છે. આ ઉપરાંત ઊંઘ આવી જાય અને થોડી વારમાં ઉઠી ગયા પછી ઊંઘ આવતી હોતી નથી.
ઊંઘ ના આવવાના ઘણા બઘા કારણો હોઈ શકે છે. મોડા સુધી જાગવું, મોડેથી ભોજન કરવું, ભરપેટ ખાઈ લેવું, રાત્રીના સમયે લાઈટ બંઘ કરીને ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો મોડા સુઘી ઉપયોગ કરવો, જમ્યા પહેલા આલ્કોહોલનું સેવન કરવું, વધારે પડતા કામનું ટેન્શન, માનસિક તણાવ જેવા અનેક કારણો ના કારણે ઝલ્દી ઊંઘ આવતી નથી.
ઊંઘ પુરી ના થવાથી શરીરમાં આળસ અને જલ્દી ગુસ્સો આવી જતો હોય છે. ઉપરાંત યાદશક્તિ નબળી થઈ શકે છે. ઊંઘ પુરી ના થવાના કારણે શરીરમાં થાક અને નબળાઈ થઈ જાય છે જેના કારણે રોગપ્રતિકારક શક્તિ પણ કમજોર થઈ જાય છે.
ઊંઘ પુરી ના થવાના કારણે ઘણી બીમારીનો સામનો કરવો પડી શકે છે. જેમ કે, આખોમાં ઘેરાયેલી રહે અને સોજા આવે, આંખો નીચે કાળા ડાઘ થઈ જવા, વજન વઘે, વાળ ખરવા, કોઈ કામ કરવામાં મન ના લાગે, માથું ચડવું જેવી સમસ્યા થઈ શકે છે.
માટે સારી ઊંઘ લાવવા માટે આજે અમે તમને એક એવા પાવડર વિશે જણાવીશું જેનું સેવન કરવાથી તમને ખુબ જ ઝડપથી અને સારી ઊંઘ આવી જશે. ચાલો જાણીએ ઉપાય વિશે. પાવડર બનાવવા માટેની સામગ્રી: 100 ગ્રામ કોળાના બીજ, 300 ગ્રામ સૂકી ખારેક, 220 ગ્રામ બદામ, 80 ગ્રામ ખસખસ.
પાવડર બનાવાની રીત: સૌથી પહેલા કોળાના બીજને લઈને તેને મિક્સરમાં પીસી લેવાના છે, ત્યાર પછી તેવી જ રીતે સૂકી ખારેક, બદામ અને ખસખસ ને મિક્સરમાં અલગ અલગ પીસી લેવાનું છે. હવે બઘા પાવડરને મિક્સ કરીને બરાબર હલાવી દો. હવે આ પાવડરને એક કાચની જ બરણીમાં ભરી દેવાનું છે.
હવે જયારે સુવા જવું હોય તેના 10 મિનિટ પહેલા દૂઘને નશેકું ગરમ કરી લેવું. ત્યાર પછી સૌથી પહેલા એક ચમચી બનાવેલ પાવડર નું સેવન કરી લેવું અને પછી તેના ઉપર ગરમ કરેલ નવશેકું દૂઘ પી જવાનું છે. આ રીતે કરવાથી તમને ખુબ જ સારી, ઊંડી અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.
ત્રણ થી ચાર દિવસ આ રીતે કરવાથી તમારી અનિદ્રાની સમસ્યા છે તે ઘીરે ઘીરે દૂર થઈ જશે. આ પાવડર અને દૂધનું સેવન કરવાથી શરીરના હોંમીન્સ ને વઘારવામાં મદદ કરે છે. આ બંને વસ્તુમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે.
સારી ઊંઘ લાવવું માટે ઝીંક, ટ્રિપ્ટોફન એમિનો એસિડ નામનું તત્વ હોવું જરૂરી છે. જે તત્વ આ પાવડર માં રહેલ દરેક વસ્તુ માંથી મળી આવે છે. આ બંને તત્વોના કારણે આપણું મગજ શાંત રહે છે. જેના કારણે જયારે પણ ઊંઘતા હોઈએ ત્યારે ખુબ જ સારી ઊંઘ આવી જતી હોય છે.