આજના સમયમાં દરેક વ્યક્તિ ભાગદોડ ભર્યું જીવન જીવી રહી છે. તેવામાં દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવાનું વઘારે પસંદ કરે છે. સુંદર અને જવાન રહેવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. તેવામાં વઘારે પડતું પ્રદુષણ હોવાના કારણે ચહેરાની સુંદરતા ઓછી થઈ જાય છે.
સુંદર દેખાવા માટે રોજિંદા આહારમાં આપણે કેટલાક હેલ્ધી ડાયટનો સમાવેશ કરવો જોઈએ. આ સાથે આપણે આપણા ચહેરાની દેખરેખ પણ રાખવી જોઈએ જેથી આપણી ચહેરાની સુંદરતા જળવાઈ રહે. મોટાભાગે ચહેરાને સુંદર બનાવી રાખવા માટે બજારમાં ઘણી બઘી બ્યુટી પ્રોડક્ટ મળી આવે છે.
જે આપણા ચહેરાને સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે. પરંતુ તેમાં રહેલ કેમિકલ આપણા ચહેરાને લાંબા સમયે નુકસાન પહોંચાડી શકે છે. ઘણા લોકો બ્યુટી પાર્લરમાં જઈને ચહેરા પર મેકઅપ અને ફેશિયલ પણ કરાવતા હોય છે પરંતુ તેમાં ભરપૂર માત્રામાં પૈસાનો ખર્ચ થઈ જાય છે. આ ઉપરાંત વઘારે સમય ચહેરો સુંદર રહેતો નથી.
બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટ અને બ્યુટી પાર્લરના કોઈ પણ ખર્ચ વગર જ ચહેરાને સુંદર બનાવવા માટે આજે અમે તમને ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી ચહેરા પર કુદરતી ચમક પાછી લાવી શકાય છે. ઘરેલુ ઉપાય ચહેરાના ખીલ અને ડાઘને દૂર કરી ચહેરાની ગ્લો વઘારે છે.
નેચરલી પેસ્ટ બનાવાની રીત: સૌથી પહેલા એક બટાકો લઈને તેની છાલ કાઠીને તેને છીણી લેવો, ત્યાર પછી તેને એક કપડાં માં નાખીને તેની આંટી મારીને રસ નીકાળો, હવે એક બાઉલ લઈ લો ત્યાર પછી બનાવેલ બટાકાના રસની ત્રણ ચમચી બાઉલમાં મિક્સ કરી લો, ત્યાર પછી તેમાં એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી મુલતાની માટી મિક્સ કરી લો, ત્યાર પછી તેમાં એક ચમચી ગુલાબ જળ મિક્સ કરી બરાબર હલાવીને પેસ્ટ તૈયાર કરો.
પેસ્ટ તૈયાર થઈ જાય પછી તેને 3-4 મિનિટ રહેવા દો, ત્યાં સુઘી ચહેરાને સાદા પાણીથી ઘોઈ દેવો અને ચોખા કપડાથી ચહેરાને સાફ કરી લો. ત્યાર પછી ચહેરા પર બનાવેલ પેસ્ટને લગાવીને 3-4 મિનિટ મસાજ કરો અને પછી 25-30 મિનિટ સુઘી રહેવા દો. ત્યાર પછી સાદા પાણીથી ચહેરાને ઘોઈ દેવો.
આ બનાવેલ પેસ્ટનો ઉપયોગ કરવાથી ચહેરો સુંદર અને મુલાયમ રહેશે. બટાકા ચહેરા પર નેચરલી બ્રાઈટનેસ લાવવામાં મદદ કરે છે. તેમાં રહેલ સ્ટાર્ચ ત્વચાને એન્ટિ એજીંગથી બચાવી રાખે છે. જે આપણે વધતી ઉંમરે પણ વૃદ્ધાવસ્થાના ચિન્હોથી દૂર રાખે છે. જે જવાન રાખવામાં મદદ કરે છે.
આ પેસ્ટમાં રહેલ મુલતાની માટીનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. જેની મદદથી આપણી સ્કિનને ડીટોક્સ કરવામાં મદદ કરે છે જેથી ચહેરાની ખોવાઈ ગયેલ ચમક પછી લાવે છે. પેસ્ટમાં રહેલ ચણાનો લોટ આપણા ચહેરા પર ચોંટેલ ધૂળ માટી અને કાળી પડી ગયેલ ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે. જેથી ચહેરામાં નિખાર આવે છે.
ઘરેજ બનાવેલ આ પેસ્ટનો ઉપયોગ કરવાથી કાળી પડી ગયેલ ત્વચાને દૂર કરીને ચહેરા પર નેચરલી ગ્લો લાવવામાં ખુબ જ અસરકારક છે. આ પેસ્ટને અઠવાડિયામાં બે થી ત્રણ વખત લગાવાથી ડલ પડી ગયેલ ત્વચામાં જાણ આવી જાય છે.
જો તમે પણ ચહેરાને સુંદર અને મુલાયમ બનાવવા માંગતા હોય તો આ પેસ્ટનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. જે બજારુ પ્રોડક્ટ, બ્યુટી ટ્રીમેન્ટ, બ્યુટી પાર્લરના વઘારે પડતા ખર્ચ કર્યા વગર જ ઘરે બનાવેલ આ નેચરલી પેસ્ટનો ઉપયોગ કરીને વઘતી ઉંમરના ચિન્હો દૂર કરી જવાન અને સુંદર બની શકો છો.