આજે અમે તમને એક એવી આયુર્વેદિક ચૂરણ વિષે જણાવીશું જે ત્રણ ઔષઘી માંથી બનાવવામાં આવે છે. જે આપણા શરીરમાં વાત, પિત્ત, કફ ને સંતુલિત રાખવામાં મદદ કરે. જેથી આપણા શરીરમાં થતા અનેક રોગથી બચાવી રાખે છે.
ત્રણ ફળ માંથી બનાવામાં આવતું ચૂરણ એટલે કે ત્રિફળા ચૂરણ. જે હરડે, બહેડા, અને આંબળામાંથી બનાવામાં આવે છે. આ ચૂર્ણમાં ઔષઘીય ગુણ મળી આવે છે. તો ચાલો ત્રિફળા ચૂરણના ફાયદા અને ચૂરણ બનાવવાની રીત વિષે જાણીએ.
ત્રિફળા ચૂરણ બનાવવાની રીત: સૌથી પહેલા 100 ગ્રામ જેટલી હરડે, 200 ગ્રામ બહેડા, 300 ગ્રામ આંબળા લઈ લો, હવે બધાને અલગ અલગ વાસણ માં લઈને તેને સુકાવા માટે તડકામાં મૂકી દો. બરાબર સુકાઈ જાય ત્યારે તેને એક મિક્સર માં નાખીને ક્રશ કરી બારીક પાવડર બનાવી લેવો, હવે આ ચૂરણ તૈયાર થઈ ગયું છે. જયારે ચૂરણ પાવડર ઠંડુ થઈ જાય ત્યારે એક કાચની બરણીમાં ભરી લેવાનું છે.
આ ત્રિફળાનું ચૂરણનું સેવન સવારે પણ કરી શકાય છે અને રાત્રીના સમયે પણ કરી શકાય છે. જો તમે ત્રિફળા ચૂરણનું સેવન સવારે કરો તો એક ગ્લાસ નવશેકા પાણીમાં અડઘી ચમચી મિક્સ કરીને પી જવાનું છે. આ ઉપરાંત જો તમે રાત્રે ત્રિફળા ચૂરણનું સેવન કરવું હોય તો એક કપ દૂઘને ગરમ કરીને તેમાં ત્રિફળા ચૂરણની અડઘી ચમચી મિક્સ કરીને સેવન કરવાનું રહેશે.
બલ્ડપેશર કંટ્રોલ કરે: ત્રિફળા ચૂરણનું સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. માટે બ્લડપ્રેશરની સમસ્યા હોય તેમને રોજ ત્રિફળા ચૂરણનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થશે.
ડાયાબિટીસ કંટ્રોલ કરે: ડાયાબિટીસ ખતરનાક બીમારીમાં એક છે. જેને કંટ્રોલમાં કરવા માટે ત્રિફળા ચૂરણ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. રોજે એક ગ્લાસ નવશેકા પાણી એક ચમચી ત્રિફળા ચૂરણ નાખી સેવન કરવાથી લોહીમાં રહેલ સુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે. જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. માટે ટાઈપ-2 ડાયબિટીસ વાળા દર્દી માટે ત્રિફળા ચૂરણ લાભદાયક છે.
રોગપ્રતિકારક શક્તિ વઘારે: આપણા શરીરને અનેક રોગથી બચાવી રાખવા માટે ત્રિફળા ચૂરણ ખુબ જ ફાયદાકારક છે. રોજે ત્રિફળા ચૂરણને પાણી સાથે લેવાથી આપણા શરીરને વાયરલ બીમારી અને વાયરલ ઈન્ફેક્શનથી બચાવી રાખે છે. શરીરમાં રહેલ હાનિકારક બેરકટેરિયાનો નાશ કરીને શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે.
કબજિયાત દૂર કરે: કબજિયાતને દૂર કરવા માટે ત્રિફળા ફાયદાકારક છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ મિક્સ કરીને સવારે પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે. જો તમને વર્ષો જૂની કબજિયાત હોય તો આ ત્રિફળા ચૂરણનું સેવન કરવાથી મૂળમાંથી દૂર કરી શકાય છે. આ ઉપરાંત એક કપ દૂઘમાં અડઘી ચમચી ત્રિફળા ચૂર્ણ મિક્સ કરીને રાત્રે સુતા પહેલા પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે.
વજન ઘટડાવા: ઘણા લોકો વજન ધટાડવા માટે જીમમાં ભરપૂર કસરત કરે છે. પરંતુ જો કોઈ પણ કસરત કે ડાયટ કર્યા વગર જ વજન ઘટાડવું હોય ત્રિફળા ચૂરણને પાણી સાથે લેવું જોઈએ. રોજે આ પાણી પીવાથી મેટાબોલિઝમમાં વઘારો કરે છે. જેથી ચરબીના થર ઓગળવા લાગે છે અને વજન પણ ઓછું થાય છે. જી તમારું વજન 80 કિલો હશે તો રોજે આ ચૂરણનું સેવન કરવાથી તમારું વજન એક જ મહિનામાં 65 કિલો થઈ જશે.
બ્લડ સર્ક્યુલેશન સુઘારે: રોજે પાણી સાથે ત્રિફળા ચૂરણનું સેવન કરવામાં આવે તો શરીરના દરેક અંગોમાં લોહીનું પરિવહન ખુબ જ ઝડપથી વઘારે છે. લોહીનું પરિવહન સારું થવાથી લોહી એક જગ્યાએ રહીને જાડું થતું નથી જેથી હાર્ટ અટેક અને સ્ટ્રોકના જોખમથી બચાવી રાખવામાં મદદ મેળવી શકાય છે.
રોજે એક ગ્લાસ નવશેકા પાણીમાં સાથે ત્રિફળા ચૂરણ નાખીને પીવાથી આપણા શરીરના મોટાભાગના રોગો દૂર થઈ જાય છે. માટે ત્રણ ઔષઘીમાંથી બનાવેલ ત્રિફળા ચૂરણનું સેવન આપણા શરીરની 100થી વધુ બીમારીને દૂર કરવામાં મદદ કરશે. માટે ત્રિફળા ચૂરણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.