આજના સમયમાં મોટા ભાગના લોકો સવારે મોર્નીગ વોક કરતા હોય છે અને રાત્રે જમ્યા પછી પણ ચાલવા જતા હોય છે. સવારે અને સાંજે ચાલવાના ઘણા બઘા ફાયદા જોવા મળે છે. ચાલવાથી આપણા શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે અને આખો દિવસ ફ્રેશ હોઈએ એવું મહેશુસ થાય છે.
ખાસ કરીને જેમનું વજન વઘારે હોય, પેટ મોટૂ હોય તેવા લોકો તો ખાસ વઘારે ચાલવાનું પસંદ કરતા હોય છે. ઘણા લોકો ખાલી શિયાળામાં જ ચાલવાનું પસંદ કરતા હોય છે કારણકે વાતાવરણ ખુબ જ ઠંડુ હોય છે માટે શિયાળામાં ચાલવાનું વઘારે પસંદ કરતા હોય છે.
પરંતુ શિયાળામાં જ ચાલવાથી ફાયદા નથી થતા દરેક ઋતુમાં સવારે અને સાંજે ચાલવાથી ઘણા બઘા ફાયદા થતા હોય છે. લોકો ઉનાળામાં ગરમી લાગે એટલા માટે ચાલવા નથી જતા. પરંતુ વર્ષમાં 365 દિવસ એમાં પણ માત્ર એક દિવસમાં 30 મિનિટનો સમય નીકાળીને ચાલવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય ને અનેક ફાયદા થતા હોય છે.
જો તમે પણ તમારા જીવનની રોજની માત્ર 30 મિનિટ નીકાળીને રોજ ચાલસો તો 60 વર્ષની ઉંમરે પણ અનેક રોગ દૂર રહેશે. તો ચાલો રોજ 30 મિનિટ ચાલવાના ફાયદા વિશે જાણીએ. બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે: ઘણા લોકોને હાઈ બીપી અને લો બીપીની સમસ્યા રહેતી હોય છે. તેવા વ્યક્તિઓએ સવારે અને સાંજે બંને વખત સતત 30 મિનિટનું વોક કરવું જ જોઈએ. જેથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. માટે બ્લડપ્રેશર હોય તેવા વ્યક્તિને ડોક્ટર પણ ચાલવાની સલાહ પણ આપે છે.
બ્લડ સર્ક્યુલેશન: ચાલવાથી આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં વઘારો થાય છે જેથી આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું થવાથી નસો બ્લોકેજ થવાનું જોખમ ઘટી જાય છે.
ડાયાબિટીસ: ડાયાબિટીસના દરેક દર્દીને ચાલવાની સલાહ ડોક્ટર પણ આપતા હોય છે. કારણકે ચાલવાથી મેટાબોલિઝમમાં વઘારો થાય છે. જેના કારણે સુગર લેવલમાં ઘટાડો થાય છે. માટે રોજ ડાયાબિટીસ દર્દીએ 30 મિનિટ ચાલવું જ જોઈએ જેથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
હાડકા મજબૂત કરે: રોજ ચાલવાથી આપણા ઘુંટણ યોગ્ય રીતે વર્ક કરે છે જેથી ચાલવાથી આપણા શરીરના દરેક સ્નાયુઓ ખેંચાય છે જથી દરેક સ્નાયુઓ યોગ્ય રીતે કામ કરે છે. ચાલવાથી સ્નાયુઓ અને આપણા હાડકા બંને મજબૂત થઈ જાય છે.
ઈમ્યુનિટી વઘારે: રોજ ચાલવાથી આપણા શરીરમાં રહેલ સફેદ રક્ત કણો અને લાલા રક્ત કણોની સંખ્યામાં વઘારો થાય છે જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ વઘે છે અને વાયરલ ઈન્ફેક્શન જેવી બીમારીથી બચાવી રાખવામાં મદદ કરે છે.
ફેફસા ચોખા રાખે: જયારે આપણે ચાલવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણી શ્વાસો શ્વાસની ક્રિયા ખુબ જ ઝડપી થઈ જાય છે. શ્વાસ ઝડપથી લેવાથી આપણા ફેફસા યોગ્ય રીતે વર્ક કરે છે અને ફેફસા સાફ રહે છે. માટે જો રોજે 30 મિનિટ ચાલવામાં આવે તો આપણા ફેફસા હંમેશા માટે સ્વસ્થ રહે છે.
હદય સ્વસ્થ રાખે: હદયને સ્વસ્થ બનાવી રાખવા માટે ચાલવું જોઈએ. જો આપણું હૃદય સ્વસ્થ હશે તો અનેક હાર્ટને લગતી બીમારીથી બચાવી રાખવામાં મદદ કરે છે. માટે હૃદયને હંમેશા સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે ચાલવું ખુબ જ જરૂરી બની જાય છે.
સારી ઊંઘ લાવવા: રોજ રાતે ચાલવાથી મગજમાં રહેલ મેલાટોનિન નામનું દ્રવ્ય વઘારે બહાર આવે છે જેના કારણે ખુબ જ સારી અને ઝડપથી ઊંઘ આવે છે. માટે ઘણા લોકો રાત્રે ચાલી ને આવે ત્યારે તેમને તરત જ ઊંઘ આવી જતી હોય છે.
પીરિયડ્સમાં રાહત: જયારે મહિલાઓને પીરીયડનો એટલો બધો અસહ્ય દુખાવો થતો હોય છે ત્યારે તેમને ઘણી વખત દવા લેવી પડતી હોય છે પરંતુ જો રોજે 30 મિનિટ દરેક મહિલાઓ ચાલશે તો પીરિયસમાં થતા દુખાવા ઘણી રાહત મળશે.
સાંઘાના દુખાવામાં રાહત: ઘણા લોકોને ઉંમર વઘવાની સાથે સાંધાના દુખાવા, ઢીચણ ના દુખાવા થવાનું થઈ જતું હોય છે. પરંતુ જો રોજે ચાલવામાં આવે તો આપણા સાંઘામાં કાર્ટિલેજ નું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે. માટે ચાલવાથી ઢીચણ ના દુખાવા, સાંઘાના દુખાવા, વા ના દુખાવા વઘતી ઉંમર
થશે નહીં.
સ્પૂર્તિ લાવે: રોજ સવારે 30 મિનિટ ચાલવામાં આવે તો આપણા શરીરમાં ડ્રિપ્રેશન, તણાવ, ચિંતાને ઘટાડીને કામ કરવામાં મૂડ લાવવામાં મદદ કરે છે અને આખા શરીરમાં એનર્જી અને સ્પૂર્તિ લાવી દે છે. માટે રોજ ચાલવું જોઈએ જેથી આખો દિવસ ફ્રેશ રહે.
પાચનક્રિયા સુઘારે: ઘણા લોકો પાચન સંબંધિત સમસ્યાથી પીડાતા હોય છે. માટે રોજ ચાલવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. જેથી પેટને લગતી સમસ્યા કબજિયાત, ગેસ, અપચો રહેતો નથી. ચાલવાથી મળ નીકળવામાં ખુબ જ આસાની રહે છે જેથી પેટ સાફ થઈ જાય છે અને પચનક્રિયા મજબૂત થાય છે.
જો તમે પણ તમારા દિવસની શરૂઆત ચાલવાથી કરશો શરીર હંમેશા સ્વસ્થ, હેલ્ધી અને ફિટ રહેશે. જો તમે પણ ચાલતા ના હોય અને આ ચાલવાના ફાયદા જાણીને રોજ સવારે અથવા રાત્રીના સમયે માત્ર 30 મિનિટનો સમય નીકાળીને ચાલવાનું શરૂ કરી દેજો.
