દરેક મહિલાઓ હાલના સમયમાં સુંદર આજે જુવાન દેખાવા માંગે છે. પરંતુ આપણી કેટલીક ખરાબ આદતોના કારણે આપણા ચહેરા પર પીપલ્સ, ડાઘ થવા લાગે છે. ચહેરા પર ખીલ અને ડાઘ હોવાથી ચહેરો ખરાબ દેખાવા લાગે છે. હાલના આધુનિક યુગમાં છોકરીઓ માં સૌથી વઘારે સુંદર દેખાવાનો ક્રેઝ વઘી ગયો છે.
છોકરીઓ સુંદર દેખાવવા માટે બજારમાં મળતી પ્રોડક્ટ એટલે કે ફેસવોશ, સાબુ, ક્રીમ વગેરે નો ઉપયોગ કરતા હોય છે. કારણકે તે ચહેરાને સુંદર બનાવે છે. ચહેરા પર તેઈલી ત્વચા હોવાના કારણે ચહેરા પર ખીલ અને ડાઘ થવાની સમસ્યા સૌથી વધુ રહેતી હોય છે. ચહેરા પર થતા ખીલ અને ડાઘને દૂર કરવા માટે અલગ અલગ ક્રીમ નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત અનેક દવાઓ પણ ખાવામાં આવે છે.
બજરમાં મળતી પ્રોડક્ટનો વધુ ઉપયોગ ના કરવો જોઈએ. કારણકે તેમાં જાતજાતના કેમિકલ ઉમેરીને બનાવામાં આવે છે. જે આપણા ચહેરા પરના ખીલને ઘટાડવાની જગ્યાએ વઘારી પણ શકે છે. માટે બજરમાં મળતી ક્રીમનો ઉપયોગ બંઘ કરવો જોઈએ. તેઈલી ત્વચાને દૂર કરવા માટે બજરમાં ઘણા બઘા ફેશવોશ મળી આવે છે જે ચહેરાની તેઈલી ત્વચાને ધટાડવામાં મદદ કરે છે. પરંતુ જયારે આપણે ફેશવોશ બદલ બદલ કરીએ છીએ ત્યારે તે આપણી સ્કિનને ખરાબ કરવા લાગે છે. જેના કારણે ચહેરા પર ખીલ થવા લાગે છે.
ચહેરા પર ખીલ થાય ત્યારે ચહેરા પર કોઈ પણ પ્રકારની ક્રીમ કે ફેશવોશ લગાવો જોઈએ નહીં. કારણકે જયારે આપણા હોરમીન્સ માં બદલાવ થતો હોય ત્યારે ચહેરા પર ખીલ થતા હોય છે અને ખીલ અમુક ઉંમર પછી આપ મેળે દૂર પણ થઈ જાય છે. પરંતુ વઘારે દવાઓ અને કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ખીલ દૂર થઈને પાછા થતા હોય છે.
જો તમારે ચહેરા પર પ્રાકૃતિક ચમક લાવવી હોય તો આજે અમે તમને એવું કેટલાક ઉપાય જણાવીશું જે તમારી ત્વચાને પૂરતું પોષણ પૂરું પાડશે અને ચહેરા પર ખીલ અને ડાઘને દૂર કરીને ચહેરા પર ચમક લાવી દેશે. જેથી તમારી વઘતી ઉંમરમાં ચિન્હોને પણ દૂર કરે છે. તો ચાલો જાણીએ ચહેરાને સુંદર બનાવી રાખવા માટે શું કરવું.
સૌથી પહેલા તો ચહેરાને દિવસમાં ત્રણ થી ચાર વખત ઘોવો જોઈએ. ચહેરાને ધોવામાં માટે હંમેશા સાદા પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ. દિવસમાં જો રોજે ત્રણથી ચાર વખત ચહેરાને ઘોવામાં આવે તો ચહેરા પર ચોટેલ બેક્ટેરિયા અને ધૂળના રજકણો પણ દૂર થઈ જશે. જેથી ચહેરો ચોખ્ખો થઈ જશે.
ચહેરાની કુદરતી ચમક લાવવા માટે ઠડુ દૂઘ ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ માટે સવારે ઉઠીને એક બાઉલમાં બે-ત્રણ ચમચી જેટલું દૂઘ લઈ લેવું ત્યાર પછી રૂ લઈને દૂઘમાં ડાબોળીને ચહેરા પર લગાવી ને માલિશ કરો. ત્યાર પછી 10 મિનિટ પછી ચહેરાને સાદા પાણીથી ઘોઈ લેવો. આ રીતે કરવાથી ચહેરા પર ચોટેલ રજકણો દુર થઈ જશે. ચહેરા આ રીતે દૂઘનો ઉપયોગ સવારે અને સાંજે એમ બે વખત કરવાનો છે. જેથી ચહેરા પર પ્રાકૃતિક ચમક આવશે અને ચહેરાને પૂરતું પોષણ પણ મળી રહેશે.
હવે એક બાઉલમાં ચમચી હળદર અને એક ચમચી ચણાનો લોટ લઈ બંનેને મિક્સ કરી લો, ત્યાર પછી તેમાં મલાઈ મિક્સ કરીને બરાબર હલાવીને પેસ્ટ તૈયાર કરી, ત્યાર પછી તે પેસ્ટને ચહેરા પર લગાવી લો, 20 થી 25 મિનિટ આ પેસ્ટ લગાવી રાખવી ત્યાર પછી ચહેરાને સાદા પાણીથી ઘોઈ દેવો. આ ઉપાય સવારે અને રાત્રીના સમયે પણ કરી શકાય છે.
આ ઉપાય કરવાથી ચહેરા પરના ખીલ અને ડાઘ પણ દૂર થઈ જશે. આ ઉપરાંત વધતી ઉંમરે દેખાતા ચિન્હો એટલે કે ચહેરાની કરચલી પણ દૂર કરી દેશે. ચહેરાને સુંદર બનાવવા માટે ઉપર જણાવ્યા અનુસાર સૌથી પહેલા ચહેરાને ઘોઈ લેવો, ત્યાર પછી રૂ ની મદદથી ચહેરા પર દૂઘથી હળવા હાથે માલિશ કરવી અને ત્યાર પછી હળદર અને ચણાના લોટની બનાવેલ પેસ્ટનો ઉપયોગ કરવો જેથી ચહેરા પર કુદરતી ચમક આવશે.
45 વર્ષની ઉંમરે પણ સુંદર અને ખુબસુરત દેખાવવા માંગો છો તો આ દેશી ઉપાય તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. ઘ્યાનમાં રાખવું કે મોં ને ઘોયા પછી ચહેરાને સાફ કરવા માટે જે રૂમાલ લો એ રૂમાલ અલગ જ રાખવો. તે રૂમાલ માત્ર ચહેરાને સાફ કરવા માટે જ રાખવો.
