હોળી બાદ જ કાચી કેરી ની શરૂઆત થઈ જાય છે. કેરી એટલે ફળોનો રાજા. કેરી કાચી હોય કે પાકી, દરેક ને ભાવથી જ હોય છે. કાચી કેરી ને જોઈને બાળકોથી માંડીને વૃદ્ધલોકોનું મન લલચાઇ જાય છે. કેરીમાં વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં છે. કેરી ટેસ્ટી લાગવાની સાથે સાથે આપણા શરીર માટે પણ ફાયદાકારક છે.

કાચી કેરીમાંથી બનાવેલા અથાણાંનું પણ ગરમીના દિવસોમાં ખૂબ સેવન કરવામાં આવે છે. મિત્રો તમને જણાવીએ કે એક કાચી કેરી માં 35 સફરજન 18 કેળા, 9 લીંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરી માં એટલી બધી માત્રામાં જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે.

કાચી કેરી ને પાણી સાથે ખાવાથી એટલે કે તેનો શરબત પીવાથી શરીરમાં પાણીની અછત સર્જાતી નથી અને કાચી કેરી નો સલાડમાં પણ ખાવામાં ખૂબ જ સારો લાગે છે. તો ચાલો મિત્રો આજે આપણે કાચી કેરી ખાવાથી શું ફાયદા થાય છે તે વિષે જાણીએ. લગભગ બહુ ઓછા લોકોને ખબર હોય છે દરેકની ફેવરિટ કાચી કેરી ખાવાથી થતા ફાયદા.

સ્કર્વી નામનો રોગ મટાડે: મિત્રો વિટામિનની કમીથી સ્કર્વી નામનો રોગ થાય છે. કાચી કેરીના સેવનથી આ રોગને તેને રોકી શકાય છે. કાચી કેરી માં વિટામિન સી ભરપૂર માત્રામાં મળી રહે છે. તમને જણાવીએ કે બીજા ઘણા બધા ફળોની સરખામણીમાં કાચી કેરી માં વધુ વિટામિન સી રહેલું છે જે આપણે આગળ જોયું.

માટે કાચી કેરી ખાવાથી શરીરમાં જરૂરી વિટામિન સીની ઊણપ ક્યારેય થતી નથી. ગેસ અને એસીડીટી મટાડે: મિત્રો ગેસ અને એસીડીટી અથવા છાતીમાં બળતરાની સમસ્યા આજકાલ સામાન્ય છે. જો તમને આ સમસ્યા છે તો કાચી કેરી તમારા માટે આશીર્વાદ સમાન છે.

જે લોકોને એસિડિટીની ફરિયાદ રહેતી હોય તેમણે ખાસ બપોરના ભોજનમાં કાચી કેરી નું સલાડ લેવું જોઈએ. આજના સમયમાં અનિયમિત ખાન-પાનને કારણે એસિડીટી સામાન્ય થઈ ગઈ છે, પરંતુ કાચી કેરીના સેવનથી એસિડિટીની સમસ્યા થતી નથી.

વેઇટ લોસ: મિત્રો કાચી કેરી માં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે જેના લીધે શરીરમાં વધારાની ચરબી આવે તો તે દૂર થઈ જાય છે અને શરીરમાં ચરબી ઘટવા લાગે છે જેથી શરીર સરસ સુંદર શેપમાં આવી જાય છે અને વજન વધવા અને જાડા થવા જેવી સમસ્યા થતી. ઉનાળામાં નિયમિત એક કાચી કેરી ખાવાથી વધેલું વજન ઘટાડી શકાય છે.

લોહી માટે શ્રેષ્ઠ: વિટામિન સી વધારે પ્રમાણમાં હોવાથી કાચી કેરી લોહીના વિકારને દૂર કરવામાં મદદ કરે છે. કાચી કેરીના સેવનથી નસોમાં લચીલાપણું વધે છે જેનાથી લોહી કોશિકાઓના નિર્માણમાં મદદ મળે છે.

દાંત માટે લાભદાયક: મિત્રો દાંત શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે જેને તમે ખાસ કરીને નજરઅંદાજ કરો છો. કાચી કેરી પેઢાની સમસ્યા માટે લાભકારી છે. તે પેઢામાંથી લોહી નીકળવું , મોંમાથી દુર્ગંધ આવવી અને દાંતના સડાને રોકવામાં કારગર છે. કાચી કેરી પેઢા જ નહીં પરંતુ દાંત પણ સાફ થાય છે. કાચી કેરી ના કારણે દાંત લાંબા સમય સુધી મજબૂત રહે છે. તેમ જ મોઢામાંથી આવતી શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે.

લૂ થી બચાવે છે: મિત્રો કાચી કેરી ને મીઠા સાથે ખાવાથી શરીરમાં પાણીની માત્રા ખૂટતી નથી. જેથી ઉનાળાના સમયમાં ડિહાઇડ્રેશન જેવી સમસ્યાથી બચી શકાય છે. આ સાથે જ તે ઊંચા તાપમાન થી પણ બચાવે છે. કેરી ખાવાથી અળાઇઓ થી મુક્તિ મળે છે. એટલું જ નહીં કાચી કેરીના સેવનથી સૂર્યના પ્રભાવથી એટલે કે લૂથી બચી શકાય છે.

એટલા માટે ગરમીમાં શરીરમાં પાણીના પૂરતા પ્રમાણમાં કાચી કેરી લાભદાયી છે. આ માટે કાચી કેરીની કટકી અથવા છીણ કરી તેમાં ડુંગળીને સમારીને ખાવી જોઈએ અને ચાને બદલે કાચી કેરીનો બાફલો પીવો જોઈએ.

ડાયાબીટીસ માટે: કાચી કેરી સુગરના દર્દીઓ માટે લાભદાયી છે. કાચી કેરી સુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. સુગરને ઓછું કરવા માટે દહીં સાથે કાચી કેરી ખાવી જોઈએ.

લીવર માટે બેસ્ટ: જેને લીવરની સમસ્યા છે તેના માટે પણ કાચી કેરી ખૂબ જ ફાયદાકારક છે. લીવરમાં પિત્તને એસીડ ના કારણે અનેક જાતના રોગ થાય છે. કાચી કેરી આંતરડામાં થતાં ઇન્ફેક્શનને પણ દૂર કરે છે.

કબજીયાત: જો તમને કબજીયાતની સમસ્યા રહે છે અને બધા ઉપાયો કરવા છતાં કબજીયાતથી છુટકારો મળી શકતો નથી તો તમારે કાચી કેરીનું સેવન કરવું જોઈએ. કાચી કેરીને કાપી તેના પર મીઠું અને મધ નાખીને તેનું સેવન કરવું જોઈએ. થોડાજ દિવસોમાં તમને કબજીયાતથી છુટકારો મળી જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *