ફેફસા આપણા શરીરનું ખુબ જ મહત્વનું અંગ છે. માટે ફેફસાને સાફ રાખવા ખુબ જ જરૂરી બની જાય છે. આજના સમયમાં વઘારે ધુમાડા વાળું વાતાવરણ અને ધૂળ માટીના રજકણો હવામાં ફેલાયેલા હોય છે. માટે જયારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે તે રજકણો આપણી શ્વાસ નળીમાં થઈને આપણા ફેફસામાં જાય છે.
દરેક વ્યક્તિ જાણે છે કે હાલમાં કેમિકલ વાળી ફેક્ટરીઓ ખુબ જ વઘી ગઈ છે જેના કારણે હવામાં ભરપૂર પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. જેના કારણે તે હવા આપણે લઈએ છીએ ત્યારે આપણા સ્વાસ્થ્યને ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.
આપણા શરીરના દરેક અંગો સ્વસ્થ રહે તે ખુબ જ જરૂરી છે. શ્વાસ લેવાનું સૌથી મહત્વનું કામ ફેફસા કરે છે. માટે ફેફસાને સ્વસ્થ રાખવા ખુબ જ જરૂરી બની જાય છે. જો વ્યક્તિ યોગ્ય રીતે શ્વાસ લઈ ના શકે તો શ્વાસ ચડવાની સમસ્યા થઈ શકે છે. જયારે ફેફસામાં કચરો ભરાઈ જાય છે. ત્યારે ફેફસા ઘીરે નબળા થવા લાગે છે.
માટે ઘણી વખત સીડી ઉપર નીચે ઉતારવાથી પણ શ્વાસ ચડવા લાગે છે. આ ઉપરાંત ચાલતા પણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે. માટે ફેફસાને સાફ રાખવા ખુબ જ જરૂરી છે. માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જેનું સેવન કરવાથી ફેફસામાં જમા થેયલ બઘો કચરો બહાર નીકળી જશે અને ફેફસા સાફ થઈ જશે, જેથી શ્વાસ લેવામાં પડતી તકલીફ પણ દૂર થઈ જશે.
હળદરવાળું દૂઘ: હળદર ઔષઘીય ગુણો નો ભંડાર આવેલ છે. હળદરમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી ફંગલ જેવા ગુણ પણ મળી આવે છે. જે શરીરની પુરે પુરી સફાઈ કરવામાં મદદ કરે છે. રસોડામાં મળી આવતી હળદરના ઘણા બઘા સ્વસ્થ લાભો થાય છે.
હળદરનું સેવન કરવાથી ફેફસા જામેલ કચરાને સાફ કરીને ફેફસાને ચોખા બનાવે છે. માટે રાત્રે સુતા પહેલા હળદર વાળું દૂઘ પી જવાનું છે. હળદરમાં રહેલ કરકયુમિન નામનું તત્વ ફેફસામાં જામેલ કચરાને દૂર કરે છે. જેથી ફેફસા કાચ જેવા ચોખા થઈ જાય છે. ફેફસાને મજબૂત કરવા રોજ હળદરવાળા દૂઘનું સેવન કરવું જોઈએ. હળદરવાળું દૂઘ લોહીને શુદ્ધ કરી લોહીના પરિવહનને વઘારે છે.
ગાજરનો જ્યુસ: ફેફસા માટે ગાજરનું સેવન લાભદાયક છે. ગાજરમાં સારી માત્રામાં કેરોટીન નામનું મહત્વ પૂર્ણ તત્વ મળી આવે છે, જે ફેફસાના કેન્સરથી બચાવે છે. માટે ગાજરનો જ્યુસ બનાવીને પીવો જોઈએ, ગાજરનો જ્યુસ બનાવીને પીવાથી આપણા ફેફસામાં જામી ગયેલ કચરાને સાફ કરીને ફેફસાને ચોખા બનાવી દેશે. ગાજરનો જ્યુસ ફેફસાને મજબૂત બનાવાનું કામ કરે છે.
સફરજન: એવું કહેવામાં આવે છે કે જે રોજે એક સફરજન ખાય તે ક્યારેય ડોક્ટર જોડે ના જાય. માટે આપણે જયારે બીમાર પડીએ ત્યારે ડોક્ટર પણ સફરજન ખાવાનું કહેતા હોય છે. સફરજનમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે માટે રોજે એક સફરજન ખાવાથી આપણા શરીરમાં ફેફસા, હૃદય અને આંતરડા પણ સ્વસ્થ રહે છે. માટે ફેફસાના સ્વાસ્થ્ય માટે સફરજન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
જો તમારે ફેફસાને સાફ રાખવા હોય તો આ ત્રણ વસ્તુને આહારમાં સમાવેશ કરવો જોઈએ જેથી ફેફસામાં જામેલ વઘારાના કચરાને આસાનીથી દૂર કરી શકાય છે. જો ફેફસા સાફ હશે તો શ્વાસ લેવામાં કોઈ પણ તકલીફનો સામનો નહીં કરવી પડે. ફેફસાના સ્વાસ્થ્ય માટે આ ત્રણ વસ્તુ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
જો તમારે ફેફસાને હંમેશા માટે સ્વસ્થ રાખવા હોય તો બીડી, સિગરેટ, તમાકુ જેવી વસ્તુનું સેવન કરવાનું બંઘ કરવું જોઈએ જેથી ફેફસાને કોઈ આડઅસર ના થાય. આ ઉપરાંત તમે કયાંક બહાર નીકળો એટલી વખત મોં પર રૂમાલ કે માસ્ક પહેરી રાખવું જેથી કોઈ પણ પ્રદુષિત હવા અને ધૂળના રજકણો શ્વાસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે નહીં. જો તમે આટલું ઘ્યાન રાખશો તો ફેફસા કયારેય નબળા નહીં પડે.
