ઉનાળાની શરૂઆત થતા જ આપણે એવા કેટલાક ફળોનું સેવન કરીએ છીએ, જે આપણા શરીરને થડક આપે અને શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. આપણા શરીરને ઠંડક આપવાની સાથે આપણી આંખોને પણ થડક રાખવામાં મદદ મેળવી શકાય છે.
આપણે એવા કેટલાક ફળનું સેવન કરવું જોઈએ જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વોનો ખજાનો મળી આવતો હોય છે. તેવા જ ફળનું સેવન કરવું જોઈએ. આજે અમે તમને એક એવા ફળના જ્યુસ વિશે જણાવીશું જે દરેક ઋતુમાં સરળતાથી મળી જાય છે.
આજે અમે તમને ચીકુના જ્યુસ પીવાના ફાયદા વિષે જણાવીશું. ચીકુમાં ખાવામાં ખુબ જ મીઠું અને સ્વાદિષ્ટ લાગે છે. નાના બાળકોથી લઈને મોટા દરેક વ્યક્તિએ ચીકુ ખાઘા જ હશે. નાના બાળકોને સૌથી વધુ ચીકુ ખાવું ખુબ જ ગમતું હોય છે. તેમાં તેમાં સારી માત્રામાં પોષક તત્વો મળી આવે છે.
જેમ કે, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન-એ, વોટમીન-બી, વિટામિન-સી, ફાયબર, કાર્બોહાઈડ્રેટ જેવા તત્વોનું અમૂલ્ય ખજાનો મળી આવે છે. આ ફળનું જ્યુસ બનાવીને પીવાથી આપણા શરીરમાં બઘા પોષક તત્વોની કમી પૂર્ણ થઈ જાય છે. તો ચાલો જાણીએ ચીકુના જ્યુસ પીવાના ફાયદા વિષે.
શરીરમાં સ્ફૂર્તિ રાખે: રોજ સવારે માત્ર એક ગ્લાસ ચીકુનો જ્યુસ પીવાથી આપણા શરીરમાં ભરપૂર એનર્જી રહે છે. જેથી આપણે કોઈ પણ કામ કરવામાં થાક અને કમજોરી લાગતી નથી. જ્યુસ પીવાથી આપણો મૂડ પણ સુધરે છે અને ભરપૂર તાજગી પણ આપે છે. માટે નિયમિત પણે જ્યુસ પીવાથી આપણા શરીરને ખુબ જ ફાયદો થાય છે.
આંખો રોશની વઘારે: દરેક વસ્તુને જોવા અને નિહારવા માટે આપણી આંખો સ્વસ્થ રહે તે જરૂરી છે. આ જ્યુસમાં સારી માત્રામાં વિટામિન-એ મળી આવે છે. જે આપણી આંખો માટે જરૂરી તત્વ માનવામાં આવે છે. માટે જો વઘતી ઉંમરે આંખોનું તેજ જાળવી રાખવું હોય તો અત્યારથી જ આ જ્યૂસનું સેવન નિયમિત પણે પીવાનું શરુ કરી દેવું જોઈએ. જેથી લાંબી ઉંમરે પણ આંખો કમજોર નહીં પડે.
વજન કંટ્રોલ કરે: ચીકુમાં સારી માત્રામાં ફાયબર મળી આવે છે. માટે જો વજન વધારે હોય તેવા વ્યક્તિએ ચીકુના જ્યૂસનું સેવન કરવું જોઈએ જેથી મેટાબોલિઝમમાં વઘારો થાય છે. જેથી આપણું વજન કંટ્રોલમાં રહે છે. માટે ડાયટમાં હમેશા ચીકુના જ્યૂસનું સેવન કરીને વજન ઘટાડી શકાય છે.
હાડકાને મજબૂત બનાવે: તેમાં સારી માત્રામાં કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે જે આપણા હાડકાને મજબૂત બનાવી રાખે છે. માટે વધતી ઉંમરે થતા હાડકાની સમસ્યા અને સાંઘાના દુખાવા દૂર કરવા કરી લો ચીકુના જ્યૂસનું સેવન. નાની ઉંમરથી ચીકુના જ્યૂસનું સેવન કરવુ જોઈએ જેથી નાની ઉંમરથી જ હાડકા મજબૂત રહે. બાળકોના હાડકા અને શરીરને મજબૂત બનાવી રાખવા રોજ જ્યૂસનું સેવન કરવું જોઈએ.
ચીકુનો જ્યુસ બનાવવાની રીત: સૌથી પહેલા બે ચીકુ લઈ લેવા ત્યાર પછી તેને ધોઈને તેના ઉપરથી છાલ નીકાળી દેવી, ત્યાર પછી તેના ટુકડા કરીને મિક્સરમાં નાખો અને તેમાં બે ચમચી ખાંડ અને એક કપ જેટલું દૂઘ મિક્સ કરીને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યાર પછી તેને એક ગ્લાસમાં નીકાળી લો હવે ચીકુનું જ્યુસ તૈયાર થઈ ગયું છે.
તેમાં તમે બરફના ટુકડા નાખીને પી શકો છો. આ જ્યૂસનું સેવન સવારે નાસ્તાની જગ્યાએ કરી શકો છો અથવા નાસ્તો કર્યા પછી તેનું સેવન કરવું જોઈએ. ચીકુનો જ્યુસ બનાવવા પાકા ચીકુનો જ ઉપયોગ કરવો.
આ જ્યુસ પીવાથી શરીરમાં ભરપૂર તાકાત અને શક્તિ મળી રહેશે. આ જ્યુસ શરીરમાં થાક અને નબળાઈને દૂર કરી દેશે. જો તમારી ઉંમર 40 વર્ષ ઉપર હોય તો જરૂર આ જ્યૂસનું સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં થતા દુખાવામાં રાહત મેળવી શકાય છે. ઉનાળામાં આ જ્યૂસનું સેવન કરીને તમે શરીરમાં ઠંડક મેળવી શકો છો.
આમ તો વ્યક્તિની 65-70 વર્ષની ઉંમર પછી આંખોની કમજોરી અને હાડકાને લગતી સમસ્યા થવા લાગતી હોય છે. વઘતી ઉંમરે આ સમસ્યા થવાથી ઘણી બઘી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. માટે જો તમારે વઘતી ઉંમરે હાડકાની સમસ્યા, આંખોની સમસ્યા, ત્વચા માટે, લોહી બનાવી રાખવું હોય તો આ ફળનું જ્યુસ પીવાનું શરુ કરી દેજો.
