જાણતા અજાણતા આપણે એવું કંઈક ખાઈ લઈએ છીએ જેના કારણે આપણી ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ઘણા લોકો ભોજન કર્યા પછી પણ એવી કેટલીક વસ્તુનું સેવન કરે છે જેનાથી આરોગ્ય પર ખરાબ અસર થઈ શકે છે.
આજના સમયમાં ઘણા લોકો સતર્ક પણ થઈ રહ્યા છે પરંતુ કેટલાક લોકો હજી અજાણ પણ છે. માટે આજે અમે તમને જણાવીશું કે ભોજન કર્યા પછી કઈ વસ્તુનું સેવન ના કરવું જોઈએ. તો ચાલો જાણીએ વધુ માહિતી વિશે.
આમ તો દરેક વ્યક્તિ જમ્યા પછી ચાલવાનું વઘારે પસંદ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઉં કે જયારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે તે ભોજન ને પચવામાં આશરે 35-45 મિનિટનો સમય લાગે છે. માટે જમ્યાના 30 મિનિટ પછી જ ચાલવા જવું જેથી પાચનક્રિયામાં કોઈ પણ પ્રકારનો અવરોઘ ના થઈ શકે.
100 માંથી 99 લોકો ભોજન કર્યા પછી તરત જ પાણી પી લેતા હોય છે. પરંતુ જમ્યા પછી તરત પાણી પીવાથી ખોરાક પચવામાં માટે જે અગ્નિ ઉત્પન્ન થઈ હોય છે તેને ઓલવે છે જેથી પાચન ક્રિયા ઘીમી થાય છે અને યોગ્ય પાચન ના થાય તો તે સડવા લાગે છે અને પેટને લગતી સમસ્યા થવાનું શરુ થાય છે.
ઘણા લોકો જમીને કોઈના ઘરે મહેમાન બનીને ગયા હોય તો ચા કે કોફી બનાવીને પીવડાવતા હોય છે, પરંતુ ભોજન કર્યા પછી તરત ચા પીવાથી શરીરમ,આ એસિડનું પ્રમાણ માં વઘારો થાય છે. જયારે એસિડનું પ્રમાણ વધે ત્યારે એસીડીટીની સમસ્યા થતી હોય છે. માટે ભોજન પછી ચા કે કોફીનું સેવન ના કરવું જોઈએ.
આપણા ભારત દેશમાં 18 વર્ષની ઉંમર પછીના વ્યક્તિ હોય છે તે લોકો વ્યસન કરતા જ હોય છે. તેમાં પણ દરેક વ્યકતિને ભોજન કર્યા પછી તરત જ કોઈ પણ પ્રકારના પાન મસાલા, બીડી, સિગરેટ, દારૂનું સેવન કરતા હોય છે. જે આપણા શરીરને ઘણું નુકશાન કરી શકે છે.
માટે જો તમારી પણ ભોજન કર્યા પછી આ ખરાબ કુટેવ હોય તો તેને બંઘ કરવી જોઈએ. જો તમારે કોઈ પણ વ્યસન કરવું હોય તો રાત્રીના ભોજનના દોઢ કલાક પહેલા જ કરી લેવું. ઘ્યાનમાં રાખવું કે રાત્રીના ભોજન પછી ક્યારેય કોઈ પણ વ્યસન ના કરવું જોઈએ.
ભોજન પછી ઘણા લોકો ફ્રૂટ અને જ્યૂસનું સેવન કરતા હોય છે પરંતુ ભોજન કર્યા પછી તરત જ ફ્રુટનું કે ફ્રૂટના જ્યૂસનું સેવન ના કરવું જોઈએ. જો તમારે કોઈ પણ ફ્રૂટ ખાવા હોય તો ભોજનના 70-80 મિનિટ પછી જ કરવું જોઈએ.
ઘણા લોકો બપોરના ભોજન પછી કે રાત્રીના ભોજન પછી ઠંડા કોલ્ડ્રિન્કનું સેવન કરતા હોય છે. આ ઉપરાંત જમ્યા પછી કોઈપણ સોડા કે અન્ય કોઈ પણ ઠંડુ વસ્તુનું સેવન કરતા હોય છે જેના કારણે તેમને ખોરાક પચતો નથી. જેથી ગેસ, કબજિયાત જેવી અન્ય સમસ્યા પણ થઈ શકે છે.