આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ડ્રાયફૂટનું સેવન કરવું ખુબ જ લાભદાયક છે. ડ્રાયફૂટ ઘણા બઘા આવે છે. જેમ કે, બદામ, અખરોટ, દ્રાક્ષ, અંજીર, પિસ્તા જેવા ઘણા ડ્રાયફ્રુટ જોતા પણ હશે અને ખાઘા પણ હશે. ડ્રાયફ્રૂટમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે.
પરંતુ આજે અમે તમને એક એવા ડ્રાયફ્રુટ વિષે જણાવીશું જેનું નામ તમે પહેલી વખત જ કદાચ સાંભર્યું હશે. તેનું નામ ચીલગોઝા ડ્રાયફ્રુટ છે. તેમાં ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્વો મળી આવે છે. જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફાયબર, વિટામિન-ઈ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા તત્વો ખુબ જ સારી માત્રામાં જોવા મળે છે.
આ ઉપરાંત તેમાં ફેટી એસિડ, ફોલિક એસિડ, એમિનો એસિડ પણ મળી આવે છે. આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં પણ આ બઘા પોષક તત્વો ખુબ જ મહત્વ પૂર્ણ સાબિત થશે. આપણા શરીરમાં ભરપૂર તાકાત અને એનર્જી પણ હોવી જરૂરી છે.
જે આ ડ્રાયફ્રૂટમાં ભરપૂર માત્રામાં મળી આવે છે. પુરુષોમાં રહેલ શારીરિક કમજોરીને દૂર કરવા માટે આ ડ્રાયફ્રુટ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. તો ચાલો જાણીએ ચીલગોઝા ડ્રાયફ્રુટ ખાવાના ફાયદા વિશે.
ડાયાબિટીસ: સૌથી મોટી ખતરનાક બીમારીમાની એક બીમારી છે ડાયાબિટીસ જે હાલમાં નાની ઉંમરે વધુ જોવા મળતી હોય છે. જો તમે રોજે આ ડ્રાયફ્રુટનું સેવન નિયમિત પણે કરશો તો લોહીમાં રહેલ સુગરને ઘટાડીને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં મદદ મેળવી શકાય છે. માટે ડાયાબિટીસ દર્દી માટે આ ડ્રાયફૂટ રામબાણ સાબિત થશે.
લોહી વઘારવા: આપણા શરીરના દરેક અંગોને લોહીની જરૂર પડતી હોય છે. આ ડ્રાયફ્રટમાં આયર્નની માત્રા ભરપૂર હોય છે. જે એનિમિયાની સમસ્યા ને દૂર કરે છે. રોજ આ ડ્રાયફ્રુટનું સેવન કરવાથી લોહીમાં વઘારો કરી શકાય છે. ગર્ભવતી મહિલાઓ જો આ ડ્રાયફ્રુટનું સેવન કરે તો ગર્ભમાં રહેલ બાળકોનો વિકાસ સારો થાય છે. માટે ગર્ભવતી મહિલાઓ અને યુવતીઓએ પણ આ ડ્રાયફ્રુટનું સેવન કરવું જોઈએ જેથી શરીરમાં થયેલ લોહીની કમીને પૂર્ણ કરી શકાય છે.
હાડકા મજબૂત કરે: આપણા શરીરના દરેક હાડકા મજબૂત હોવા ખુબ જ જરૂરી છે. આ ડ્રાયફ્રૂટમાં ખુબ જ સારી માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે. જે આપણા હાડકાને અંદરથી મજબૂતાઈ આપવાનું કામ કરે છે. માટે હાડકાની સમસ્યાને દૂર કરવા માટે રોજે આ ડ્રાયફ્રુટ નું સેવન કરવું જોઈએ.
યાદશક્તિ વઘારે: આપણા મગજના કોષોને સારી માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડની મળી રહે તે જરૂર છે. આ ઓમેગા 3 ફેટી એસિડ આ ડ્રાયફ્રૂટમાં ખુબ જ વધુ પ્રમાણમાં મળી આવે છે. આપણા મગજને પૂરતું પોષણ મળી રહેવાથી આપણી યાદશક્તિમાં પણ વઘારો થઈ શકે છે. માટે બાળકોને આ ડ્રાયફ્રૂટનું સેવન કરાવવું જોઈએ જેથી તેમની યાદશક્તિમાં વઘારો થાય અને મેમરી પાવરફુલ બની રહે.
શારીરિક કમજોરી દૂર કરે: મોટાભાગે શારીરિક કમજોરીનાં શિકાર ઘણા લોકો હોય છે. તેમના માટે આ ડ્રાયફ્રુટનું સેવન ખાવું રામબાણ સાબિત થશે. પુરુષોમાં જોવા મળતી શારીરિક કમજોરીને દૂર કરવા માટે રોજ સેવન કરવાથી થોડા જ દિવસમાં ભરપૂર શક્તિ મળી રહેશે અને કમજોરી પણ દૂર થઈ જશે.
વાળના સ્વાસ્થ્ય માટે: આજના સમયમાં મોટાભાગના દરેક લોકો વાળની સમસ્યાથી પરેશાન હોય તેમના માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ડ્રાયફ્રુટ માં રહેલ ઓમેગા 3 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેરી એસિડ આપણા વાળને પૂરતું પોષણ પૂરું પાડે છે જેથી આપણા વાળ મજબૂત અને ખરતા અટકે છે.
આપણા શરીરને વાયરલ ઈન્ફેક્શનથી બચાવવા માટે પણ આ ડ્રાયફ્રુટનું રોજ સેવન કરવું જોઈએ જેથી આપણા શરીમાં ઈમ્યુનિટી વઘારે અને અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે. આ ડ્રાયફ્રૂટને શક્તિ શાળી ડ્રાયફ્રુટ કહેવામાં આવે છે.
આ ડ્રાયફ્રુટનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. જેથી આપણા હ્દયને લગતા રોગો થતા નથી અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી રાખવામાં મદદ મેળવી શકાય છે. વજન ને કંટ્રોલ કરવામાં પણ આ ડ્રાયફૂટને ડાયટમાં સમાવેશ કરી શકાય છે.