હાલના સમયમાં પેટની ચરબી વઘવાની સમસ્યા ખુબ જ વઘી ગઈ છે. જેના કારણે ઘણા લોકો જિમમાં કસરત કરવા જતા હોય છે. જેમાં ખુબ જ પરસેવો પાડતા હોય છે. આ ઉપરાંત ડાયટિંગ પણ કરતા હોય છે. તેમ છતાં પણ ઘણા લોકો ચરબીને ઘટાડવામાં નિરાશા મળતી હોય છે.
જિમમાં આધારે પૈસાનો ખર્ચ કરવા છતાં પણ જો નિરાશાનો સામનો કરવો પડતો હોય છે. માટે આજે અમે તમે એવા કેટલાક વજન ઘટાડવા માટેના નિયમો જણાવીશું. જેની મદદથી તમે પેટની ચરબીને ઓગાળીને વજન ઘટાડી શકો છો.
અમે જે નિયમ જણાવીશું જેનું તમારે રોજે પાલન કરવું પડશે અને રોજિંદા જીવન માં એક ભાગ બનાવી લેજો જેથી વજન ઘટાડવામાં ખુબ આસાની રહે.
તો ચાલો વજન ઘટાડવા માટેના નિયમ વિષે જાણીએ.
હૂંફાળું નવશેકું પાણી પીવું: સવારે ઉઠીને નવશેકું પાણી કરીને સવારે નરણાકાંઠે ઉઠીને પી જવાનું છે. સવારે વાસી મોઢે નવશેકું હૂંફાળું પાણી પીવાથી આપણા પેટની ચરબી ઘીરે ઘીરે ઓગળવા લાગશે. ગરમ પાણી પીવાથી આપણા શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરી શકાય છે.
આ ઉપરાંત તમે નવશેકા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ પી શકો છો. લીંબુનું પાણી પીવાથી પાચનક્રિયામાં પણ મજબૂત થશે. જે તમારી પેટની ચરબીને બરફના જેમ ઓગાળવામાં મદદ કરશે. જો તમે વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા હોય અને જીમમાં કસરત કરવાથી પણ વજન ના ઉતરતું હોય તો રોજ સવારે રોજિંદા જીવનમાં આ નિયમને અપનાવી લેજો. જેથી ખુબ જ આસાનીથી ચરબી અને વજન ઓછું થવા લાગશે.
રોજે સવારે ચાલવું અને દોડવું: વજન ઘટાડવું તો વઘારેમાં વઘારે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે રોજે સવારે 30 મિનિટ ફાસ્ટ ચાલશો તો પેટની ચરબીને ઓગાળવામાં મદદ મેળવી શકાય છે. આ સાથે 10 થી 15 મિનિટ દોડવાનો પણ પ્રયત્નો કરવો જોઈએ જેથી પેટની ચરબી ઓગળવા લાગશે.
રાત્રે મોડેથી ના જમવું જોઈએ: મોડી રાત્રે જમવુંએ ચરબી અને વજન વઘવાનું મુખ્ય કારણ કહી શકાય છે. રાત્રે સુવાના બે થી ત્રણ પહેલા જમી લેવું જોઈએ. માટે જ આયુર્વેદમાં જણાવ્યું છે કે હંમેશા 7 વાગે ભોજન કરી જ લેવું જોઈએ. કારણકે ખોરાક ખાઘા પછી પૂરો પચવામાં બે થી અઢી કલાક નો સમય લાગે છે. રાત્રીના સમયે હમેશા હળવું જ ભોજન લેવું જોઈએ. રાત્રે ભરપેટ કયારેય જમવું નહિ. રાત્રે હળવું ભોજન કરવાથી ખોરાક સરળતાથી પછી જાય છે. માટે જો વજન ધટાડવા માંગતા હોય તો રાત્રિનું ભોજન હળવું કરવું અને સુવાના બે કલાક પહેલા જામી લેવું જોઈએ.
ભોજન થોડી થોડી માત્રામાં જ લેવું જોઈએ: જયારે પણ તમે જમવા બેસો ત્યારે હમેશા થોડું જ ખાવું જોઈએ. જેથી પાચન સરળતાથી થઈ શકે. જો તમે ત્રણ ટાઈમ ખાતા હોય તો ચાર ટાઈમ ખાવું પણ થોડું ઠડુ જ ખાવું જોઈએ. જેથી પેટની ચરબી વઘશે નહિ.
ફ્રુટનું સેવન કરવું: જો વજન ધટાડવા માંગતા જ હોય તો હારમાં રોજે ફળનું સેવન કરવું જોઈએ. જો તમે રોજે બે થી ત્રણ ફાયબરથી ભરપૂર ફળનું સેવન કરો છો તો તમારી ચરબી ઓગાળવા લાગશે અને વજન પણ ઘટશે. માટે ફળોનો સમાવેશ ડાયટ સમજીને ખાઈ લેવા જોઈએ.
રીતે જમ્યા પછી ચાલવું: જો તમે વજન થી ખુબ જ પરેશાન હોય તો રાત્રે પણ જમ્યાં પછી ચાલવું જોઈએ. માટે રાતે જમ્યા ના 30 મિનિટ પછી તમે બહાર ગાર્ડન માં કે પછી ઘાબા પર ચાલવા જવું જોઈએ. જેથી ખાઘેલ ખોરાકને ઝડપી પચાવવામાં મદદ કરે છે. જેથી ચરબીને ભેગી થવા દેતી નથી અને વઘેલ ચરબીને ઓગાળે છે.
ચરબી અને વજન ઉતારવા માટે બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડનું સેવન ના કરવું જોઈએ. આ ઉપરાંત દિવસ દરમિયાન જેટલું હૂંફાળું પાણી પીવાય તેટલું પીવું જોઈએ. જો તમે વજન ઘટાડવા માટે વઘારે પૈસા ખર્ચ ના કરવા માંગતા હોય તો આ નિયમોને રોજિંદા જીવનમાં અપનાવી લેજો જેથી પેટની ચરબી ઓગાળવા લાગશે અને વજન પણ ઘટશે.