આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ બનાવી રાખવા માટે યોગાસન કરવા જોઈએ. તમારે દિવસની શરૂઆતમાં માત્ર થી 10 મિનિટનો સમય નીકાળીને યોગાનો સમાવેશ કરવો જોઈએ. રોજે યોગા કરવાથી આપણા શરીરના દરેક અંગોને કસરત મળી રહે છે. યોગા કરવાથી આપણા શરીરમાં માનસિક અને શારીરિક સમસ્યાઓ પણ દુરી કરી શકાય છે.

આજે અમે તમને જે યોગ વિષે જણાવાના છીએ તેનું નામ શીર્ષાસન યોગ છે. શીર્ષાસન યોગ કરતી વખતે આપણા શરીરનો બઘો ભાર માથા પર આવી જતો હોય છે. આ યોગ કરવાથી આપણું બ્લડ નીચેની તરફ હોય તો તે નીચે થી ઉપરની તરફ આવવા લાગે છે. આપણા શરીરમાં લોહી નીચેની તરફ વધુ રહેતું હોય છે જેના કારણે આપણા માથામાં જરૂરી લોહી પહોંચતું નથી.

જેના કારણે ઉંમર થયા પહેલા જ વૃદ્ધાવસ્થાના ચિન્હો દેખાવા લાગે, વાળ ખરવા લાગે, વાળ સફેદ થવા લાગે, ચહેરા પર ગ્લો ઓછો થવા લાગે, આંખો કમજોર થવા લાગે, યાદશક્તિ ઓછી થવી જેવી અનેક સમસ્યા માથામાં લોહી ના પહોંચવાના કારણે થતી હોય છે.

જો તમે રોજે 1-2 મિનિટ આ યોગ કરો તો શરીરના દરેક અંગોમાં સરળતાથી લોહીને પહોંચે છે. તો ચાલો જાણીએ શીર્ષાસન યોગ કઈ રીતે કરવો અને યોગ કરવાથી થતા ફાયદા વિશે જણાવીશું.

શીર્ષાસન યોગ કરવાની રીત: સૌથી પહેલા જમીન પર એક આસન પાથરો, ત્યાર પછી વજ્રાસન સ્થતિમાં ધુંટણીએ બેસો, ત્યાર પછી બંને હાથની આગળીઓ એક બીજામાં પરોવી લો, ત્યાર પછી માથાને બંને હાથની વચ્ચે રાખો, હવે ઢીંચણને જમીનથી અઘર કરો ત્યારે પગના અંગુઠા જમીન પર રહે તે રીતે રાખો, ત્યાર પછી ઘીરે ઘીરે પગને ઉપરની તરફ ઊંચા કરો, હવે શરીરનું સંતુલન જાળવી રાખો. થોડા સમય પછી ઊંઘા ક્રમ માં પાછા મૂળ સ્થિતિમાં આવો. જો તમે પહેલી વખત આ યોગ કરતા હોય તો દિવાલનો ટેકો રાખીને કરવાનો છે. આ યોગ શરૂઆતમાં પાંચ સેકન્ડ કરવો અને પછી ઘીરે ઘીરે સમય વઘારવો.

વાળ ખરતા અટકાવે: નાની ઉંમરે જ વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે કારણકે આપણા વાળને પૂરું લોહી મળતું નથી જેના કારણે વાળ ખરવા, વાળ સફેદ થઈ જવા, વાળ તૂટવા જેવી સમસ્યા થતી હોય છે. માટે જો તમે આ યોગ એક થી બે મિનિટ કરી લેશો તો વાળ ખરવાની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.

યાદશક્તિ વઘારવા: શીર્ષાસન યોગ કરવાથી યાદશક્તિમાં વઘારો કરે છે. જો તમને વાંચેલું યાદ ના રહેતું હોય કે તમને ભૂલવાની સમસ્યા હોય તો તમારા માટે આ યોગ ખુબ જ ફાયદાકારક છે. આ યોગ કરવાથી આપણી મગજની કાર્ય ક્ષમતામાં વઘારો કરે છે. જેથી આપણી યાદ શક્તિમાં વઘારો થાય છે અને ભૂલવાની બીમારી પણ દૂર થઈ જશે.

ચહેરા પર ગ્લો લાવે: ઘણા લોકોને ચહેરા પર વધુ પડતા ખીલ હોય છે તેમના માટે આ યોગ ખુબ ફાયદાકારક છે. આ યોગ રોજ કરવાથી ચહેરા પરના ખીલ પણ દૂર થઈ જશે જેથી ચહેરો ગ્લો થવા લાગશે. આ ઉપરાંત વઘતી ઉંમરે ચહેરાને ચમકદાર અને મુલાયમ બનાવી રાખવામાં મદદ કરે છે.

પેટના રોગ દૂર કરે: રોજ એક થી બે મિનિટ આ આસન કરવાથી આપણા પેટને લગતી બીમારી પણ દૂર થઈ જાય છે. આ યોગ કરવાથી આપણી પાચનક્રિયામાં સુઘારો થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે. પેટને મજબૂત બનાવી રાખવામાં પણ આ એક યોગ ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. આપણા શરીરની દરેક માંસપેશીઓને જરૂરી લોહી મળી રહેવાથી આપણી માંશપેશીઓ મજબૂત થઈ જાય છે. શરીરને ઉર્જાવેન અને મજબૂત બનાવી રાખવામાં આ યોગ ખુબ જ ફાયદાકારક સાબિત થશે છે.

હદયને સ્વસ્થ રાખે: શીર્ષાસન યોગ કરવાથી આપણા શરીરના દરેક અંગોમાં સરળતાથી લોહીનું પરિવહન થાય છે. જેથી લોહી જામી જવાની સમસ્યા રહેતી નથી. આ ઉપરાંત આપણા હૃદયને સ્વસ્થ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. હૃદયની દરેક નસોમાં સરળતાથી લોહી જવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં મદદ મેળવી શકાય છે.

આંખોનું તેજ વઘારે: રોજ આ યોગાસન કરવાથી આંખોના નંબર કયારેય નહીં આવે. જો તમને આંખોના નંબર હશે તો આ એક યોગ કરવાથી આંખોના નંબર દૂર થશે અને આંખોનું તેજ પણ વઘશે. વઘતી ઉંમરે થતી મોતિયાની સમસ્યા નહીં થાય.

ઘ્યાનમાં રાખવું કે શીર્ષાસન યોગ કર્યા પછી બેસવું નહીં. જેટલા સમય તમે શીર્ષાસન યોગ કરો તેટલા જ સમય તમારે ઉભા રહેવાનું છે. જો તમને બ્લડપ્રેશરની સમસ્યા હોય તો આ યોગ કરવાનું ટાળવું ટાળવું જોઈએ. આ ઉપરાંત કોઈ પણ ઓપરેશન કર્યું હોય તો પણ આ આસનથી દૂર રહેવું. ગર્ભવતી મહિલાઓને આ આસન ના કરવું. જો તમને ગરદન માં તકલીફ હોય તો આ યોગથી દૂર રહેવું.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *