ઘણા રાજ્યોએ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. સારા પરિણામ આવે તે માટે બાળકો ખુબ મહેનત કરી રહયા છે અને જેમ એજમ પરીક્ષા નજીક આવી રહી છે તેમ બાળકો પણ તેમનો ભણવાનો અને વાંચવાનો સમય વધારી લીધો છે.
પરંતુ શું તમને પણ એવી પ્રોબ્લમ છે કે, થોડી વાર યાદ રહયા પછી તરત જ વસ્તુઓ ભૂલી જાઓ છો અથવા લાંબા સમય સુધી અભ્યાસમાં ધ્યાન રાખી શકતા નથી? હકીકતમાં આ એક ખુબ જ નાની સમસ્યા છે જેના કારણે મોટાભાગના બાળકો ચિંતામાં રહે છે.
પરંતુ હવે તમારે વધારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમે પણ કેટલીક યોગ મુદ્રાઓનો દરરોજ અભ્યાસ કરીને તમારી આ યાદશક્તિની સમસ્યાને દૂર કરી શકે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગાસન એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
યોગ નિષ્ણાતોના મુજબ યોગ તમને તમારા શરીર અને શ્વાસના પ્રવાહ વચ્ચે જોડાણ સ્થાપિત કરે છે. આ સિવાય જો તમે દરરોજ યોગાભ્યાસ કરો છો તો તણાવ અને ચિંતાને દૂર રાખવામાં, એકાગ્રતા વધારવા અને માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરી શકે છે.
બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ યોગને તેમની દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ. તે તમને યાદશક્તિ અને એકાગ્રતા વધારવાની સાથે પરીક્ષાની સારી તૈયારી કરવામાં જરૂર મદદ કરશે. દિવસમાં 10 થી 15 મિનિટનો યોગ કરવાથી ઘણો ફાયદો થઇ શકે છે. ચાલો જાણીએ કે વિદ્યાર્થીઓ માટે કયા યોગાસનો કરવા જોઈએ.
1. ધ્યાન મુદ્રા : મનને સ્વસ્થ રાખવા અને એકાગ્રતા વધારવા માટે નમસ્કાર મુદ્રા અથવા ધ્યાન મુદ્રાનો
નિયમિતપણે અભ્યાસ કરવાથી તમને ઘણા વિશેષ ફાયદા થઇ શકે છે. એકાગ્રતા વધારવા બાળકો માટે આ યોગાસન ખુબ જ ફાયદાકારક છે.
જો તમે દરરોજ 10 થી 15 મિનિટ માટે આ યોગનો કરો છો તો તમને તમારી માનસિક ક્ષમતા વધારવા, વસ્તુઓને સારી રીતે યાદ રાખવા અને મૂડ ને ફ્રેશ કરવામાં મદદ કરી શકે છે. નમસ્કાર મુદ્રાનો અભ્યાસ તણાવ-ચિંતા ને દૂર કરે છે અને તમારા મગજની શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
2. પશ્ચિમોત્તનાસન યોગ : પશ્ચિમોત્તનાસન યોગાસનને મનની શક્તિને પ્રોત્સાહન આપતા મુખ્ય યોગાસનોમાંના એક માનવામાં આવે છે. એકાગ્રતા વધારવા માટે આ સૌથી અસરકારક યોગ છે. તણાવ દૂર કરવા અને મનને શાંત કરવામાં પણ આ યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
જો તમે પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન થઇ રહયા છો તો આ આસન તમને પિત્તાશય અને આંતરડાને ઉત્તેજીત કરીને આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. શરીરને શક્તિ આપવા અને શારીરિક સક્રિયતા વધારવા માટે એક આદર્શ યોગ મુદ્રા છે.
3. વૃક્ષાસન યોગા : વૃક્ષાસન યોગને ટ્રી પોઝ પણ કહેવામાં આવે છે. જો તમે તેને કરો છો તો તમને શારીરિક અને માનસિક બંને રીતે સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળી શકે છે. આ યોગનો અભ્યાસ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણને સુધરે છે અને સારી એકાગ્રતા અને માનસિક શક્તિ પ્રદાન કરવામાં ફાયદાકારક છે. શરીરને વધુ સારી રીતે સ્ટ્રેચિંગ કરીને સંતુલન જાળવવામાં મદદ કરે છે.
જો તમારા બાળકોને ભણવામાં મન નથી લાગતું અથવા થોડી વાર વાંચીને ચિંતા કરવા લાગી જાય છે તો આ યોગાસન બાળકોને મદદ કરી શકે છે. તો તમે પણ પરીક્ષા પહેલા દરરોજ 10 થી 15 મિનિટ કાઢીને આ યોગાસનો ચોક્કસ કરવો. અમને આશા છે તમને આ લેખ ગમ્યો જ હશે.