બીટને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે પરંતુ જો તેનો જ્યુસ કાઢીને પીવામાં આવેતો ખુબજ ફાયદો થાય છે. બીટમાં ખુબજ સારી માત્રામાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોય છે. દરરોજ બીટના જ્યૂસ્નો ડાયટમાં સમાવેશ કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને લોહી વધવા લાગે છે.
હૃદય : હૃદયની બીમારીઓ શરીર માટે ખુબજ ગંભીર કહી શકાય છે પરંતુ બીટ જ્યુસ પીવાથી હૃદય સંબંધિત સમસ્યાઓમાં ખુબ જ લાભ થાય છે. જો શર્રીર માં ઓક્સીજન પૂરતા પ્રમાણ માં ના હોય તો આપણે ઘણી સમસ્યા નો સામનો કરવો પડે છે.
પરંતુ તમને જણાવીએ કે બીટ માંસપેશી ને ઓક્સીજન પહોચાડવાનું કામ કરે છેઆ ઉપરાંત બીટનો જ્યુસ પીવાથી જાડુ લોહી પણ પાતળું થાય છે.આ ઉપરાંત બ્લડ સર્કુલેશન સારું રહે છે અને હૃદય હેલ્ધી બને છે.
હાડકા: કેલ્શિયમની ઉણપના કારણે હાડકાની તકલીફ થવા લાગે છે આથી જે વ્યક્તિઓમાં કેલ્શિયમ ની ઉણપ હોય તેવા વ્યક્તિઓએ બીટના જ્યુસ નું દરરોજ જરૂર સેવન કરવું જોઈએ. બીટના જ્યૂસનું દરરોજ સેવન કરવાથી કેલ્શિયમ ની કમી દૂર થાય છે કારણકે બીટમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે.
યાદશક્તિ વધારે: યાદશક્તિ વધારવા માટે બિયન જ્યૂસનું દરરોજ સેવન કરવું જોઈએ કારણકે આ જ્યુસ મગજ ની તત્રીકાઓ ને એક્ટીવ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત બીટ ના જ્યુસ માં નાઇટ્રેટ હોય છે, જે આપણા શરીર ની અંદર નાઈટ્રીક ઓક્સાઈડ માં બદલી નાખે છે અને આ નાઈટ્રીક ઓક્સાઈડ મગજ ની નસો નું એક બીજા સાથે ના સંવાદ ને ઝડપી બનાવે છે. જેનાથી આપણી યાદશક્તિ માં વધારો કરે છે.
કરચલીઓ દૂર કરવા: ચહેરા પર કરચલીઓ પડવાથી વ્યક્તિ નાની ઉંમરે પણ વધુ ઉંમરનો દેખાવા લાગે છે પરંતુ તમને જણાવીએ કે બીટમાં એન્ટિ-ઓક્સિડન્ટ હાજર હોય છે જે ચહેરા પર પડેલી કરચલીઓ દૂર કરવામાં ખુબજ મદદ કરે છે. આ સમસ્યા દૂર કરવા દરરોજ બીટનો જ્યુસ પીવો અથવા તો બીટના રસને ચહેરા પર લગાવો.
વાત્ત-પિત્ત : દરરોજ બીટ ના જ્યૂસનું સેવન કરવાથી વાત્ત-પિત્ત ની સમસ્યા દૂર થાય છે. બીટમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન-બી, કેલ્શિયમ, આયરન, અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે તમારા લીવર ને કમજોર થવા દેતું નથી અને તમારા લીવર ને સ્વસ્થ રાખે છે.
વજન : વજન વધુ હોય તો તેને ઘટાડવા ના ડાયેટ પ્લાન માં બીટ નો સમાવેશ કરી શકો છો. બીટનો જ્યુસ વજન ઘટાડવાનું કામ કરે છે. બીટ માં રહેલી મીઠાશ ખાંડ ના ઓપ્સન માં કરી શકાય છે. બીટમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે વજન ઘટાડવા માં ખુબજ મદદ કરે છે. કારણ કે બીટ નો જ્યુસ પીવાથી તમને ઘણા બધા પોષક તત્વો એકસાથે મળી રહે છે.
બ્લડપ્રેશર : બીટ જ્યુસ પીવાથી તમે તમારા બ્લડપ્રેશર ને કન્ટ્રોલ માં રાખી શકો છો કારણકે બીટ માં સોડીયમ અને ચરબી નું પ્રમાણ બહુ જ ઓછુ હોય છે. જે તમારા બીપી ને કંટ્રોલ માં રાખે છે. આથી બ્લડપ્રેશર ની સમસ્યા હોય તેવા લોકોએ બીટના જ્યૂસનું સેવન કરવું ફાયદાકારક રહે છે.
ખંજવાળ : વાળની ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે જેમાં વાળ ખરવા, વાળ તૂટવા, વાળના બે ભાગ થવા વગેરે પરંતુ ઘણી વાર માથામાં ખંજવાળ આવતી હોય છે જેમાં બીટ નો જ્યુસ અસરકારક સાબિત થાય છે. માથામાં ખુબજ ખંજવાળ આવતી હોય તો બીટ ને ગરમ પાણી માં ઉકાળી ને આ પાણી દ્વારા મસાજ કરવાથી ખુબ જ ફાયદો થાય છે.
