આજનો સમય ખુબજ ઝડપી બની ગયો છે. આજના સમયમાં દિવસે ને દિવસે બજારમાં કંઈક નવુ આવે છે આ સાથે આજના લોકોની લાઇફસ્ટાઇલ પણ ખુબજ બદલાઈ ગઈ છે. આજનો માણસ ઘરમાંથી બહાર નીકળે તો પણ તૈયાર થઈને નીકળે છે. ખાસ કરીને મહિલાઓની વાત કરીએ તો પુરુષો કરતા વધારે તેઓ પોતાના ચહેરાની સંભાળ રાખતી હોય છે.
જયારે પણ બહાર ફંકશન માં કે મેરેજ માં જવાનું થાય ત્યારે પુરુષો કરતા મહિલાઓ વધુ તૈયાર થતી હોય છે કારણકે તેઓને પોતાના ચહેરાની સુંદરતા વધુ ગમે છે. મહિલાઓ પોતાની સુંદરતા માટે મેકઅપ કરતી હોય છે. મેકઅપ કરવાથી ત્વચા પર રહેલા ડાઘ દૂર થાય છે અને ચહેરાનો લૂક આકર્ષક બને છે.
મેકઅપ કર્યા પછી મહિલાઓ પોતાની જાતને કોન્ફીડેન્ટ અનુભવે છે પરંતુ ઘણીવાર એવું જોવામાં આવે છે મેકઅપ કર્યા પછી મહિલાઓ વૃદ્ધ દેખાવા લાગે છે અથવા તો તેમની વાસ્તવિક ઉંમર કરતા વધુ મોટી ઉંમરની દેખાવા લાગે છે.
આ થવાનું કારણ ઘણી વાર મેકઅપ કરતા સમયે કરેલી કેટલીક ભૂલોને કારણે થાય છે. જો તમારાથી કોઈ ભૂલ થઇ ગઈ હોય તો તમે તમારી વાસ્તવિક ઉમર કરતા વધુ ઉમર ના દેખાઈ શકો છો. જો તમે પણ આવી કોઈ ભૂલ કરો છો તો જાણીલો અહીંયા જણાવેલી મેકઅપ વિશે કેટલીક વાતો.
મેકઅપ કરતા સમયે ધ્યાનમાં રાખો આ બાબતો: લિપ લાઈનર: ઘણી મહિલાઓ ડાર્ક રંગની લિપ લાઇનર લગાવવાનું વધુ પસંદ કરતી હોય છે, પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે આમ કરવાથી તમારી ઉંમર વધુ દેખાવા લાગે છે. એટલા માટે જયારે પણ તમે લિપ લાઈનર ખરીદો છો, ત્યારે તેને લિપસ્ટિકના કલર સાથે મેચ કરો અથવા હોઠ સાથે મેચ કરો.
બ્લશનો ઉપયોગ: ડ્રેસને મેચ કરવા માટે ઘણી સ્ત્રીઓ તેમના બ્લશનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણી વાર તે તમારો લૂક ખરાબ કરી શકે છે. આથી જ્યારે પણ બ્લશ પસંદ કરો ત્યારે તમારા મગજમાં યાદ રાખો કે તેને હોઠના રંગ અથવા સ્કિનના ટોનના આધારે પસંદ કરો. તમને જણાવીએ કે ગુલાબી, પીચ શેડ્સના બ્લશ ફેર અને મીડીયમ સ્કીન ટોન સાથે હંમેશા સારું લાગે છે.
ફાઉન્ડેશન: જે લોકોની ત્વચા શુષ્ક હોય તેવા લોકોએ પાવડર ફાઉન્ડેશન ટાળવું જોઈએ આથી જો તમારી ત્વચા પણ શુષ્ક છે તો તમારે ટાળવું જોઈએ કારણકે જો તમે ચહેરા પર વધારે પડતું ફાઉન્ડેશન લગાવશો તો ચહેરા પર કરચલી અને ફાઇન લાઇન્સને ઢાંકવાને બદલે તે વધુ હાઈલાઈટ કરશે. માટે હંમેશા તમારી સ્કિન શેડ સાથે મેળ ખાતુ ફાઉન્ડેશન ખરીદવાનો આગ્રહ રાખો.
આઈશેડો: આઈશેડોમાં પણ વધુ ધ્યાન આપવાની જરૂર છે કારણકે જો તમે આઇશેડોમાં બ્રાઈટ લાલ, વાદળી, લીલા રંગનો ઉપયોગ કરો છો, તો તે તમારો લૂક વૃદ્ધ બનાવશે. એટલા માટે આઈશેડો માટે બ્રાઉન અને મરૂન રંગના શેડ્સ વધુ પસંદ કરો.
મસ્કરા અને આઈલાઈનર: હંમેશા મસ્કરા અને આઈલાઈનરને પાંપણોની ઉપર અને નીચેના બંને ભાગોમાં લગાવો. તમે તમારી પાંપણોને લાઈન કરવા અને લાઈનરને સ્મજ કરવા માટે સોફ્ટ આઈપેન્સિલ પસંદ કરી શકો છો. હંમેશા નીચેની લાઈન સોફ્ટ કરો.
કન્સિલર: તમને જણાવીએ કે વધુ પડતા કન્સિલરનો ઉપયોગ કરવાથી પણ તમારો ચહેરો તમારી વાસ્તવિક ઉંમર કરતા વધુ ઉંમરનો દેખાશો. આથી જો તમે વધુ પડતો ઉપયોગ કરતા હોવ તો હવેથી તેનો વધુ પડતો ઉપયોગ ટાળો.