શરીરમાં કેલ્શિયમ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે પરંતુ જો કેલ્શિયમ ની ઉણપ ઊભી થાય ત્યારે બધા જાણીએ છીએ કે શરીરમાં ઘણી બધી તકલીફો ઉભી થાય છે. જેમાં ખાસ કરીને જે કેલ્શિયમ ની ઉણપના કારણે છે હાડકાની તકલીફ થવા લાગે છે.
કેલ્શિયમ હાડકાઓ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણા શરીરમાં મોટાભાગનું કેલ્શિયમ આપણા હાડકાં અને દાંત માં રહેવું છે. આથી શરીરમાં જયારે કેલ્શિયમની ઉણપ થાય ત્યારે ખાસ કરીને હાડકાની અથવા દાંતની સમસ્યા થાય છે.
જયારે કેલ્શિયમની ઉણપ થાય ત્યારે સાંધાના દુખાવાની સમસ્યા, ગોઠણ ના દુખાવા, કમરનો દુખાવો આ સાથે અનિંદ્રાની સમસ્યા પણ થઇ શકે છે. તો આજની આ માહિતીમાં તમને એક દેશી અને ઘરગથ્થુ સ્ત્રોત વિષે જણાવીશું જે કેલ્શિયમની ઉણપ શરીરમાં પૂરી કરે છે.
આ વસ્તુ શરીરમાં જેટલી કેલ્શિયની જરૂરિયાત હોય તે બધી કેલ્શિયમની જરૂરિયાતને પુરી પાડે છે. આ કુદરતી વસ્તુઓ તમારા રસોડામાંથી આસાનીથી તમને મળી શકે છે. આ બે વસ્તુઓનું સેવન કરવાથી તમારે કેલ્શિયમની ગોળીઓ લેવાની જરૂર પડશે નહીં.
આ બે વસ્તુ એટલે કે તમારા રસોડામાં રહેલા તલ અને બીજી વસ્તુ એટલે કે જીરું. આ બંન્ને વસ્તુ તલ અને જીરામાં મોટી માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે. તલ અને જીરૂંનું કોમ્બિનેશન કરીને, તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં કેલ્શિયમની કમી પૂરી થઈ શકે છે.
તલ અને જીરાનું સેવન કરવાથી તમારા શરીરમાં વૃદ્ધાવસ્થા સુધી પણ કેલ્શિયમની ઉણપ ઉભી થતી નથી. જમ્યા પછી એક ચમચી તલ અને એક ચમચી જીરું બન્ને વસ્તુ ખૂબ ચાવી ચાવીને ખાવાની છે. ચાવી ને ખાવાથી કેલ્શિયમ તમારા શરીરને પૂરતું મળી રહે છે.
એક વાતનું ધ્યાન રાખો કે તલને તમારે શેકીને ખાવાના નથી. તમારે તલને કાચાજ ખાવાના છે. જમ્યા પછી દરરોજ એક એક ચમચી દિવસમાં બે વાર કે એકવાર ચાવી ચાવીને ખાવાથી તમને કેલ્શિયમની ઉણપ થશે આ સાથે એક ચમચી જેટલા તલ ચાવીને ખાવાથી તમારા દાંત પણ ખૂબ મજબૂત રહેશે અને મોઢામાં કોઈ સમસ્યા હશે તો પણ દૂર થઈ જશે.
તલ અને જીરાનો આ એક એવો દેશી ઉપચાર છે જે અનિદ્રાની સમસ્યા હશે તો તે પણ દૂર થઈ જશે એટલે કે રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા હશે તે પણ દૂર થઇ જશે અને તમને ઘસઘસાટ ઊંઘ પણ આવશે.