આજે અમે તમને એક એવા પૌષ્ટિક ફળ વિશે જણાવીશું જેનું સેવન સતત એક મહિના સુઘી એટલેકે આખો માર્ચ મહિનો સેવન કરી લેશો તો આખું વર્ષ તમે સ્વસ્થ અને નિરોગી રહેશો. જે પોષ્ટીક ફળ ખાવાનું છે તેનું નામ ખજૂર. હા જે ખજૂર આમ તો બારેમાસ મળી આવે છે.
પરંતુ માર્ચ મહિના માં ખુબ જ વધુ પ્રમાણમાં મળી આવે છે. ખજૂર ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને મીઠું હોય છે. જે નાના મોટા દરેક વ્યક્તિ ખુબ જ આસાનીથી ખાઈ શકે છે. રોજ ખજૂરની ત્રણ થી ચાર પેશી ખાવી જોઈએ. રોજ તેનું સેવન કરવાથી આપણા શરીરમાં ઘણા ફાયદા થાય છે. આ વસ્તુનું સેવન કરશો તો આપણા શરીરમાં કેલ્શિયમ ક્યારેય ઘટશે નહીં.
ખજૂરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જેમ કે, કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, મેંગેંનિઝ, મેગ્નનેશિયમ,, ઝીંક, વિટામિન-બી6, વિટામિન-સી, વિટામિન-એ, આયર્ન, ફોસ્ફરસ, ફાયબર, એમિનો એસિડ, મિનરલ્સ, વિટામિન્સ જેવા તત્વોનો ભંડાર મળી આવે છે.
આજે અમે તમને દૂઘ માં ખજૂર મિક્સ કરીને પીવાથી થતા ફાયદા વિષે જણાવીશું. એક દિવસમાં ખજૂર ત્રણ થી ચાર ખાઈ શકાય છે. આમ તો ખજૂરનું સેવન દિવસમાં કોઈ પણ સમયે કરી શકાય છે. ખજૂરનું સેવન સવારે ઉઠીને ખાલી પેટ કરવામાં આવે તો દિવસમાં ભરપૂર એનર્જી મળી રહે છે.
વર્ક આઉટ: વર્ક આઉટ કરતા હોય તો ખજૂર નું સેવન અવશ્ય કરવું જોઈએ. જયારે તમે વર્ક આઉટ કરવાનું વિચારો તેના 30 મિનિટ પહેલા ખજૂરનું સેવંન કરવું જોઈએ જેથી વર્ક આઉટ કરવામાં ઘણો લાભ મળે છે.
અનિદ્રાની સમસ્યા દૂર કરે: ખજૂરનું સેવન રાત્રીના સમયે પણ કરી શકાય છે. રાત્રે ભોજન કર્યાના બે કલાક પછી દૂધ માં ખજૂર મિક્સ કરીને થોડું નવશેકું થઈ જાય ત્યરે બંધ કરીને પીવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છેઅ ને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
શારીરિક કમજોરી દૂર કરે: ખજૂરનું સેવન દૂઘ સાથે કરવાથી આપણા શરીરમાં થાક, નબળાઈ, શારીરિક કમજોરી જેવી સમસ્યા દૂર થઈ જાય છે. રોજ તેનું સેવન કરવાથી આખો દિવસ ઉર્જાથી ભરપૂર રહે છે અને આખો દિવસ કામ કરવામાં થાક અને નબળાઈનો અનુભવ થતો નથી.
હાડકાને મજબૂત બનાવે: ખજૂર અને દૂઘમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. આપણા હાડકાને કેલ્શિયમ મળી રહે તે ખુબ જ જરૂરી છે. આ માટે રોજ ખજૂર વાળું દૂધ પીવું જોઈએ. જેથી આપણા નબળા પડી ગયેલ હાડકાને મજબૂત બનાવે છે. વઘતી ઉંમરે થતા સાંઘાના દુખાવા, ઢીંચણના દુખાવા જેવી સમસ્યામાંથી રાહત આપે છે.
હૃદયને સ્વસ્થ રાખે: આપણા શરીરનું મહત્વનું અંગ એટલેકે હૃદય જેને સ્વસ્થ રાખવા માટે રોજ ખજૂર અને દૂઘનું સેવન કરવું જોઈએ. જેથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ ને જાળવી રાખે છે. જેથી આપણું હૃદય સ્વસ્થ અને સુરક્ષિત રહે છે.
યાદશક્તિ વઘારે: જો રોજ ખજૂર અને દૂઘ નું સેવન કરવામાં આવે તો આપણા મગજની કોશિકાઓ યોગ્ય પોષણ પૂરું પડે છે જેથી આપણી કોશિકાઓ સારી રીતે કાર્ય કરી શકે છે અને આપણા મગજની યાદશક્તિ વઘવામાં મદદ કરે છે. બાળકોની યાદશક્તિ વઘારવા માટે પણ ખજૂર અને દૂઘ ખુબ જ ઉપયોગી સાબિત થશે. મગજનો વિકાસ કરવા માટે ખુબ જ ઉપયોગી છે.
કબજિયાત દૂર કરે: ખજૂરમાં સારી માત્રામાં ફાયબર મળી આવે છે. જે કબજિયાતનો સામનો કરે છે. કબજિયાત દૂર કરવા માટે રાત્રે ત્રણ ખજૂરને પાણીને પલાળીને સવારે ખાલી પેટ ચાવીને ખાઈ જવાથી પેટ સાફ થઈ જાય અને આંતરડામાં જામેલ કચરો પણ દૂર થઈ જશે. જેથી કબજિયાત દૂર થઈ જાય છે. આ ઉપરાંત પેટને લગતી અનેક સમસ્યા પણ દૂર થાય છે.
હૃદયની બ્લોક નસો ખોલવા: આપણા હદયની બ્લોક નશોને ખોલવા માટે ખજૂર ખુબ જ ઉપયોગી છે. રાત્રે ત્રણ ખજૂરને પાણીમાં પલાળીને આખી રાત રહેવા દઈને સવારે ચાવી ચાવીને સેવન કરવાથી આપણા હૃદયની બ્લોક નશો ખુલી થવા લાગશે. માટે રોજ સેવન કરવાથી હૃદયની નસો બ્લોક થશે નહીં.
એનિમિયા દૂર કરે: આપણા શરીરમાં લાલ રક્ત કણોની સંખ્યામાં ઘટાડો થાય છે ત્યારે એનિમિયાની સમસ્યા થાય છે. આ એનિમિયાની સમસ્યા ને દૂર કરવા માટે રોજ ખજૂરનું સેવન કરવું જોઈએ કારણકે તેમાં આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે છે જે આપણા લોહીમાં વઘારો કરે છે જેથી એનિમિયાની સમસ્યા થવાનું જોખમ ઘણી જાય છે.
ખજૂર ને દૂધ નું સેવન કરવું આપણી આંખો ના સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. આ ઉપરાંત વાળા મેં મજબૂત બનાવવા અને વાળને ઘાટા બનાવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત ત્વચામાં નિખાર લાવવા અને વઘતી ઉંમરે ચહેરાને સુંદર અને જવાન બનાવી રાખવા ખજૂર અને દૂઘ નું સેવન ખુબ જ ફાયદાકારક છે.