દરેક વ્યક્તિ હાલના સમયમાં ભાગદોડ ભર્યું જીવન જીવી રહ્યા છે. ભાગદોડમાં ઘણા લોકોની ખાવાની ખોટી રીત છે. જેના કારણે જમ્યા પછી ખાટા ઓટકાર, અવરો ગેસ, અપચો જેવી સમસ્યા થતી હોય છે.
ગેસ, અપચો, ખાટા ઓટકાર આવવા જેવી સમસ્યા આપણે પાચન બરાબર ના થતું તેના કારણે આ બધી સમસ્યા થતી જોવા માટી હોય છે. આ બધી સમસ્યા એક પેટને લગતી સમસ્યા છે. પેટને લગતી સમસ્યા મોટાભાગે દરેક વ્યક્તિ ખુબ જ પરેશાન રહેતો હોય છે.
ઘણા લોકોને જમ્યા પછી ખાટા ઓટકાર આવતા હોય છે અને ઘણા લોકોને દિવસમાં ઘણી વખત ખાટા ઓટકાર આવવાની સમસ્યા રહેતી હોય છે. ખોટા ઓટકાર આવાથી કોઈને ગમતું નથી.
આજે અમે તમને એક એવી પેસ્ટ વિશે જણાવીશું. જેનું સેવન કરવાથી વારે વારે ગેસ અવરો થતો હોય, અપચાની સમસ્યા હોય, ખાટા ઓટકારની સમસ્યા ને દૂર કરવા માં ખુબ જ ઉપયોગી સાબિત થશે.
આ પેસ્ટ બનાવવા માટે 25 ગ્રામ આદું, 25 ગ્રામ ફુદીનો અને 25 ગ્રામ કોથમીર આ ત્રણ વસ્તુ લઈ લેવી. આ વઘી વસ્તુને મિક્સ કરીને મિક્સર ના નાખીને ક્રશ કરી લેવી. ત્યાર પછી એક બાઉલમાં નીકાળી લેવી ત્યાર પછી આ પેસ્ટને એક કાચની બોટલમાં ભરી લેવી.
ત્યાર પછી જયારે પણ ગેસ, અપચો, કે ખાટા ઓટકાર ની સમસ્યા સર્જાય ત્યારે તે પેસ્ટની એક ચમચી લઈને તેમાં એક ચપટી સંચર અને એક ચમચી મઘને મિક્સ કરીને ખાઈ જવાની છે. આ પેસ્ટનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુઘારો થશે.
જો તમને ભૂખ લાગતી ના હોય અને જઠરાગ્નિ ખુબ જ મંદ પડી ગઈ હોય તો જમ્યાંના 30 મિનિટ પહેલા આ પેસ્ટને ખાઈ લેવાની છે. જેથી તમને ભૂખ લાગશે. માટે જો ભૂખ ના લાગવાની સમસ્યા રહેતી હોય તેમના માટે આ પેસ્ટ ખુબ જ ઉપયોગી છે.
જો તમને ગેસ અને અપચાની સમસ્યા રહેતી હોય તો ભોજન કર્યાના 30 મિનિટ પછી આ એક પેટને ખાઈ લેવી. આ પેસ્ટનું સેવન કરવાથી ખાધેલ ખોરાકને પચાવવામાં મદદ મેળવી શકાય છે. જેથી આપણી પાચન ક્રિયામાં સુધારો થશે અને આપણું પાચનતંત્ર મજબૂત થઈ જશે.
આ પેસ્ટનું સેવન કરવાથી આપણા સહરીરમાં રહેલ કમજોરીને દૂર કરીને શરીરમાં ભરપૂર તાકાત આપે છે. જેથી કમજોરીની સમસ્યા દૂર થઈ જશે. પેસ્ટમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી રહેશે જે આપણા શરીરમાં રહેલ લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને લોહીને વધારવામાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
જો તમને ભૂખ ઓછી લગતી હોય અને અરુચિ રહેતી હોય તો તેમને ભોજન લીઘાના 30 મિનિટ પહેલા આ પેસ્ટ ખાઈ લેવાની છે. આ ઉપરાંત જેમને ગેસ, અપચો, ખાટા ઓટકાર આવતા હોય તેમને ભોજન કર્યાના 30 મિનિટ પછી આ પેટનું સેવન કરવાનું છે.
જેથી ભૂખ લાગવાની સમસ્યા, વધારે ગેસ ભરાઈ જવાની સમસ્યા, અપચાની સમસ્યા, ખાટા ઓટકારની સમસ્યાને દૂર કરી દેશે અને પાચનશક્તિમાં વઘારો કરે છે. આપણું પેટ સાફ થઈ જવાથી આપણું પાચનતંત્ર મજબૂત બને છે.